Last Update : 01-May-2012, Tuesday

 
રૃા. ૧૫.૫૮ લાખના ચોરાયેલા માલમાંથી મોટાભાગનો જથ્થો કબ્જે
જામનગરથી ચોરેલા પ્લાસ્ટિક દાણાં ભેંસાણ ઉતાર્યા ઃ ૧૪ની ધરપકડ

ખંભાળિયાના ભેંસાણ ખાતે બે ભાઇઓના ગોડાઉનમાથી ચોરાઉ દાણાં સગેવગે કરનારાઓ પકડાયા, ટ્રક ઉઠાવી ગયેલા મુખ્ય સુત્રધારોની શોધખોળ

જામનગર, તા. ૩૦
જામનગર નજીકથી એક માસ અગાઉ રૃા. ૧૫.૫૮ લાખની કિંમતના પ્લાસ્ટીકના દાણાંની ૬૪૦ બેગ ભરેલી ટ્રક ચોરી થયાના બનાવમાં એલસીબીએ જામનગર અને ભાણવડના બે-બે તેમજ જુનાગઢ, વેરાવળ, રાજકોટ, ધોરાજીના મળીને કુલ ૧૪ શખ્સોની ધરપકડ કરી છે.
આ અંગેની વિગત મુજબ જામનગરમાં સમર્પણ પાસે પાર્ક કરેલી ટ્રકમાંથી રૃા. ૧૫.૫૮ લાખની કિંમતના પ્લાસ્ટીકના દાણાંની ૬૪૦ બેગ તેમજ જીજે૧૦ડબલ્યુ ૬૪૬૧ નંબરનો સાત લાખનો ટ્રક મળી ૨૨.૫૮ લાખની ચોરી થયાની ફરિયાદ થઇ હતી. આ પ્રકરણમાં એલસીબી પી.આઇ. સરવૈયા તથા સ્ટાફે ધોરી માર્ગ પરના ટોલટેકસના સીસી ટીવી કેમેરાની તસ્વીરોના આધારે ઝીણવટભરી તપાસ આદરી હતી. આ કેસમાં યોગેશ ગોકળભાઇ હિરપરા અને હિતેશ કેશવભાઇ વઘાસીયા (જુનાગઢ), શૈલેષ લાલજી હરમાણી, મનસુખ લાલજી હરખાણી (ભેંસાણ- ખંભાળીયા) અને કપીલ ઉંધાડ (ધોરાજી) નામના પાંચ શખ્સોની ધરપકડ કરી હતી. શૈલેષ અને મનસુખ નામના બે ભાઇઓના ગોડાઉનમાંથી ચોરાઉ પ્લાસ્ટીકના દાણાં કબ્જે કર્યા હતાં. આરોપીઓને પૂછપરછમાં ખુલ્યું કે સમર્પણ પાસેથી દાણા ભરેલો ટ્રક આશીફ કાસમ જોખીયા (રહે. હર્ષદ મીલ) અને મહેન્દ્રસિંહ (જામનગર) નામના બે શખ્સોએ ચોરી કર્યો હતો. ત્યારબાદ ટ્રકમાંથી દાણા નરેન્દ્રસિંહ મારવાડી (રાજસ્થાન) અને દામોદર લાલજી પટેલ (ધોરાજી) નામના બે શખ્સોએ ખંભાળીયાના ભેંસાણમાં શૈલેષ અને મનસુખના ગોડાઉનમાં ઉતારી ટ્રક લઇ અમદાવાદ અને ત્યાંથી રાજસ્થાન તરફ નાસી ગયા હતાં.
દરમિયાન ભેંસાણમાં પડેલા ચોરાઉ પ્લાસ્ટીકના દાણાં સગેવગે કરવા માટે ભાણવડના યુનુસ રહેમાન મલેક અને પરવેજ યુનુસ મલેક તથા રાજકોટના અનીલ અમૃતલાલ કુકાવા તેમજ વેરાવળના સોયલ આમદ ભરૃચા અને આસીફ ઉર્ફે લંધો યુનુસ વલીમામદ પટણી અને મજીદ મહંમદ સીપાઇ તાલાલા ગીર, રસીદ ઉર્ફે રસુલ ઇબ્રાહીમ મલેક તાલાલા ગીર નામના શખ્સોએ વેચાણ માટે મદદ કરી હોવાનુ ખુલતાં એલસીબીએ ૧૪ શખ્સોની ધરપકડ કરી હતી અને ૧૫.૩૯ લાખના દાણાં કબ્જે કર્યા હતા તેમજ ૧૪ આરોપીઓની રીમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરી છે. ટ્રક ચોરી કરી રાજસ્થાન તરફ નાસી ગયેલા નરેન્દ્રસિંહ મારવાડી અને દામોદર નામના દાણાં ચોરી ગેંગના મુખ્ય સુત્રધારોની ધરપકડ માટેની તજવીજ શરૃ કરી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved