Last Update : 01-May-2012, Tuesday

 
કેરી બજારમાં આવી નથી ત્યારે જ્યુસનો તડાકો

 

બાયડ,તા.૩૦
કેરીની સિઝન હજુ આવી જ નથી ત્યારે જ્યુસ સેન્ટરો ઉપર કેરીઓના ઢગલા ખડકાઈ જાય ત્યારે આશ્ચર્ય ઉપજ્યા વિના રહેતું નથી. આવી કેરીઓ કુદરતી પાકેલી હોતી નથી અને ખતરનાક હાનિકારક પદાર્થો દ્વારા કેરીઓ પકવી દેવામાં આવે છે જે ગંભીર બિમારીઓને આમંત્રણ આપે છે.
જ્યુસ સેન્ટરો ઉપર કેરીના જ્યુસનો એક ગ્લાસ પાંચ રૃપિયામાં આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ હજુ બજારમાં કેરીનું આગમન જ થયું નથી અને ભાવ પણ ઓછા નથી ત્યારે જ્યુસ સેન્ટરોમાં પાંચ રૃપિયામાં આપવામાં આવતાં ગ્લાસ કેટલો શુદ્વ હશે તે વિચારવા જેવી બાબત છે. વાસ્તવમાં કેરીનો રસ શુદ્વ હોતો જ નથી, તેમાં પપૈયાથી માંડી દૂધનું મિશ્રણ કરવામાં આવે છે તો ખાંડની ચાસણી પણ ઉમેરવામાં આવી રહી છે.
કેરીના ઉંચા ભાવ વચ્ચે એક ગ્લાસ પાંચ રૃપિયામાં જ્યુસ સેન્ટરવાળાઓને પોસાય તેમ જ હોતો નથી તેમ છતાં બેરોકટોક જ્યુસનું વેચાણ કરવામાં આવી રહ્યું છે અને તેમાં શુદ્વતાના નામે અશુદ્વ અનેક પદાર્થોનું મિશ્રણ કરવામાં આવી રહ્યું છે અને લોકોના પેટમાં પધરાવવામાં આવી રહ્યું છે જેના કારણે ક્યારેક જીવલેણ બિમારીની શક્યતાને પણ નકારી શકાય તેમ નથી.

 

બાયડમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલાં જ્યુસ સેન્ટરો
સ્વચ્છતાના સદંતર અભાવ વચ્ચે લોકોના સ્વાસ્થ્ય સાથે સરેઆમ ચેડાંથી ગંભીર રોગચાળાની ભીતિ

બાયડ,તા.૩૦
બાયડમાં અખાદ્ય પદાર્થોનું ધૂમ વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં ઠંડા પીણાના બેફામ સેન્ટરો ધમધમી ઉઠયાં છે જ્યાં સ્વચ્છતા જળવાતી નથી અને લોકો ગંભીર રોગચાળામાં સપડાય તેવું જણાઈ રહ્યું છે ત્યારે આવા કોલા સેન્ટરો ઉપર તંત્ર તરફથી ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવે તેવી લોકમાંગણી ઉઠી રહી છે.
ઉનાળો તેની પરાકાષ્ટાએ પહોંચ્યો છે ત્યારે લોકો ગરમીથી બચવા ઠંડા પીણાનો આશ્રય લે તે સ્વાભાવિક છે ત્યારે બાયડમાં છેલ્લા કેટલાક સમયથી બેફામ કોલા સેન્ટરો શરૃ કરી દેવામાં આવ્યાં છે.
શેરડીથી લઈ કેરીનો રસ અને તરબૂચનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. મંડપ બાંધીને ઠેર-ઠેર જ્યુસ સેન્ટરોની હાટડીઓ શરૃ કરી દેવામાં આવી છે પરંતુ, ત્યાં સ્વચ્છતાનુ કોઈ જ પાલન કરવામાં આવતું ન હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે ત્યારે લોકો કોલેરા જેવી ગંભીર બિમારીઓમાં સપડાય તેવી શક્યતાને પણ નકારી શકાય તેમ નથી તેવા સમયમાં જવાબદાર તંત્ર દ્વારા કોઈની પણ શેહ કે શરમ રાખ્યા વિના આવા કોલા સેન્ટરો ઉપર ચેકિંગ ઝુંબેશ હાથ ધરવી જોઈએ તેવી લોકમાંગણી ઉઠી રહી છે.
લોકોના સ્વાસ્થ્ય સાથે સરેઆમ ચેડા થઈ રહ્યાં છે અને જવાબદાર તંત્રની આંખમાં ધૂળ નાખી રહ્યા હોવા છતાં તેમની સામે પગલાં ભરવામાં આવતાં નથી એ આશ્ચર્યજનક બાબત છે.

 

પ્રાંતિજમાં અખાદ્ય પદાર્થોથી રોગચાળો વકરવાની ભીતિ
ઠેર-ઠેર ઉભા કરાયેલાં કોલા સેન્ટરો ઉપર ગંદકીનું સામ્રાજ્ય ઃ ચેકિંગ કરવાની જરૃરિયાત

પ્રાંતિજ,તા.૩૦
પ્રાંતિજમાં ઉનાળા કાળઝાળ ગરમીમાં અખાદ્ય પદાર્થોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે અને તેમાં લોકોના સ્વાસ્થ્ય સામે ચેડાં થઈ રહ્યાં છે ત્યારે આવા અખાદ્ય પદાર્થ વેચતા વેપારીઓ સામે તંત્ર લાલ આંખ કરે તેવી લોકમાંગણી ઉઠવા પામી છે. લોકો ગંભીર રોગચાળામાં સપડાય તે પહેલાં તંત્ર આળસ ખંખેરી પગલાં ભરે તે જરૃરી બન્યું છે.
પ્રાંતિજ શહેરમાં અનેક વિસ્તારોમાં ઠંડા પીણાની હાટડીઓ ધમધમી ઉઠી છે. તરબૂચથી લઈ કેરી અને શેરડીના રસના સેન્ટરો ચાલુ થઈ ગયાં છે. આ સેન્ટરો ઉપર સ્વચ્છતાના કોઈ જ માપદંડ હોતા જ નથી. માખીઓ બણબણતી હોય છે અને અશુદ્વ પાણી વચ્ચે ગ્લાસ પૂરેપૂરા ધોયા વિના જ લોકોને તેમાં જ્યુસ આપવામાં આવી રહ્યા છે અને લોકો સ્વચ્છતાની કોઈ દરકાર કર્યા વિના જીવલેણ બિમારીઓને આમંત્રણ આપી રહ્યા છે. કેરીના રસમાં હાનિકારક પદાર્થોનું મિશ્રણ કરવામાં આવી રહ્યું છે ત્યારે જેના માથે આ બધું અટકાવવાની જવાબદારી છે તે ફૂડ વિભાગ જાણે કે લોકો જીવલેણ બિમારીઓમાં સપડાય ત્યારે જ ચેકિંગ કરવા નીકળવાનું હોય તેવા શૂભ મૂર્હૂતની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
કેટલીક હોટલોમાં ગોટાથી લઈ દાળવડા અને સમોસાનો નાસ્તો ઠંડો પધરાવવામાં આવી રહ્યો હોવાની પણ બૂમો ઉઠી રહી છે ત્યારે ફૂડ અને ડ્રગ વિભાગ તાકીદથી લોકો ગંભીર રોગચાળામાં સપડાય તે પહેલાં પગલાં ભરે તેવી લોકમાંગણી ઉઠી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved