Last Update : 01-May-2012, Tuesday

 

આણંદ જિલ્લામાં જુગારની મોટાપાયે વકરેલી પ્રવૃત્તિ

પોલીસ તંત્ર અને રાજકીય નેતાઓના ઈશારે જીમખાનાના ઓથા હેઠળ અસામાજિક પ્રવૃત્તિઓને મોકળું મેદાન
આણંદ,તા.૩૦
આણંદ જિલ્લામાં પોલીસ તંત્ર અને રાજકીય નેતાઓના ઈશારે જીમખાનાના ઓથા હેઠળ મોટાપાયે જુગારની અસામાજિક પ્રવૃતિ બેરોકટોક ધમધમી રહી હોવાની ફરિયાદો ઉગ્ર બની છે. જિલ્લાના ખાસ કરીને તારાપુર નજીક, કરમસદ પાસે અને નાપા ગામે જીમખાનાના ઓથા હેઠળ પ્રતિદિન લાખ્ખો રૃપિયાનો હારજીતનો જુગાર રમાઈ રહ્યો હોવા છતાં પોલીસ તંત્ર દ્વારા સબ સલામતની અલબેલ પોકારવામાં આવી રહી છે. રાજકીય નેતાઓના ઈશારે ચાલતા આ જુગારના દુષણને કડક હાથે ડામવા જિલ્લા પોલીસ તંત્ર પાણીમાં બેસી ગયું છે.
જાગૃત નાગરિકોની અનેક રજુઆતના અંતે પણ સમાજમાં ચાલતી આ અનૈતિક પ્રવૃતિને કાયમી ધોરણે બંધ કરાવવા માટે સ્થાનિક પીએસઆઈથી માંડીને જિલ્લા પોલીસ વડા પણ અકળ મૌન સેવી રહ્યા છે. શું અસામાજિક તત્વો અને કેટલાક ભ્રષ્ટ ખાદીધારી નેતાઓ સામે ખાખી વર્દી લાચાર બની છે ? તેવો પ્રશ્ન જાગૃતોમાં ટોક ઓફ ધી ટાઉન બનવા પામ્યો છે. જિલ્લામાં જીમખાનાના ઓથા હેઠળ ફુલી-ફાલેલી જુગારની આ બદીને કાયમી ધોરણે બંધ કરવામાં આવે તેવી જાગૃત નાગરિકોની માંગણી છે.
વધુમાં સ્થાનિક જાગૃત રહીશોના જણાવ્યા મુજબ આણંદ જિલ્લામાં કેટલાક રાજકીય નેતાઓ ઈશારે ચાલી રહેલ કહેવાતા કાયદેસરના જીમખાનામાં જુગારની પ્રવૃતિ છેલ્લા ઘણાં વખતથી બેરોકટોક ધમધમી રહી છે. આવા જીમખાનામાં ખુદ ખાખી પણ મનને મહેકાવવા આવતી હોવાની ચર્ચાઓ ટોક ઓફ ધી ટાઉન બની છે. આવા જીમખાનામાં ચાલતી અસામાજિક પ્રવૃતિ વિશે ખુદ પોલીસ અજાણ હોવાનો ડોળ કરી રહેલ છે. રોજના લાખોમાં જુગારના દાવ રમાઈ રહ્યા છે. દુર-દુરથી શકુનીઓ વૈભવી કાર લઈને એરકન્ડીશન જીમખાનામાં નિયમીત આવી રહ્યા છે. જિલ્લાના તારાપુર, કરમસદ અને નાપા પંથકમાં આવા અનેક જુગારધામો પોલીસની રહેમ નજરથી જાહેરમાં ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે. તેની પાછળનું કારણ આપતા આ હાટડીઓના સંચાલકોના જણાવ્યાનુસાર અગાઉથી જ બધુ જ સેટીંગ હોય છે. સ્થાનિકથી જિલ્લા કક્ષા સુધી પોલીસને નક્કી કરેલ હપ્તાની રકમ આપવામાં આવે છે તો ખેલીઓ લાવવા દલાલોને પણ દસ ટકા દલાલી આપવામાં આવે છે. એક સંચાલકે તો છાતી ઠોકીને કહ્યું હતું કે જિલ્લા પોલીસ અમારૃં કંઈ બગાડી શકવાની નથી. કેમ કે અમારો છેડો છેક ગાંધીનગર સુધી અડે છે. જિલ્લાના કેટલાય પોલીસકર્મીઓને અમો નિયમિત પુષ્પમ્ પત્રમ્નો વહેવાર કરીએ છીએ તેવો આક્ષેપ કર્યો હતો. વધુમાં જીમખાનાની આડમાં ચાલતા આ જુગારધામ પર ખાવા-પીવા સહિતની અનેક સગવડો સંચાલકો તરફથી પૂરી પાડવામાં આવી રહી છે. દર વર્ષે તંત્રના જવાબદારોને વિશ્વાસમાં રાખી નાના-મોટા જુગારધામો ચલાવવામાં આવે છે. આમ તો આ પ્રવૃતિથી યુવકો પર માઠી અસરો પડી રહી છે. જિલ્લામાં ધમધમતા જુગારધામોથી સમાજમાં વિપરીત અસરો પડી રહી છે. પરંતુ કેટલાક ભ્રષ્ટ ખાદીધારી નેતાઓ અને અસામાજિક તત્વો સામે જિલ્લાની ખાખીવર્દી લાચાર બની જતાં આ પ્રવૃતિએ માઝા મુકી છે. જિલ્લા પોલીસ અધિક્ષક આ મામલે આળસ ખંખેરશે ખરાં કે પછી ચલતા હૈ... હોતા હૈ...ની નીતિ અપનાવશે તેવો પ્રશ્ન જાગૃતોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved