Last Update : 01-May-2012, Tuesday

 

ગુજરાત યુનિવર્સિટીએ ૪૦૦ વિદ્યાર્થીઓ માટે
અદ્યતન કમ્પ્યુટર લેબ બનાવી પરંતુ જીસેટ માટે કામ ન આવી

ગુજરાત ટેકનોલોજિકલ યુનિ.ના અધિકારીઓ લેબ ભાડે લેવા આવ્યા ને રઝળપાટ કરી પાછા ગયા

અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં એકસાથે ૪૦૦ વિદ્યાર્થીઓએ બેસી શકે તેવી અદ્યતન કોમ્પ્યુટર લેબનું રાજયપાલના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જીટીયુ એટલે કે ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં એમબીએ-એમસીએ માટે ઓન લાઇન એકઝામ જીસેટ લેવાનું નક્કી કરાયું છે. આ માટે લેબની જરૃરયાત ઉભી થતાં ગુજરાત યુનિવર્સિટીની કોમ્પ્યુટર લેબ પર પસંદગી ઉતારી હતી.લેબ મેળવવા માટે ત્રણ અધિકારીઓ યુનિવર્સિટીમાં ગયા હતા. જો કે,વ્યવસ્થિત માર્ગદર્શન આપે તેવા તંત્રના અભાવે જીટીયુના અધિકારીઓ સળંગ ત્રણ કલાક સુધી રઝળપાટ કરીને પરત ફર્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર ટેકનોલોજીકલ યુનવર્સિટી દ્વારા એમબીએ-એમસીએ કોલેજોમાં પ્રવેશ માટે જીસેટની એકઝામ લેવામાં આવતી હોય છે. આ એકઝામ છેલ્લા બે વર્ષથી ઓન લાઇન લેવામાં આવે છે. અમદાવાદ સહિત રાજયના જુદા જુદા શહેરોમાં મોટી સંખ્યામાં કોમ્પ્યુટર ધરાવતી કોલેજ કે લેબ ભાડે રાખીને વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષ યોજાનારી જીસેટની ઓન લાઇન એકઝામ માટે બે દિવસ પહેલા જીટીયુના ત્રણ અધિકારીઓ ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં ઉદ્દઘાટન થયું છે તેવી ૪૦૦ કોમ્પ્યુટર ધરાવતી લેબ ભાડે મેળવવા માટે ગયા હતા.
સૂત્રો કહે છે યુનિવર્સિટીમાં આ લેબ ભાડે આપવા માટે કઇ રીતે કાર્યવાહી કરવી અથવા તો ભાડે આપવામાં આવશે કે નહી તે અંગે હજુસુધી કોઇ નીતિ નિયમો જ નક્કી કરવામાં આવ્યા નથી. આ ઉપરાંત ભાડે લેવી હોય તો શુ કાર્યવાહી કરવી તેની પણ કોઇ અધિકારીઓ કે કર્મચારીઓને સમજ કે જાણકારી ન હોવાના કારણે સળંગ ત્રણ કલાક સુધી જીટીયુના અધિકારીઓને આમથી તેમ આંટા ફેરા કરાવ્યા હતા. આટલો સમય બગાડયા પછી પણ યુનિવર્સિટીની લેબ તો ભાડે ન જ મળી પરંતુ જીટીયુના અધિકારીઓ કંટાળીને પરત ગયા હતા. આ ઘટના હવે અન્ય કોલેજની કોમ્પ્યુટર લેબ પર પસંદગી ઉતારવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જીટીયુ સૂત્રો કહે છે યુનિવર્સિટીની લેબ નજીકમાં જ છે અને વિદ્યાર્થીઓને પણ સરળતાં રહે તે માટે અમે તેનો આગ્રહ રાખતાં હતા પરંતુ આ પ્રકારના તંત્રમાં કોઇ વ્યવસ્થિત જવાબ આપે તેમ પણ ન હોવાથી હવે નછૂટકે અન્ય વિકલ્પ શોધવો પડશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved