Last Update : 01-May-2012, Tuesday

 

સોજિત્રામાં જ્વેલર્સની દુકાનમાંથી અઢી કિલો ચાંદીનો થેલો ગાયબ

ગઠીયો દુકાનદારના પુત્રની નજ ચૂકવી ૧.૨૫ લાખની કિંમતનો ચાંદીનો થેલો તફડાવી ગયો

આણંદ,તા.૩૦
આણંદ જિલ્લાના તાલુકા મથક સોજિત્રા ખાતે આવેલ એક જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકનો સ્વાંગ રચીને આવેલા એક ગઠીયાએ દુકાનદારના પુત્રની નજર ચુકવીને દુકાનમાં શોકેસ નીચે મુકેલ અઢી કિલો ચાંદી કે જેની કિંમત રૃા.૧.૨૫ લાખ જેટલી થવા જાય છે તે ભરેલો થેલો શિફ્તપૂર્વક આંખના પલકારામાં ચોરી કરી પલાયન થઈ ગયો હોવાનો એક કિસ્સો સોજિત્રા પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ સોજિત્રા ખાતે રહેતા કમલેશભાઈ પરસોત્તમભાઈ સોનીની ગામના બજારમાં શક્તિ આર્ટ જ્વેલર્સ નામની સોના-ચાંદીના દાગીનાની દુકાન આવેલી છે. ગત તા.૨૩મીના રોજ બપોરના સુમારે તેમની દુકાને એક ગ્રાહક આવ્યો હતો. તેણે સોના-ચાંદીના દાગીના કઢાવીને તેના ભાવતાલ નક્કી કરવાનો ડોળ કર્યો હતો. દરમ્યાન દુકાનદાર કમલેશભાઈ સોનીનું માથુ દુખતું હોઈ તેઓ પોતાના પુત્ર ભાર્ગવ (ઉં.વ.૧૫)ને દુકાન સોંપી નજીકમાં આવેલ ચ્હાની કીટલી પર ચ્હા પીવા ગયા હતા. દરમ્યાન દુકાનમાં ગ્રાહકનો સ્વાંગ રચી આવેલ ગઠીયાએ કમલેશભાઈ સોનીના પુત્ર ભાર્ગવની નજર ચુકવીને દુકાનમાં શોકેસ નીચે મુકેલો થેલો ચોરી લીધો હતો. ચ્હા પીને પરત આવેલા કમલેશભાઈએ પુત્ર ભાર્ગવને ગ્રાહક અંગે પુછપરછ કરી હતી ત્યારે પુત્ર ભાર્ગવે જણાવ્યું હતું કે ગ્રાહક કંઈપણ કહ્યા સિવાય ચાલ્યો ગયેલ છે.
દરમ્યાન કમલેશભાઈની નજર શોકેસ નીચે પડતાં જ શોકેસ નીચે મુકેલ રૃા.૧.૨૫ લાખની કિંમતની ચાંદી ભરેલો થેલો ગાયબ થયો હોવાનું માલુમ પડયું હતું.
તેઓએ આસપાસમાં ગ્રાહકની શોધ કરી હતી. પરંતુ ગતરોજ સુધી તે મળી આવ્યો ન હતો. બાદમાં તેમણે ઉક્ત બનાવ અંગે સોજિત્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા ગઠીયા સામે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved