Last Update : 01-May-2012, Tuesday

 

નડીઆદની કિડની હોસ્પિટલમાં ચોરાયેલ પ્રોજેક્ટની ફરિયાદમાં વિલંબ

બનાવને દસ દિવસ થયા હોવા છતાં ફરિયાદ નહી નોંધાતાં અનેક તર્ક-વિતર્ક

નડિયાદ,તા.૩૦
નડિયાદમાં આવેલી કીડની હોસ્પિટલમાં ર્ડાકટરના નામથી પ્રોજેકટરો મંગાવી હોસ્પિટલમાંથી ઉઠાંતરી કરવામાં આવી હતી. આ બનાવમાં ૪૦,૦૦૦/-ની કિંમતના બે પ્રોજેક્ટર ગઠીયો ઉઠાવી ફરાર થઈ ગયો હતો.
આ બનાવની જાણ ટાઉન પોલીસ મથકે કરાતા અરજી લીધી હતી. ત્યાર બાદ બનાવને ૧૦ દિવસ થઈ ગયા હોવા છતા ફરિયાદ નોંધવામાં વિલંબ થયો છે. જેથી પોલીસની કિડી ગતી ચાલતી કાર્યાવાહી સામે પ્રજાજનોમાં આંગળીઓ ચિધાઈ કરી છે.
નડિયાદના કિડની હોસ્પિટલમાંથી ગઈ તા. ૨૦ મીના રોજ બે પ્રોજેક્ટોની ઉઠાંતરી કરવાનો બનાવ બન્યો હતો. જેમાં ર્ડા.ગંગના નામેથી ૯૫૭૪૬૦૫૨૭૩ પરથી વાત કરી બે પ્રોજેકટર પ્રણવ સિસ્ટમમાંથી મંગાવવામાં આવ્યા હતા. જે પેટે ૧૦૦૦ આપી એક ઈસમે ૯૬૨૪૫૨૨૬૩૩ પરતી વાત કરી હતી. જેમાં અમીતભાઈ રમેશભાઈ રાવળ બે પ્રોજેકટર લઈ કિડની હોસ્પિટલ પહોંચ્યા તે સમયે આ ગઠીયાએ તેને વાતોમાં ઉલજાવી બંને પ્રોજેકટરો ઉઠાવી ગયો હતો. જેની કિંમત અંદાજે ૪૦,૦૦૦/- હતી. આ બનાવમાં પોલીસે અરજી લઈ તપાસ હાથ ધરી હતી.
ઉપરોક્ત બનાવમાં ટાઉન પી.એસ.ઈ પટેલનો સંપર્ક કરાયો હતો.જેમાં ટુંક સમયમાં જ ફરિયાદ નોંધાવી આરોપીને અટક કરવાના ચક્રો ગતિમાન કરાશે તેવું જણાવ્યું હતુ.ં

 

ચરોતરમાં વિવિધ ખરીદીમાં ગ્રાહકો સાથે થતી છેતરપિંડી
આણંદ,તા.૩૦
રોજબરોજ વિવિધ ચીજવસ્તુઓની ખરીદીમાં ગ્રાહક છેતરાતો જ આવ્યો છે. યેનકેન પ્રકારે વેપારીઓ ગ્રાહકને છેતરતા હોય છે. ગ્રાહકના અધિકારો હોવા છતાં ગ્રાહકને કોઈ અધિકાર મળતો નથી. તંત્રના અધિકારીઓ પણ યોગ્ય કાર્યવાહી કરતા ન હોવાથી કેટલાક વેપારીઓને ખુલ્લો દોર મળી જતો હોય છે.
દૂધના પાઉચમાં ક્યાંક પ૦ પૈસાથી માંડી બે રૃપિયા વધુ લેવામાં આવતા હોવાની બૂમ
હાલમાં ગરમી હોવાથી ઠંડાપીણાંની માંગ વધવા પામી છે. પરંતુ બોટલ પર જે એમઆરપી લખેલ હોય છે તેના કરતાં વધુ રૃપિયા ગ્રાહક પાસેથી વસુલવામાં આવતા હોય છે. જો કોઈ ગ્રાહક આ બાબતે તકરાર કરે તો તકરાર મોટી થતી હોય છે. મોટાભાગે આણંદ-વિદ્યાનગરમાં કેટલાક વેપારીઓ આ રીતે વધુ રૃપિયા લઈને દિવસે જ ગ્રાહકને છેતરતો હોય છે. આ બાબતે ઘટતી કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ છે.
આ અંગે જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર ગામડા તથા શહેરોમાં આજે પણ ગ્રાહક છેતરાઈ રહ્યો છે. ગ્રાહક સુરક્ષા ધારો ઘડાયે ૨૫ વર્ષ થઈ ગયા હોવા છતાં ગ્રાહકોને તેના અધિકાર મળતા જ નથી. કાયદાકીય કેટલાક સુચનો કરાયા છે. પરંતુ તેનું પાલન થતું નથી. ઘણી જ ચીજવસ્તુઓ પર પેકિંગ ડેટ તથા એમઆરપી લખવામાં આવતી નથી. તો કેટલીક ચીજવસ્તુઓમાં એક્સપાયરી ડેટમાં ઘાલમેલ કરવામાં આવતી હોય છે. ચીજવસ્તુ ખરીદ્યા પછી મોટાભાગે બીલ આપવામાં આવતું જ નથી. જેને કારણે ફોરમમાં ફરિયાદ થઈ શકતી નથી. ઉનાળાનો સમય શરૃ થઈ ગયો છે. ઠંડાપીણાંની માંગ પણ વધી ગઈ છે. પ્રતિષ્ઠિત કંપનીઓના પીણાં પણ બજારમાં વેચાઈ રહ્યા છે. આ પીણાં પર જે તે એમઆરપી લખવામાં આવી હોય છે. પરંતુ એમઆરપી કરતાં વધુ રૃપિયા લેવામાં આવતા હોય છે. ૮ રૃપિયાની જગ્યાએ ૧૦ રૃપિયા લેવામાં આવે છે. જો કોઈ ગ્રાહક આ બાબતે તકરાર કરે તો વેપારી તેને ત્યાંથી જતા રહેવાનું કહે છે. બીજેથી લઈ લ્યો તેમ પણ કહી નાંખે છે. જે તે માલ પર તેઓને કમીશન મળતું જ હોય છે. તેમ છતાં વધુ રૃપિયા લેવામાં આવતા હોય છે. આ જ રીતે અમૂલ દૂધના પાઉચમાં પણ ૫૦ પૈસાથી ૨ રૃપિયા વધુ લેવામાં આવતા હોય છે. આ બધી જાણકારી તંત્રના અધિકારીઓને હોવા છતાં તંત્ર મુક પ્રેક્ષક બનીને તમાશો જ જોઈ રહે છે. વેપારીઓ ગ્રાહકને સીધી રીતે તો છેતરતા જ હોય છે. તો કેટલાક વેપારીઓ આડકતરી રીતે પ્રોડક્ટની સાથે છુટા પૈસા નથી તેમ કહીને ચોકલેટ કે ધાણાદાળ પકડાવી દેતા હોય છે. આમ ગ્રાહક લૂટાઈ રહ્યો છે ત્યારે તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ છે.

 

 

સ.પ.યુનિવર્સિટીની અંતિમ તબક્કાની ચાલતી પરિક્ષાઓ
આણંદ,તા.૩૦
સ.પ.યુનિ.ની છેલ્લા તબક્કાની પરીક્ષા ચાલી રહી છે. આ પરીક્ષા શાંતિપૂર્વક ચાલે તે માટે યુનિ. દ્વારા આયોજન કરાયું છે. આણંદ-વિદ્યાનગરની વિવિધ કોલેજોમાં તથા જ્ઞાાનોદય કેન્દ્રમાં પરીક્ષા ચાલી રહી છે. અત્યાર સુધી ગેરરીતિ કરતા ૮૬ વિદ્યાર્થીઓ ફ્લાઈંગ સ્કવોર્ડ તથા વિવિધ કોલેજોના સીનીયર સુપરવાઈઝરોના હાથે ઝડપાઈ જવા પામ્યા છે. સૌથી વધુ એફવાય બીએ સેકન્ડ સેમીસ્ટરમાં ૧૬ વિદ્યાર્થીઓ ઝડપાયા છે. આ વખતની પરીક્ષામાં ટીવાય બીએસસી, એમકોમ તથા એમએસસીમાં એકપણ કેસ નોંધાયો નથી.
ગેરરીતિ કરતા ૮૬ જેટલા વિદ્યાર્થીઓ ફ્લાઈંગ સ્કવૉડના હાથે ઝડપાઈ ગયા છે
યુનિ. દ્વારા અપાયેલ માહિતી મુજબ છેલ્લા તબક્કાની પરીક્ષાઓ ચાલી રહી છે. મોટાભાગની પરીક્ષા ૧૧ મેના રોજ પૂર્ણ થઈ જશે. ૧૫ મે પછી માર્ચમાં લેવાયેલી પરીક્ષાના રીઝલ્ટ આવવા માંડશે. તા.૮મી મેથી એમએ એક્ષટર્નલની પરીક્ષા શરૃ થઈ રહી છે. માર્ચ મહિનાથી ચાલી રહેલી પરીક્ષામાં અત્યાર સુધી ૮૬ વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાઈ જવા પામ્યા હતા. પકડાયેલા પરીક્ષાર્થીઓમાં ટીવાય બીએ યરલી ૧૩, એફવાય બીએ સેકન્ડ સેમીસ્ટર ૧૬, એસવાય બીએ એક્ષટર્નલ ૧, એસવાય બીએ ફોર્થ ૫, એફવાય બીબીએ સેકન્ડ સેમીસ્ટર ૫, એસવાય બીબીએ ફોર્થ ૫, ટીવાય બીબીએ યરલી ૪, એફવાય બીકોમ એક્ષટર્નલ ૧, એફવાય બીકોમ સેકન્ડ સેમીસ્ટર ૧૧, એસવાય બીકોમ ફોર્થ ૩, ટીવાય બીકોમ યરલી ૧, એફવાય બીસીએ સેકન્ડ ૪, એફવાય બીસીએ સેકન્ડ એનસી ૨, એસવાય બીસીએ ફોર્થ ૩, એફવાય બીએસસી સેકન્ડ ૪, એફવાય બીએસસી સેકન્ડ એનસી ૪, એસવાય બીએસસી ફોર્થ ૪ કેસ નોંધાયા હતા. આ વિદ્યાર્થીઓને નિયમ મુજબ સજા કરવામાં આવશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved