Last Update : 01-May-2012, Tuesday

 

ઓઘડનગર-શાંતેશ્વર વિસ્તારમાં પાણી નહી મળતા
મહિલાઓએ જૂનાગઢ મહાપાલિકા ખાતે કપડા ધોઈ બાળકોને કરાવ્યું સ્નાન

૨૦૦ જેટલી મહિલાઓએ બેડા સાથે અધિકારીઓ સામે દેખાવ કરી લીધા છાજીયા, ખાતરી મળતા મામલો થાળે પડયો

જૂનાગઢ, તા.૩૦
જૂનાગઢના ઓઘડનગર અને શાંતેશ્વર વિસ્તારમાં આંદોલન કરવા છતા ખાતરી ન મળતા આજે ૨૦૦ જેટલી મહિલાઓ જૂનાગઢ મહાપાલીકા કચેરીએ બેડા સાથે આવી હતી અને કચેરીમાંથી પાણી ભરી ગ્રાઉન્ડમાં કપડા ધોઈ પોતાની સાથે આવેલા બાળકોને સ્નાન કરાવ્યું હતું. બાદમાં અધિકારીઓ સામે બેડા સાથે ધસી જઈ છાજીયા લીધા હતા. બાદમાં ખાતરી મળતા મામલો થાળે પડયો હતો.
આ અંગેની વધુ વિગત મુજબ શહેરના જોષીપરામાં આવેલા ઓઘડનગર અને શાંતેશ્વરના લોકો ડંકીના પાણી પર નિર્ભર છે પરંતુ રજૂઆત કરવા છતા ડંકીની મરામત થતી ન હતી. તેમજ જોષીપરાથી ત્યાં જતું પાણી ગેરકાયદે નળ જોડાણમાંથી કાઢી લેવાતા લોકો પાણી વગર ટળવળતા હતા. વિસ્તારમાં સફાઈ થતી ન હતી. આ મુદ્દે વિસ્તારના લોકોએ થોડા દિવસ પહેલા આંદોલન શરૃ કર્યું હતું. ત્યારે મહાપાલીકા દ્વારા ખાતરી આપવામાં આવી હતી અને આંદોલન સમેટાઈ ગયું હતું. ખાતરી મળ્યા બાદ પાણીના પ્રશ્નનો નિકાલ ન આવતા લોકો રોષે ભરાયા હતા.
આજે બપોર બાદ વિસ્તારની ૨૦૦ જેટલી મહિલાઓ તથા ૪૦થી ૫૦ જેટલા પુરૃષો બાળકો સાથે મહાપાલીકા કચેરીએ ધસી આવ્યા હતા અને મહિલાઓએ મહાપાલીકા કચેરીના નળમાંથી પાણી ભરી ગ્રાઉન્ડમાં કપડા ધોયા હતા અને બાદમાં બાળકોમાં સ્નાન કરાવી વિરોધ પ્રદર્શિત કર્યા હતા. બાદમાં મહાપાલીકા કચેરીમાં પાણીની છોળો ઉડાવી હતી અને બેડા સાથે મનપાના અધિકારી પાસે જઈ છાજીયા લીધા હતા.
લોકોના વિરોધથી નાયબ કમિશનરે તાકિદે ડંકી રિપેર કરવાની અને ડંકી રિપેર ન થાય ત્યાં સુધી ટેન્કર દ્વારા પાણી આપવાની ખાતરી આપતા મામલો થાળે પડયો હતો અને ટોળુ પરત જતું રહ્યું હતું. જૂનાગઢમાં તો હવે આંદોલન કર્યા વગર કોઈ કામ થતા ન હોય તેવી સ્થિતી થઈ ગઈ છે. ઝાંઝરડા રોડ, મધુરમ અને હવે જોષીપરાના ઓઘડનગર અને શાંતેશ્વર વિસ્તારના લોકોએ પાણી સહિતના મુદ્દે આંદોલન કરવુ પડયું છે. બાકી રજૂઆત કર્યા બાદ તો કોઈ કામ થતા ન હોવાની પણ ચર્ચા થઈ રહી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved