Last Update : 01-May-2012, Tuesday

 
તલોદ તાલુકાના તાજપુર કેમ્પ ગામમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

બેન્ડના અવાજથી ભેંસ ભડકી ઉઠતાં બંને જૂથ વચ્ચે મામલો બિચક્યો ઃ બંને પક્ષના ૪૩ શખ્સો સામે ફરિયાદ

તલોદ, તા.૩૦
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના તાજપુરકેમ્પ ગામે ક્ષત્રીયો અને દલિતોના જૂથ વચ્ચે થયેલ અથડામણને કારણે પંથકમાં તંગદિલી વ્યાપી ગઇ હતી. ક્ષત્રીયોની વસાહતમાંથી દલિત પરિવારના વરરાજા અને જાનૈયાઓ વાજતે ગાજતે જાન લઇને પસાર થઇ રહ્યા હતા ત્યારે સામાન્ય બોલાચાલીમાંથી થયેલ તકરારે વરવું સ્વરૃપ ધારણ કર્યું હતું. જે ધિંગાણામાં ગડદાપાટુના માર અને જાતિ પ્રતિ અપમાનિત ભાષા પ્રયોગ અને આખરે હથિયારોનો પણ ઉપયોગ થયો હતો. બંને જૂથના મળી કુલ ૪૩ આરોપીઓ સામે તલોદ પોલીસ દફતરે બે અલગ અલગ ફરિયાદો નોંધાવા પામેલ છે. જેમાં ૮ મહિલા અને ૩૫ પુરુષ આરોપીઓનો સમાવેશ થાય છે. દલિત સમાજના જૂથે ૨૩ ક્ષત્રીય સમાજના આરોપીઓ સામે એટ્રોસીટી એકટ ઉપરાંત જાનથી મારી નાખવા સહિતના ગુનાની ફરિયાદ નોંધાવેલ છે. જ્યારે ક્ષત્રીય સમાજના જૂથ તરફથી દલિત (નાડીયા) સમાજના ૨૪ વ્યકિતઓ સામે ફરિયાદ નોંધાવેલ છે. નાડીયા પરિવારના દાવામુજબ ક્ષત્રીયોએ પોતાના વિસ્તારમાંથી જાન વાજતે ગાજતે નહિ લઇ જવા આગ્રહ રાખ્યો હતો.
આખી જાન વિખરાઇ ગઇ હતી અને દેકારો મચી જવા પામ્યો હતો. બીજી તરફ ક્ષત્રીય પરિવારોના દાવા મુજબ પોતાના ફળિયામાં ભેંસો બાંધેલી હતી તેની નજીકથી બેન્ડવાજા સાથેની જાન નીકળતાં ભેંસ ભડકીને દોરડું તોડી ભાગતાં બેન્ડવાજાવાળાને થોડી વારવાજાં બંધ રાખવાનું કહેતા નાડીયા લોકો ઉશ્કેરાઇ ગયા હતા અને તેઓએ બિભત્સ ગાળાગાળી કરી ગડદાપાટુના માર મારી પ્રાણઘાતક હથિયારોથી સુસજ્જ થઇ આવી હથિયારો ઉગામી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ઉપરાંત મંડપના ડેકોરેશનના સરસામાન ઉપર કેરોસીન છાંટી દઇ સળગાવી દેવાની કોશિષ કરી હતી. તેમજ વધેલું અડધુ ડબલું કેરોસીન ક્ષત્રીય પરિવારના એક સદસ્ય પર છાંટી દઇ જીવતો સળગાવી દેવાની પણ ધમકીઓ આપી એટ્રોસીટી એકટ અંતર્ગત ફરિયાદ નોંધાવી ફિટ કરી કરાવી દેવાની ધમકીઓ પણ આપી હતી. આમ થતાં રાત્રીના ૧૦ વાગ્યાના સુમારે નાનકડા તાજપુરકેમ્પ ગામમાં મોટું ધિંગાણુ મચી જવા પામ્યુ હતું.
તાજપુર કેમ્પ ખાતે રહેતા જયંતીભાઇ સોમાભાઇ નાડીયાના દિકરા ગિરીશના લગ્ન હોઇ સમગ્ર નાડીયા સમાજના સ્વજનો સહિતની જાન તેમના ઘરેથી મુખ્ય રોડ માર્ગ સુધી જવા નીકળી હતી. આ જાન વાજતે ગાજતે ગામના ક્ષત્રીય સમાજના વસાહતના ફળિયામાંથી નીકળી ત્યારે વરરાજના પિતા જયંતીભાઇ નાડીયાના દાવા મુજબ જીન્દુસિંહ ચેહરસિંહ ઝાલાના ઘરની બાજુમાંથી જાન પસાર થતી હતી ત્યારે તેને રોકીને જયંતિભાઇ નાડીયા તથા તેમના સમાજના લોકોની સાથે ક્ષત્રીયોએ તકરાર કરી હતી. જ્ઞાાતિ વિરુદ્ધ ઉચ્ચારણો અને બિભત્સ ભાષાપ્રયોગથી શરૃ થયેલ આ તકરારમાં ક્ષત્રીયોએ જાન કાઢશો તો જાનથી મારી નાખવામાં આવશે કેવી ધમકીઓ આપી હથિયારો સાથે હુમલો કરી જાનને વિખેરી નાખી હતી. નાડિયાના દાવા મુજબ આમ ગે.કા.રીતે અવરોધી- અટકાવી ગડદાપાટુનો માર મારી, અપમાનિત કરી, પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. આ હુમલા સંદર્ભે જયંતિભાઇ નાડીયાએ ૪ મહિલા અને ૧૫ પુરુષ આરોપતીઓ સામે તલોદ પોલીસ દફતરે ફરિયાદ નોંધાવી છે. એસસી, એસટી સેલ હિંમતનગરના નાયબ પોલીસ અધિકારીની રાહબરી હેઠળ તલોદ પો.સ.ઇન્સ. વી.વી.એ આ અંગે તપાસ કરી સંખ્યાબંધ આરોપીઓની ધરપકડ પણ કરી લઇને તપાસ જારી રાખેલ છે.
બીજી કરફ તાજપુર કેમ્પના નવલસિંહ હિરસિંહ ઝાલાએ નાડીયા સમાજના ૪ મહિલા અને ૨૦ પુરુષ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમના દાવા મુજબ પોતાના ઘરની બાજુમાંથી જાનનો વરઘોડો બેન્ડવાઝા સાથે નીકળ્યો ત્યારે તેઓના ઘર આંગણે ફળિયામાં બાંધેલ ભેંસો ભડકીને દોરડું તોડી ભાગતાં બેન્ડવાજાંવાળાને થોડી વાર માટે વાજાં બંધ કરવાનું કહેતાં ખોડાભાઇ મોહનભાઇ નાડીયા, ઇશ્વરભાઇ રામાભાઇ નાડીયા અને બળદેવભાઇ મોહનભાઇ નાડીયાએ ધસી આવી 'સાલા...આજે તારી ભેંસ ભડકે છે' તેમ કહી અપમાનિત કરી બિભત્સ ગાળાગાળી કરી પ્રાણઘાતક હથિયારો ઉગામી ગડદાપાટુનો માર મારી ભોંય પર પછાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. નવલસિંહના દાવા મુજબ ઇશ્વરભાઇ નાડીયા ખુલ્લી તલવાર સાથે ધસી આવ્યા હતા અને કાપી નાખવાની ધમકી આપી હતી. તેમજ ખોડાભાઇ નાડીયાએ નવલસિંહના ઘર આગળ રાખેલા મંડપ ડેકોરેશનના સામાન ઉપર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દેવાની કોશિષ કરી હતી અને નવલસિંહને પણ જીવતા સળગાવી દેવાની ધમકી આપી હતી.ક્ષત્રી સમાજના ફરિયાદી નવલસિંહ ઝાલાએ પોલીસ ફરિયાદમાં એવો પણ દાવો કર્યો છે કે, નાડીયા સમાજના લોકો ગત્ રોજ સવારે તેમના ઘર તરફ ધસી ગયા હતા અને એટ્રોસીટી એકટની કલમ અન્વયે તથા લૂંટફાટના ગુના અન્વયંની ફરિયાદ નોંધાવવવાની ધમકી આપી હતી. જો ફરિયાદ ના કરવા દેવી હોય તો રૃ. બે લાખ રોકડા ચુકવી દો તેવી પણ માંગ કરી હતી.
તાજપુર કેમ્પમાં નાડીયા અને ઝાલા જૂથ વચ્ચે થયેલ આ અથડામણથી એક તબક્કે ભારેલા અગ્ની જેવી સ્થિતિ પેદા થઈ હતી. સર્કલ પો.સ.ઇન્સ. એસ.કે. ત્રિવેદી તથા તલોદ પો.સ.ઇન્સ. વી.વી. ઓડેદરાએ ઘટના સ્થળની મુલાકાત લઇ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેતાં પરિસ્થિતિ સંપૂર્ણ અંકુશ હેઠળ છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved