Last Update : 01-May-2012, Tuesday

 
સરકારની ચેકડેમની ૮૦-૨૦ યોજના બંધ થતા જળસંચય પ્રવૃત્તિ ઠપ્પ થઈ

કોઈ કચેરીમાં પૂરતો સ્ટાફ નથી ઃ જમીનમાં વરસાદી પાણી ઉતારી ભુગર્ભ જળ રિચાર્જ કરવાનું બંધ થયું

 
ભાવનગર, સોમવાર
રાજ્ય સરકારની એસી-વીસની ચેકડેમ બનાવવાની યોજનાને છેવટે સરકારે જ અલીગઢી તાળા મારી દીધા છે. ભ્રષ્ટાચારથી ભરેલી આ યોજના સાઈઠ ચાલીશના રેસીયાજેટલી ચાલી નહિ અને તેનું બાળમરણ થઈ ગયું. જળસંગ્રહ યોજનાઓના અમલીકરણ માટે કોઈ વિભાગમાં પૂરતો સ્ટાફ નથી. ફરજ પરના અધિકારીઓ પણ કામના ભારણ તળે માનસિકત્રાસ ભોગવી રહ્યાં છે.
સમગ્ર ગુજરાતમાં સુકો પ્રદેશ એટલે સૌરાષ્ટ્ર અને સમગ્ર સૌરાષ્ટ્રનાં ૭ જિલ્લામાં જળસ્ત્રોતને મજબુત બનાવવા સૌથી વધુ મહત્વ ચેકડેમ યોજનાને આપવા કેશુભાઈ પટેલની સરકારે કમર કસી. જેમણે ૬૦-૪૦ની યોજના બનાવી લોક ભાગીદારીથી સૌરાષ્ટ્રનાં તાલુકે તાલુકે સેકડો ચેકડેમ બનાવ્યાની સફળતા માત્ર શરુઆતના એક વર્ષમાં આપી, જેના વડે ભુતળના પાણીની સ્થિતિ સુધરતા અને જમીનમાં ભેજ સંગ્રહ થવાની દુષ્કાળમાંથી સૌરાષ્ટ્રને મુક્તિ મળી.
હાલમાં ગુજરાત સરકાર ચેકડેમ યોજના માટે ૮૦-૨૦ની યોજના સરદારપટેલ સહભાગી જળસંચય યોજનાના નામે ચલાવે છે.પરંતુ સિમેન્ટ, કોંક્રીટનાં મોંઘા ભાવનાં ચેકડેમોને ભાજપના ભ્રષ્ટ કોન્ટ્રાકટરો અને અધિકારીઓ આભડી ગયા.જ્યાં જુઓ ત્યાં ખોટા માપ નોંધવા, નબળા મટીરીયલ્સ ચલાવવા કે કામ કર્યા વિના બીલ બનાવી નાખવાના કિસ્સાઓ થોકબંધ પુરવાર થયા અને આ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠતા અને ભ્રષ્ટાચાર પુરવાર થતાં આખરે સરકારે ભાજપ માટેની આ લકવાગ્રસ્ત યોજનાને અલીગઢી તાળા મારી દીધા.
હાલમાં બાવનગર બહુમાળી ભવનમાં કાર્યરત આ યોજનાની કચેરી કાર્યરત છે. પરંતુ એમના સ્ટાફમાંથી સુપરવાઈઝર એન્જીનીયરોને એટીવીટી સેન્ટરમાં નિયુક્તિ આપતાં જિલ્લાનાં કુલ-૧૧ તાલુકા વચ્ચે માત્ર ૩ સુપરવાઈઝર વધ્યા છે અને જિલ્લાના કાર્યપાલકને કૃષીરથની જિલ્લાની જવાબદારી સોંપતા એક માસ માટે તેઓ કૃષીરથ ફેરવવાના છે. એવી જરીતે રાજકોટની વર્તુળ કચેરીને પણ અન્ય કચેરીમાં મર્જ કરી માત્ર ચાર્જ આપી ચલાવવાના નિર્ણયો થયા છે. જિલ્લા પંચાયતનાં ઈરીગેશન વિભાગ પાસે પણ કુલ-૨૩ એન્જીનીયરોનાં સેટ-અપની જગ્યાએ માત્ર ૭ એન્જીનીયર છે. એટલે સમગ્ર સૌરાષ્ટ્રમાં જળસંગ્રહ અને સિંચાઈની કામગીરીને બ્રેકલાગી ગઈ છે. જેથી તાલુકાનાં વિકાસનાં કામની ગ્રાન્ટો વાપર્યા વિના પરત જમા થઈ રહી છે.
ભાવનગર જિલ્લામાં હવે ચેકડેમના માધ્યમથી વરસાદી પાણીને જમીનમાં ઉતારી રીચાર્જ કરવાનું કામ ખોરંભે પડી ગયું છે. છતાં સરકાર આ યોજનાના નામે મોટા-મોટા બણગાઓ મારે છે. આમેય સરકાર દેવાના ડુંગર નીચે દબાયેલી છે. ગુજરાતનું દેવું છેલ્લા ૧૦ વર્ષમાં ચાર ગણુ થઈ ગયું છે. સમગ્ર ગુજરાતની કચેરીઓમાં કામગીરીનથી, ત્યાં સ્ટાફ છે અને જ્યાં કામગીરી છે ત્યાં પુરતા સ્ટાફની વ્યવસ્થા નથી. તાલુકાના વિકાસની મહત્વની જવાબદારી સંભાળનાર વિકાસ અધિકારીઓની જગ્યા પણ અસંખ્ય ખાલી છે અને એક અધિકારીપાસે બે કે ત્રણ પ્રકારનાં કે ચાર-પાંચ પ્રકારનાં ચાર્જ આપી રગડતું ગાડુ ચલાવાય છે. અધિકારીઓ પણ થોકબંધચાર્જઅને ભાજપ શાસકોનાં થોકબંધ કાર્યક્રમોની વધારાની જવાબદારી સંભાળી માનસિક ત્રાસ સહનકરી રહ્યા છે. અને આખરે વી.આર.એસ. લેવા લાઈનલાગી છે. અથવાતો જેમ તેમકરી નિવૃત્તિ તરફ મીટ માંડી રહ્યા છે. સરકાર પોતાની વાહ-વાહ લૂંટવા માટે અધિકારીઓને કોઈપણ યોજના તાબડતોબ અમલ કરવા આદેશ કરી પરાણે ખોટુકરવાની ફરજ પાડે છે. અને જ્યારે માહિતી અધિકારીનો કાયદો આંબી જાય ત્યારે ્અધિકારીઓનો ભોગ લેવાય છે. કોઈ એમની વ્હારે આવતું નથી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved