Last Update : 01-May-2012, Tuesday

 
કલ્યાણપુર તાલુકાના જામગઢકા ગામનો કંપારીજનક બનાવ
બે વર્ષના માસુમ પુત્ર સાથે માતાનું વિષપાન; પુત્રનું મોત

આપઘાતનો પ્રયાસ કરનાર યુવતી હોસ્પિટલના બિછાનેઃ સાસરામાં જમીન અંગેની તકરાર કારણભૂત હોવાનું અનુમા

જામનગર, તા.૩૦
જામકલ્યાણપુર તાલુકાના જામગઢકા ગામમાં રહેતા સતવારા મહિલાએ તેણીના બે વર્ષના પુત્રને ઝેરી દવા પીવડાવી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, સારવાર દરમ્યાન જામનગરની સરકારી હોસ્પીટલમાં બે વર્ષના પુત્રનું મોત નિપજ્યું છે.
મળતી વિગત અનુસાર જામકલ્યાણપુર તાલુકાના જામગઢકા ગામમાં રહેતા રાજુબેન રમેશ ડાભી (ઉ.વ. ૨૫) નામના સતવારા મહિલાએ આજે બપોરના સમયે તેણીના ઘરે તેના બે વર્ષના પુત્ર ગૌતમને ઝેરી દવા પીવડાવી અને પોતે પણ ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. માતા-પુત્ર બંનેને સારવાર માટે જામનગરની સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવતા ત્યાં ગૌતમનું મોત નીપજ્યાનું તબીબોએ જાહેર કર્યું છે.
દરમ્યાન આ અંગે રાજુબેનના પતિ રમેશ ડાભીએ પોલીસમાં જણાવ્યા અનુસાર રમેશના ભાઈઓ વચ્ચે જમીન બાબતે ચાલતી તકરારને કારણે રાજુબેને આ પ્રશ્ને તાકીદે ઉકેલ માટે જણાવાતા રમેશે થોડા સમયમાં નિકાલ આવી જશે તેમ જણાવ્યું હતું. બાદમાં આજે બપોરે રાજુબેને તેના પુત્રની હત્યા નીપજાવી પોતે આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ અંગે પોલીસે વધુ તપાસ આરંભી છે.

''અમારે જેની સાથે વાંધો છે, તેની સાથે તું શા માટે ફરે છે?''
મોરબીમાં છ શખ્સોના ઝનૂની હૂમલામાં યુવાનની કરપીણ હત્યા
લાતી પ્લોટમાં તલવાર, ધોકા, લાકડીના વારથી ઘવાયેલા યુવકે સારવાર દરમિયાન દમ તોડી દીધોઃ આરોપીઓને પકડવા પોલીસની દોડધામ

મોરબી, તા.૩૦
મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં એક મુસ્લિમ યુવાનને એ જ વિસ્તારના અન્ય ૬ મુસ્લિમ શખ્સોએ ધોકા, તલવાર, લાકડીના ઘા ફટકારીને હત્યા નિપજાવતા વિસ્તારમાં સન્નાટો છવાયો છે. વિરોધી જૂથ સાથેના સંબંધોએ યુવાનનો ભોગ લેતા એકના એક પુત્રના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ છે.
જાણવા મળતી વિગત મુજબ મોરબીના લાતી પ્લોટમાં રહેતો અકબર ઈસ્માઈલ બ્લોચ ૯૨૩) ગત રાત્રીના નવેક વાગ્યે લાતી પ્લોટ-૩ના ખુણે હતો ત્યારે આજ વિસ્તારના સુલેમાન જુશળ કટિયા, કાળો ફતેહમામદ, તેના ભાઈઓ શબ્બીર ફતેહમામદ, અબુ ફતેહમામદ, મુસ્તાક ફતેહમામદ અને મહમદ હુસેન સુલેમાને સાથે મળી લાકડી, ધોકા, પાઈપથી હુમલો કર્યો હતો. મરનાર યુવાન તેમના વિરોધી જૂથ સાથે સંકળાયેલો હોઈ ''અમારે જેની સાથે વાંધો છે તેની સાથે તું શા માટે ફરે છે?'' તેમ કહી મરણતોલ માર માર્યો હતો. ઈજાગ્રસ્ત યુવાનને પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલે બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આથી બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે ફરાર આરોપીઓને ઝડપવા તજવીજ હાથ ધરી છે.
પોલીસની વિશેષ તપાસમાં ખૂલ્યું કે ભોગ બનનાર અકબર (૨૩) હુશેન નામના શખ્સ સાથે ફરતો હોઈ આ બાબત હુસૈનના વિરોધી જૂથના સુલેમાન, કાળો સહિતનાઓને પસંદ નહોતી. આ અગાઉ પણ બન્ને જુથ વચ્ચે માથાકુટ થઈ હતી, જેનો ખાર રાખી આ યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
મૃતક અકબરના પિતાનું એકાદ વર્ષ પહેલાં જ અકસ્માતમાં મોત નિપજતાં ઘરની જવાબદારી એકના એક પુત્ર પર આવી ચડી હતી. યુવાન ટ્રકમાં માલસામાન ઉતારવાનું કામ કરતો હતો. તેની પત્નિને સારા દિવસો જતાં હોવાથી માવતરે હતી ત્યારે આ યુવકની હત્યાથી ઘરમાં માતમનો માહોલ છવાયો છે.

 

બળજબરીથી ઝેરી દવા પીવડાવી હત્યા થયાનું બહાર આવ્યું
બિભત્સ માગણીને વશ નહીં થતાં જસદણ પંથકની યુવતીની હત્યા
વાડીમાં એરંડા લણવાનું કામ કરનાર યુવતી હવસખોર શખ્સને તાબે નહીં થતાં મોતને ઘાટ ઉતારી હોવાની ફરિયાદ, આરોપીને શોધવા પોલીસની તપાસ

જસદણ, તા. ૩૦
જસદણ તાલુકાના કુંઢણી ગામે આજથી એક માસ પૂર્વે મૃત્યુ પામેલી યુવતીને એ જ ગામના યુવાને ઝેરી દવા પીવડાવી હત્યા નિપજાવ્યાની ફરિયાદ મૃતક યુવતીના ભાઇએ ભાડલા પોલીસ મથકમાં નોંધાવી છે.
બનાવ અંગેની વિગતો મુજબ જસદણ તાલુકાના કુંઢણી ગામે રહેતી સોનલ ભુરાભાઇ ખેતરીયા (ઉ.વ.૨૫) નામની દલીત યુવતી ગત તા. ૨ માર્ચના રોજ ગામની સીમમાં આવેલી બાબુભાઇ શાંતુભાઇ ખાચરની વાડીમાં એરંડા લણવાનું કામ કરતી હતી તે દરમિયાન ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી, જયાં તા. ૪-૩ના રોજ તેનું સારવાર દરમિયાન મોત નીપજયુ હતું. આ અંગે પોલીસ દ્વારા એડી નોંધી તપાસ શરૃ કરવામાં આવી હતી દરમિયાન મૃતક યુવતીના ભાઇ મુકેશ ભુરાભાઇ ખેતરીયાએ ભાડલા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતાની બેન ગત તા. ૨-૩ના રોજ વાડીમાં એરંડા લણવાનું કામ કરતી હતી ત્યારે એ જ ગામના હરેશ ઉર્ફે ચકો બાલાભાઇ મકવાણા નામના કોળી શખ્સે તેની પાસે બિભત્સ માગણી કરતા જેના તાબે સોનલ ન થતાં આ શખ્સે પોતાની બેનને જબરદસ્તીપૂર્વક ઝેરી દવા પીવડાવી દીધાનો આક્ષેપ કર્યો હતો. ભાડલા પોલીસે મુકેશભાઇની ફરિયાદના આધારે હરેશ વિરૃદ્ધ ગુનો દાખલ કરી આરોપીને શોધવા જુદી જુદી દિશામાં પોલીસ તપાસ શરૃ કર્યાનું જાણવા મળે છે.

 

 

ખાંભા તાલુકાના કોટડા ગામે નરેગા ગ્રામસભાના બહિષ્કાર સાથે
તૂટેલા પૂલના મામલે સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરતા ગ્રામજનો
૧૨-૧૨ વર્ષથી પૂલની મરમ્મત ન થતાં દર ચોમાસે ભારે હાલાકીઃ તંત્ર 'હથેળીમાં ચાંદ' બતાવતું હોવાથી પ્રજાજનો ખફા

અમરેલી, તા.૩૦
ખાંભાના કોટડા ગામના ૧૨ વર્ષથી તૂટી ગયેલા પુલ પ્રશ્ને ગ્રામજનોએ આજે નરેગા ગ્રામસભાનો બહિષ્કાર કરી આજથી તમામ સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરવાની તંત્રને ચેતવણી આપી છે.
ખાંભાથી ૧૭ કિ.મી. દૂર આવેલા નાના એવા એક હજારની વસ્તી ધરાવતા કોટડા ગામના સરપંચ ધીરુભાઈ મોહનભાઈ ભાલુએ ટીડીઓ, મામલતદાર, ડીડીઓ, જિલ્લા કલેકટરને લેખીતમાં રજુઆત કરી છે કે, તેમના ગામને જોડતો શેલદેદુમલનો પુલ છેલ્લા ૧૨ વર્ષથી તૂટી ગયેલો છે. જેના કારણે ચોમાસામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે. વાહન વ્યવહાર ખોરવાય છે, જેનાથી સમઢીયાળા અને ખુંટવડા અભ્યાસ કરતા ૪૦ જેટલા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે. આ અંગે તંત્ર પાસે અવારનવાર રજુઆત કરવા છતા તમારા પુલનું કામ મંજુર થઈ ગયું છે તેવું કહી હથેળીમાં ચાંદ બતાવાય છે. પરંતુ આજ સુધી કામ શરૃ કરાતું નથી. આજે ગ્રામજનોએ નરેગા ગ્રામસભાનો બહિષ્કાર કરી તંત્રને લેખિતમાં ચેતવણી આપી છે કે, જ્યાં સુધી પુલનું કામ શરૃ નહીં કરાય ત્યાં સુધી કોટડા ગામના લોકો તમામ સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved