Last Update : 01-May-2012, Tuesday

 

કરોડોનું હુંડિયામણ રળી આપતા સાગરખેડૂઓની કેન્દ્ર સરકારને કાંઇ પડી નથી !
માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં

અપહરણ બાદ ખીલાવાળા ધોકા મારી પશુની જેમ હાથપગ બાંધીને જેલમાં ઠસોઠસ પૂરી દઇ અર્ધા ભૂખ્યા રખાય છેઃ બોટમાંથી સામાન લૂંટી લેવાય છે

રૃા.૧.૫ અબજની ૬૩૩ બોટ, ૪૭૫ માછીમારો પાક.ના કબજામાં
પોરબંદર, તા. ૩૦
પાકિસ્તાન મરીન સીક્યુરીટી એજન્સી દ્વારા અવારનવાર માછીમારો ઉપર મધદરિયે ફાયરીંગ કરીને જે ત્રાસ ગુજારવામાં આવે છે તે સીધો જ માનવ અધિકારનો ભંગ છે અને માનવ અધિકારના આ હનનને થતું અટકાવવા માનવ અધિકાર પંચને નવીદિલ્હીમાં ફરિયાદ કરવામાં આવી છે, તો પોરબંદરના વેલાભાઇ સલેટની માલીકીની જે ફીશીંગ બોટ ઉપર પાક. મરીને ચાર દિ' પહેલાં અંધાધુંધ ફાયરીંગ કરીને ટંડેલને ઘાયલ કર્યો હતો એ 'સાગરપુજા' બોટ પોરબંદર લાવવામાં આવી છે.
હાલમાં થોડા વર્ષોથી માછીમારોને જીવન જીવવું દોહલું બની ગયું છે. હજારો ખલાસીઓના જીવ તાળવે ચોંટાડીને રોજગારી કરવી પડે છે. વારંવાર પાકિસ્તાન મરીન સિક્યોરીટી અને પાકિસ્તાનના અન્ય દરિયાઇ ચાંચિયા જેવા લોકો તેમના અપહરણ કરી નાકાબંધી, બંદુકની અણીએ અને મશીનગન જેવા આધુનિક હથિયારો ઉગામીને અથવા બેફામ ગોળીબારી કરીને તેમની ઉપર મનફાવે ત્યારે બેફામ ત્રાસ ગુજારે છે. તેઓને બંધક બનાવીને બંદુકના કુંદા, ખીલાવાળા બનાવેલ ધોકા દ્વારા બેફામ માર મારવામાં આવે છે અને પછી હાથપગ બાંધીને પશુની જેમ બોટમાં ઘા કરીને ફેંકવામાં આવે છે. ત્યાર પછી પાકિસ્તાનના દરિયાકાંઠા વિસ્તારમાં જઇ કરાંચી બંદર ઉપર ચાર પગે ચલાવીને ખુલ્લા છકડા જેવા વાહનમાં ગળદાપાટુ મારીને ભરવામાં આવે છે. પાકિસ્તાનની નર્ક જેવી જેલોમાં બે વ્યક્તિ બેસી ના શકે ત્યાં ચાર જણાને ભરવામાં આવે છે. એક ટંક પુરતુ ખાવાનું આપવામાં આવતું નથી અને ત્યાંના જેલના કર્મચારીઓ દ્વારા ખરાબ રીતે ત્રાસ ગુજારવામાં આવે છે. ત્યાર પછી બોટોમાંથી કિંમતી માલસામાન ગાયબ કરી દેવામાં આવે છે. તેમની બોટોને ભંગાર જેવી બનાવી દેવામાં આવે છે. માછીમારો ભારત સરકારને કરોડો રૃપિયાનું હુંડિયામણ મચ્છી એક્ષ્પોર્ટ કમાવી દે છે. છતા તેમના માટે કેન્દ્રની સરકાર કોઇ પગલાં લેતી નથી. પોરબંદર ભાજપ માછીમાર સેલ દ્વારા પાઠવવામાં આવેલા આવેદનમાં એવું પણ જણાવાયું છે કે, પાંચ દિ' પહેલાં પાકિસ્તાની મરીન ભારતીય જળસીમામાં ઘુસીને ૧૪ બોટ અને ૮૫ માછીમારોને મશીનગનની અણીએ બંધક બનાવીને ૧૩ બોટ તથા ૧૩ ટંડેલને લઇ ગયા હતા. તેમની બોટને ડુબાડવા માટે ઠોકર પણ મારવામાં આવી હતી. છેલ્લા ૯ વર્ષથી પાક. મરીન દ્વારા આ પ્રકારની હીન પ્રવૃત્તિ ચાલુ છે અને તેને અટકાવવા માટે કેન્દ્ર સરકાર ગંભીર નથી તે માનવ અધિકારોનું ખુલ્લેઆમ હનન થતું હોય તેવું અનુભવાય રહ્યું છે. આ પ્રશ્ને ભાજપ કાર્યાલય ખાતે યોજવામાં આવેલી બેઠકમાં અનેક આગેવાનોએ ઉપસ્થિત રહી માછીમારો માટે માનવ અધિકાર આયોગ દરમિયાનગીરી કરીને આ ગંભીર પ્રશ્નોને ઉકેલે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved