Last Update : 01-May-2012, Tuesday

 

શરીરમાં છાતીના ભાગે મોટી વાઢ કાપ વગર
લેસર સર્જરી દ્વારા ફેફસાના વિવિધ રોગનું નિરાકરણ

ડૉ. તુષાર શાહની ટીમ દ્વારા સાલ હોસ્પિટલમાં ચેસ્ટ સર્જરી ક્લિનિકનો પ્રારંભઃ ગુડગાંવના ડૉ.અલી ઝમીર ખાને રોબોટ દ્વારા સર્જરી વિકસાવી

અમદાવાદ
શરીરમાં ફેફસાનો ભાગ નાજુક ગણાય છે અને ફેફસાના વિવિધ રોગોના નિરાકરણ માટે વર્ષોથી પ્રણાલિકાગત રીતે મોટા પાયે છાતીના ભાગે ચીરા મૂકી વાઢકાપ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવે છે પરંતુ હવે અલ્પ માત્રામાં વાઢકાપ દ્વારા લેસર આસિસ્ટેડ ઓપન લન્ગ સર્જરી શક્ય બની છે અને ઓછી પીડા અને હોસ્પિટલમાં ઓછા રોકાણથી દર્દી સહેલાઇથી સાજા થઇ શકે છે. ફેફસાના રોગોના નિરાકરણ માટે રોબોટ દ્વારા પણ સર્જરી સંભવિત બની છે.
અમદાવાદની સાલ હોસ્પિટલમાં ડૉ. તુષાર શાહની ટીમ દ્વારા આજથી ચેસ્ટ સર્જરી ક્લિનિકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ફેફસાનાં વિવિધ રોગો અને તેના નિરાકરણ માટે ઉપલબ્ધ તબીબી સારવાર અંગે યોજાયેલા પરિસંવાદમાં સાલ હોસ્પિટલના ડો.તુષાર શાહે જણાવ્યું હતું કે મેડિકલ વિધાશાખામાં ફેફસાને લગતા રોગોના નિરાકરણ માટે છેલ્લાં દાયકામાં ઘણી શોધખોળ થતાં પ્રણાલિકગત સારવારમાં આમુલ પરિવર્તન આવ્યું છે. ૨૦૦૭ માં લેસર આસિસ્ટેડ સર્જરીએ નવી દિશા આપી છે. સર્જરી દરમ્યાન ફેફસામાંથી એર લીક થવાની બાબત ઘણી જ અગત્યની હોય છે. ૧ કિલો વજન ધરાવતું નાનું એવું યંત્ર ડિજિટલ દ્વારા નિયમન કરે છે. ઓપરેશન પછી દર્દી ગણતરીના કલાકોમાં જાતે જ યંત્ર સાથે રાખીન પોતાની તમામ દૈનિક ક્રિયાઓ સહેલાયથી જોખમ વગર કરી શકે છે અને ચારેક દિવસના હોસ્પિટલ રોકાણ પછી તરત જ પોતાનું કામકાજ પણ કરી શકે છે. સાલ હોસ્પિટલ ખાતે આ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ડૉ. રમેશ રાવ અને ડૉ. હિમાંશુ મહેતાની ટીમના સભ્યો છે અન સમગ્ર પશ્ચિમ ભારતના ફેફસાના દર્દીઓને સારવારની સુવિધા અમદાવાદની સાલ હોસ્પિટલમાં ઉપલબ્ધ બનશે.
ડૉ. અલી ઝહીર ખાને રોબોટિક થોરોસિસ સર્જરીનું નિર્દેશન કરતા જણાવ્યું હતું કે ફેફસાના ઓપરેશન દરમ્યાન રોબોટ દ્વારા ખૂબ સારી રીતે થઇ શકે છે. ફેફસાની સાથે હદય સંકળાયેલું છે અને રક્તવાહિનીઓનું ઝાળું તેની આસપાસ વિંટળાયેલું હોય છે. આથી ફેફસાના ભાગે ઓપરેશન દરમ્યાન અન્ય કોઇપણ ભાગને સહેજપણ નુકસાન ન થાય તેની તકેદારી સાથે રોબોટ ચારેય તરફ ખૂબ જ ચોક્કસાઇથી પોતાના હાથ ફેરવીને દુષિત ભાગને દૂર કરી શકે છે.
આ પ્રસંગે સાલ હોસ્પિટલના વડા ડૉ. રાજેન્દ્ર શાહે જણાવ્યું હતું કે આપણી પાસે વિશ્વના શ્રેષ્ઠ ડૉક્ટરો ઉપલબ્ધ છ અને તબીબીક્ષેત્રે વિશ્વની સમકક્ષ સ્થાન ધરાવીએ છીએ. સેવા પ્રત્યે સમર્પિત ડોક્ટરો ઉત્તમ વ્યવસાયિક આચારસંહિતા અનુસરે છે. ડો.તુષાર શાહની આગેવાની હેઠળની ટીમ દર્દીઓને ઉત્તમ સેવા પૂરી પાડશે. આ સમારંભ પ્રસંગે જાણીતા ડૉ. ફિરોઝ ઘાંચી, ડૉ. હરેશ શાહ, ડૉ. એસ.બી. ત્રિવેદી, ડૉ. ડી.જી. યાજ્ઞિાક વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved