Last Update : 01-May-2012, Tuesday

 

CCI કપાસ ખરીદવા જાય ત્યાં તોફાન થાય છે
કપાસ પકવતા ખેડૂતો ભાજપની રાજનીતિનો ભોગ બની રહ્યા છે

જિનર્સને સસ્તામાં કપાસ પડાવી લેવો છે ભાજપ નથી ઈચ્છતું કે CCI ઊંચા ભાવે ખરીદી કરે

અમદાવાદ
ચૂંટણીનું વર્ષ હોવાથી ગુજરાતના કપાસ પકવતા ખેડૂતો કપાસની રાજનીતિનો ભોગ બન્યા છે. ગુજરાત સરકાર CCIદ્વારા ઉંચા ભાવે કપાસ ખરીદે તે ઈચ્છતી નથી. અને તેથી જ જે કેન્દ્ર પર CCI પહોંચે છે ત્યાં વેપારીઓ અને ખેડૂતોને ભાજપના આગેવાનો ઉશ્કેરવા માટે પહોંચી જાય છે. તોફાનો કરાવીને ખરીદી અટકાવે છે. ગુજરાત સરકાર દ્વારા પોલીસ રક્ષણ આપવામાં આવતું નથી.
ગુજરાત સરકાર ખેત ઉત્પાદનમાં દેશમાં ગુજરાત નંબર વન હોવાનો જશ લે છે, પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કપાસના ભાવો ઘટતાં, દેશમાં પણ તેની અસર થઈ અને જિનર્સ દ્વારા ગત વર્ષની સરખામણીએ અર્ધા ભાવે ખરીદી કરવામાં આવી. આ અંગે ખેડૂતોમાં વ્યાપક રોષ ફેલાતા કેન્દ્ર સરકારે C.C.I.દ્વારા રૃા. ૯૦૦ના ભાવે ખરીદી શરૃ કરવાનું આયોજન કર્યું છે. સી.સી.આઇ. દ્વારા કુલ ૧.૩૬ લાખ ગાંસડી કપાસ ખરીદવામાં આવ્યો છે અને ખેડૂતોને રૃા. ૨૯૨ કરોડ ચૂકવવામાં આવ્યા છે.
જિનર્સને સસ્તામાં કપાસ ખરીદી લેવો છે. ગુજરાતની ભાજપ સરકારને C.C.I.દ્વારા સારા ભાવે ખરીદી કરે એ પસંદ નથી. જેથી સરકાર અને જિનર્સે સાથે મળીને C.C.I.ની ખરીદીમાં રોડા નાખવાનું કામ શરૃ કર્યું.
C.C.I.ના ઉચ્ચ અધિકારીઓ ગુજરાત સરકારના મુખ્ય સચિવ, કૃષિ સચિવ વગેરેને મળ્યા, અને તેમને C.C.I.ની ખરીદીમાં સહકાર આપવા રજૂઆતો પણ કરી.
ગુજરાતના અધિકારીઓ કેટલાક કેન્દ્રો પર પહોંચ્યા પણ ખરા પરંતુ તેમની પહેલાં જ સ્થાનિક ભાજપના આગેવાનો પહોંચી ગયા હતા. કોઈને કોઈ કારણ આગળ ધરીને કપાસની હરાજી શરૃ થતાં જ વિરોધ શરૃ કરી દેવામાં આવે અને હરાજી બંધ કરાવી દેવામાં આવે છે. જેથી ભાજપની રાજનીતિ અને જિનર્સની અર્થનીતિનો ભોગ ખેડૂતો બને છે.

 

એહમદ પટેલની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળની રજૂઆત
કપાસની નિકાસને ઓપન જનરલ લાઇસન્સ હેઠળ મૂકવામાં આવે
કેન્દ્રીય મંત્રી પ્રણવ મુખર્જી અને આનંદ શર્માને ગુજરાત કોંગ્રેસની રજૂઆત ઃ લાંબાગાળાની નિકાસ નીતિ ઘડો
અમદાવાદ
એહમદ પટેલની આગેવાની હેઠળના ગુજરાત કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે પ્રણવ મુખર્જી ને આનંદ શર્માને મળી કપાસની નિકાસ ઓપન જનરલ લાયસન્સ (O.G.L.) હેઠળ આવરી લેવા રજૂઆત કરી છે.
તેમણે ગુજરાતમાં C.C.I.ને ખરીદી કરવામાં ભાજપ સરકાર દ્વારા સહકાર ન મળતો હોવાથી, પોલીસ પ્રોટેકશન હેઠળ ખરીદી શરૃ કરવા રજૂઆત કરી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડીયા, વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ, કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી તથા અન્ય સાંસદો અને આગેવાનોએ કેન્દ્ર સરકાર સમક્ષ ગુજરાતના કપાસ પકવતા ખેડૂતોને કપાસના પૂરતા ભાવો મળે તે માટે રજૂઆતો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે રૃની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે. પરંતુ નિકાસના કરારોની નોંધણીમાં સમય જતો હોય છે. સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવીને રૃની નિકાસને ઓપન જનરલ લાયસન્સ હેઠળ આવરી લઇને નિકાસ માટે લાંબાગાળાની નીતિ બનાવવી જોઇએ. કેન્દ્રીય મંત્રીઓએ આ રજૂઆત અંગે સહાનુભૂતિપૂર્વક અને વહેલી તકે સાનુકૂળ નિર્ણય લેવાની ખાતરી આપી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved