Last Update : 01-May-2012, Tuesday

 

કાઠીયાવાડના કપાસના ઉત્પાદક ખેડૂતોને ફાયદો થશે
નિકાસની છૂટ મળતા કપાસમાં મણદીઠ રૃા. ૨૫થી ૩૦નો ઉછાળો

રૃમાં ગાંસડી દીઠ રૃા. ૭૦૦થી ૮૦૦ વધી રૃા. ૩૪૮૦૦ના ભાવ સૌરાષ્ટ્રના ખેડૂતો પાસે હજુ ૪૦ ટકા કપાસ પડયો હોવાનો અંદાજ

રાજકોટ, સોમવાર
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં કપાસનું ઉત્પાદન વિપુલ થવા છતાં સરકારે એક ઝાટકે નિકાસ પ્રતિબંધ મુકી દેતા સૌરાષ્ટ્રના જીનર્સો અને ખેડૂતોમાં ભારે હોબાળો મચી ગયો હતો. જેના પગલે સરકારે ફેર વિચારણા કરી નિકાસ પ્રતિબંધ ઉઠાવી લેવાનો નિર્ણય કરતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
કેન્દ્ર સરકારે આખરે રૃની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેતા કપાસના ભાવમાં તેજીનો કરંટ આવ્યો છે. કપાસમાં મણદીઠ રૃા. ૨૫થી ૩૦ વધી રૃા. ૮૩૫થી ૮૪૦ના ભાવ રહ્યા હતા. જ્યારે રૃમા ગાંસડી દીઠ રૃા. ૭૦૦થી ૮૦૦ વધી રૃા. ૩૪૭૦૦થી ૩૪૮૦૦ના ભાવ રહ્યા હતા. અમુક સેન્ટરોમાં રૃા. ૩૫૦૦૦ના ભાવે પણ સોદા થયા હતા.
ચાલુ વરસે રાજ્યમાં રૃનુ ઉત્પાદન ૧.૨૫થી ૧.૩૦ કરોડ ગાંસડી થવાનો અંદાજ છે. જેમાં અત્યાર સુધીમાં ૭૫થી ૮૦ લાખ ગાંસડી બજારમાં આવી ગઈ છે. જ્યારે જીનર્સો પાસે ૧૦થી ૧૫ લાખ ગાંસડીનો સ્ટોક પડયો છે. ખેડૂતો પાસે હજુ ૪૦ ટકા કપાસ એટલે કે ૩૦થી ૩૫ લાખ ગાંસડીનો માલ પડયો છે. રૃની નિકાસબંધીના કારણે કપાસના ભાવ ઘટી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને નીચા ભાવે કપાસ વેચવાનું ટાળ્યું હતું. હવે નિકાસ પ્રતિબંધ હટાવી લેતા કપાસના ભાવમાં તેજીનો કરંટ આવ્યો છે. સરકારે નિકાસ-પ્રતિબંધ ઉઠાવી લીધા બાદ એક-બે દિવસમાં રૃની નિકાસ અંગેની સ્પષ્ટ નિતી નક્કી થયા બાદ ભાવ વધુ ઉચકાય તેવી શક્યતા રહી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved