Last Update : 01-May-2012, Tuesday

 

સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીમાં સર્વત્ર પાણીનો પોકાર
કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

પાણી વિતરણ વ્યવસ્થામાં સરકારી તંત્રની પારાવાર ક્ષતિ હોવાના કારણે જામનગર, વેરાવળ, માણાવદર, કાલાવડ સહિત અન્યત્ર પાણીની ગંભીર સમસ્યા

(પ્રતિનિધિઓ દ્વારા) રાજકોટ, તા.૩૦
વૈશાખમાં ઉનાળો તેના તેવર દેખાડી રહ્યો છે. ઉનાળાની સાથે વણજોઈતા અતિથિની જેમ પાણીની તંગીએ પણ સૌરાષ્ટ્રના વિવિધ શહેરો- ગામોમાં ધામા નાખ્યા છે. ઉનાળામાં પાણી મેળવવા અનેક ગામોના લોકોને ભટકવું પડી રહ્યું છે. કેશોદમાં બારથી પંદર દિવસે તો અમરેલીમાં પાંચથી છ દિવસે જ્યારે જામનગરમાં એકાંતરા પાણી વિતરણ થઈ રહ્યું છે. પાણી વિના લોકો હાલાકી ભોગવી રહ્યા છે. જ્યારે વેરાવળમાં ચારથી પાંચ દિવસે તો માણાવદર તથા કાલાવડમાં દર ત્રીજા દિવસે પાણી વિતરણ થઈ રહ્યું છે.
હાલ ઉનાળાની સિઝન શરૃ થતા કેશોદમાં ન.પા. તંત્રની યોગ્ય વિતરણ વ્યવસ્થાના અભાવે લોકોને બારથી પંદર દિવસે પાણી મળે છે. જ્યારે વેરાવળમાં ચાર-પાંચ દિવસે પાણી મળે છે. આ ઉપરાંત જિલ્લાના મોટા ભાગના શહેરોમાં એકાંતરાથી બે-ત્રણ દિવસે પાણી વિતરણ થાય છે. ઉનાળાનો પ્રારંભ થતા કેશોદમાં પાણીના ધાંધિયા શરૃ થઈ ગયા છે. નગરપાલિકાની બેદરકારી અને યોગ્ય વિતરણ વ્યવસ્થાના અભાવે લોકોને બારથી પંદર દિવસે પાણી મળે છે. પાણી વિતરણ થાય છે. તેમાં પણ ભેદભાવ રાખવામાં આવતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. રાજકીય અને લાગવગવાળા લોકો જે વિસ્તારમાં રહે છે. તે વિસ્તારમાં જોઈએ તેટલું પાણી મળે છે. જ્યારે સામાન્ય માણસોએ પાણી માટે વલખા મારવા પડે છે. થોડા દિવસ પહેલા મહિલાઓએ ન.પા. કચેરીએ ઘેરાવ કરતા અમુક વિસ્તારમાં પાંચ દિવસે પાણી મળતુ થયું છે. પરંતુ અમુક વિસ્તારમાં પહેલા હતી એ જ સ્થિતી છે. પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. વેરાવળમાં પણ ચારથી પાંચ દિવસે એકથી દોઢ કલાક પાણી મળતું હોવાથી શહેરીજનોએ પાણીનો સંગ્રહ કરવો પડે છે અને કરકસરથી ઉપયોગ કરવું પડે છે. જૂનાગઢમાં મહાપાલિકા દ્વારા અડધા શહેરમાં પાણી આપવામાં આવે છે જ્યારે અડધા શહેરમાં વસતા લોકો પાણી માટે બોર તથા ડંકી પર નિર્ભર છે. હાલ જે વિસ્તારમાં પાણી વિતરણ થાય છે ત્યાં ગુરૃવાર સિવાય સપ્તાહમાં રોજ ફિલ્ટર કર્યા વગરનું પાણી વિતરણ થાય છે. આ ઉપરાંત માંગરોળમાં એકાંતરા, માણાવદરમાં ત્રણ દિવસે, મેંદરડામાં એકાંતરા, ભેંસાણમાં બે દિવસે પાણી વિતરણ થાય છે. પરંતુ પુરતા ફોર્સથી પાણી મળતુ હોવાથી આ શહેરોમાં હજુ સુધી તંગીની સમસ્યા સર્જાઈ નથી.
અમરેલી શહેરમાં પીવાના પાણીની સ્થિતિ વિકટ બની રહી છે. ઉપરથી મહી પરીએજ યોજનાના પાણીની આવકમાં ઘટાડો થતા અમરેલી શહેરમાં હાલ ૪-૫ દિવસે પાણી વિતરણ થઈ રહ્યું છે. હાલ, અમરેલીમાં ૪૨ ડિગ્રી ગરમીનો પારો નીચુ આવવાનો નામ લેતો નથી તો બીજી તરફ પાણીની પણ સમસ્યા સર્જાતા શહેરીજનો બંને બાજુથી અકળાઈ ઉઠયા છે. અમરેલીને દરરોજ પીવાનું પાણી આવવાના વચનો કરી ગયેલા નેતાઓ હાલ ગોત્યા જડતા નથી. ઉપરથી મહીપરીએજ યોજનાના પાણીની આવકમાં ઘટાડો થતા અમરેલીમાં પીવાના પાણીની કટોકટી સર્જાઈ છે. અમરેલીને દરરોજ ૧૩-૧૪ એમએલડી પાણીની જરૃરીયાત સામે હાલ મહીપરીએજમાંએથી ૬ અને ધારી ખોડીયારમાંથી ૩ એમએલડી પાણી જ ઉપલબ્ધ થઈ રહ્યું છે. દરરોજની ૪-૫ એમએલડી પાણીની ઘટ પડતા હાલ અમરેલી શહેરમાં ૪-૫ દિવસે પાણી વિતરણ થઈ રહ્યું છે. તેવામાં છેવાડાના વિસ્તારોમાં તો પુરા ફોર્સથી પાણી નહીં પહોંચતા ગૃહિણીઓમાં રોષ છલકાયો છે. ભરનાળે પીવાના પાણીની સમસ્યા સર્જાતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. તેવામાં જીવાપરા પાસે નદી વિસ્તારમાં પાણીની લાઈન તુટી જતા તેનું રીપેરીંગ કામ શરૃ કરાયું છે. જેની અસર પણ વિતરણ વ્યવસ્થા પર પડી રહી છે.
જામનગર શહેરમાં છેલ્લા દોઢ દાયકાથી વધુ સમયથી એકાંતરા પાણી વિતરણ કરવામાં આવે છે તેમજ સતાધીશો દોઢ દાયકાના સમયમાં દૈનિક પાણી વિતરણ કરવામાં સફળ નીવડયા નથી. શહેરમાં આજની પરિસ્થિતિએ એકાંતરા ૯૨થી ૯૫ એમએલડી પાણીની જરૃરીયાતની સામે મહાપાલિકા દ્વારા ઉંડ ડેમમાંથી ૨૭, રણજીતસાગર ડેમમાંથી ૩૫ એમએલડી, સસોઈમાંથી ૧૫ અને નર્મદામાંથી ૨૦ એમએલડી પાણી મેળવવામાં આવે છે. તેમજ જિલ્લાની નગરપાલિકાઓમાં કાલાવડમાં દર ત્રીજા દિવસે અને જામજોધપુરમાં એકાંતરા સિક્કામાં દસથી બાર દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે. ઉપરાંત સિક્કામાં પાણીની કટોકટીને ધ્યાનમાં રાખીને દસ કરોડનો પ્રોજેક્ટ મંજુર કરવામાં આવ્યો છે. તેમાં પાણી વિતરણ અને નવ ઈએસઆર બનાવવામાં આવશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved