Last Update : 01-May-2012, Tuesday

 
લાલપુરના સેવકભાટિયા ગામે અકસ્માતમાં ખપાવાયેલા બનાવનો ભાંડાફોડ
જમીનની તકરારમાં યુવાને સાવકા ભાઈને જીપ નીચે કચડી નાખ્યો

મૃતકના પિતાની ૧૦૦ વિઘા જમીન માટે મનદુઃખ હતું; વાહનના નંબર પરથી માલિકની શોધખોળ વેળા સાવકા ભાઈના કરતૂતની વિગત મળતાં પોલીસે ગુનો નોંધ્યો

જામનગર, તા.૩૦
લાલપુર તાલુકાના સેવકભાટીયા ગામમાં તેર દિવસ અગાઉ વાહને હડફેટે લેતા મેર યુવાનનું મોત નીપજ્યાનો જાહેર થયેલો બનાવ વાસ્તવમાં હત્યાનો હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે મૃતકના સાવકાભાઈ વિરૃધ્ધ જમીનના ભાગ બાબતનું મનદુઃખ રાખી જીપ હેઠળ ચગદીને મોત નીપજાવ્યાનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગત અનુસાર ગત તા. ૧૭ના બપોરના સમયે લાલપુર તાલુકાના સેવકભાટીયા ગામના પાટિયા પાસે બાઈક સવાર હાથીયાભાઈ માલદેભાઈ મોઢવાડીયા (ઉ.વ. ૩૦) નામના યુવાનને જીજે-૧એચએચ ૧૦૫૪ નંબરની સુમો જીપના ચાલકે યુવાનની બાઈકને ઠોકર મારી મોત નિપજાવ્યાનું જાહેર થયું હતું. પીએસઆઈ એમ.એમ. સોલંકી તથા સ્ટાફે બનાવ સ્થળેથી મૃતદેહનો કબ્જો સંભાળતા બિનવારસુ સુમો જીપ કબ્જે કરી હતી.
અકસ્માતની તપાસ દરમ્યાન જીપ નંબરના આધારે ચાલકની શોધખોળ આરંભી હતી, અને બનાવ સમયે પસાર થનાર તથા નજરે જોનાર સાક્ષીઓની પુછપરછમાં કોઈ ચોક્કસ કડી મળતી ન હતી. દરમ્યાન, પોલીસને જીપ લાલપુર તાલુકાના ગજણા ગામના બાવાજીની હોવાની જાણકારી મળી હતી. જેથી આ અંગે તપાસ કરતા જીપ બાવાજી યુવાન અને મૃતક હાથીયાભાઈના સાવકાભાઈ મેણાંદ માલદેભાઈ મોઢવાડીયાની હોવાનું ખુલતા આ દિશામાં તપાસ કરતા ખૂલ્યું કે મૃતક હાથીયા અને મેણાંદ બન્ને સાવકા ભાઈઓ છે, તેમજ તેના પિતાની સો વીઘા જમીન બાબતે બન્ને વચ્ચેના મનદુઃખના કારણે મેણાંદે જીપ નીચે તેના સાવકાભાઈ હાથીયાને કચડી હત્યા નીપજાવી અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરી જીપ મુકીને નાસી ગયો હતો.
પોલીસે મૃતક હાથીયાભાઈના પિતરાઈભાઈ મેરામણ આલાભાઈ મોઢવાડીયાની મેણાંદે હાથિયાની હત્યા નીપજાવી હોવાની ફરીયાદ નોંધી મેણાંદની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી હતી. વધુમાં મળતી વિગત અનુસાર મેણાંદે દાયકા અગાઉ હત્યા કેસમાં સંડોવાયેલો હતો અને ધરપકડ થઈ હતી.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved