Last Update : 01-May-2012, Tuesday

 
રાધનપુરમાં ટોળાના હૂમલામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું

તલવારો તથા ગુપ્તી જેવા ઘાતક હથિયારોથી સજ્જ ટોળકી હૂમલો કરતાં ચકચાર

અમદાવાદ, તા. ૩૦
પાટણ જીલ્લાના રાધનપુર શહેરના એસ.ટી. બસ મથક નજીક ગઈકાલે તલવારો તથા ગુપ્તી જેવા ઘાતક હથિયારોથી સજ્જ ટોળાએ નજીવી બાબતની તકરારમાં કરેલા હૂમલામાં મોટી પીંપળી ગામના જામાભાઈ વાઘાભાઈ રબારીનું મોત નિપજ્યું હતું. જ્યારે તેમની સાથે જ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સામાભાઈ ગોકળાભાઈ રબારીને સારવાર માટે પોલીસે મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.
આ બનાવમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત સામાભાઈ ગોકળભાઈ રબારીની ફરિયાદના આધારે રાધનપુર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર જે.જે.ચૌધરીએ મુખ્યત્વે ખૂન તથા ખૂનનો પ્રયાસ અને રાયોટીંગનો ગૂનો દાખલ કર્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદમાં સામાવાળા આરોપીઓ તરીકે (૧) રસુ કમાભાઈ નિરાશ્રિત ઠાકોર, (૨) દિનેશ, (૩) શંકર સહિત પંદર જેટલા શખ્સોને જણાવાયા છે.
મોટી પીંપળી ગામના સામાભાઈ રબારી તથા જામાભાઈ વાઘાભાઈ રબારી ગઈકાલે રાધનપુરના એસ.ટી. સ્ટેન્ડ નજીકના હેરકટીંગ સલૂનમાં દાઢી કરાવીને બહાર આવીને ભાભર તરફ જતી બસના સ્ટેન્ડ ઉપર આવ્યા હતા.
આ વખતે તલવાર તથા ગુપ્તી જેવા હથિયારોથી સજ્જ પંદરેક શખ્સો બન્ને રબારી ભાઈઓ તરફ ધસી આવ્યા હતા. તેમજ આ ટોળાએ ગઈકાલે થયેલા ઝઘડા અંગે શા માટે પોલીસમાં અરજી કરી છે તેવું કારણ રજુ કરીને તકરાર શરૃ કરી હતી. આ વખતે ગાળાગાળી સાથે મામલો ઓર બીચક્યો હતો. જે દરમિયાન બન્ને રબારી ભાઈઓ ઉપર હથિયારોથી જીવલેણ હૂમલો કર્યો હતો. જેમાં જામાભાઈ વાઘાભાઈ રબારીનું મોત નિપજ્યું હતું. રાધનપુરના એસ.ટી. બસ મથક ઉપર દિન દહાડે ખૂનના બનેલા આ બનાવે ભારે સનસનાટી મચી ગઈ હતી. દરમિયાન સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે આવી પહોંચીને ગૂનાની તપાસ શરૃ કરી તે પહેલાં જ હૂમલાખોરો નાસી છૂટયા હતા.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved