Last Update : 01-May-2012, Tuesday

 
અન્ય રાજ્યમાંથી માલ લાવવા માટે સાથે રાખવા જરૃરી
ગુજરાતની વેટ કચેરી જ હવે ફોર્મ ૪૦૩ જનરેટ કરી આપશે
ટ્રક ડ્રાઈવરનું નામ, સરનામું અને લાઈસન્સ નંબર પણ ફોર્મમાં નાખવાની સિસ્ટમ કાઢી નાખવામાં આવી
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર
પરરાજ્યમાંથી ગુજરાતમાં આયાત કરવામાં આવતા માલ માટે પર રાજ્યમાંથી લઈને આવવા ફરજિયાત ફોર્મ નંબર ૪૦૩ ગુજરાતમાંથી જ જનરેટ કરી આપવાની સિસ્ટમ ઊભી કરી છે. તેમ જ ૪૦૩ ફોર્મ પર ટ્રક લઈને આવનાર ડ્રાઈવરનું નામ, સરનામું અને લાઈસન્સ નંબર નાખવાની વ્યવસ્થા કાઢી નાખવામાં આવી છે. ત્રીજું, ફોર્મ ૪૦૨ અને ૪૦૩ અંગેની નવી સિસ્ટમનો અમલ કરવાનું પહેલી જૂન સુધી મુલતવી રાખવામાં આવ્યું છે. અગાઉ કરેલા આયોજન પ્રમાણે આ સિસ્ટમ પહેલી મેથી અમલમાં આવવાની હતી.
સ્પેશિયલ કમિશનર ડી. તારાએ જણાવ્યું હતું કે વેટ કન્સલ્ટન્ટોને તાલીમ આપવાની બાકી હોવાથી ફોર્મ ૪૦૨ અને ૪૦૩ માટેની નવી સિસ્ટમનો અમલ મુલતવી રાખવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ ફોર્મને કારણે તથા તેના હસ્તક દાખલ કરવામાં આવેલી વ્યવસ્થાને કારણે પરરાજ્યમાંથી માલની આયાત કરવામાં અનેક વ્યવહારુ સમસ્યા ખડી થાય તેમ છે.
સેલ્સ ટેક્સ બાર એસોસિયેશનના પ્રદીપ જૈનનું કહેવું છે કે ફોર્મ પર રાજ્યમાં એટલે કે રાજસ્થાન જેવા રાજ્યના ઘણાં વિસ્તારોમાં વીજપુરવઠો નિયમિત ન રહેતો હોવાથી ત્યાંથી ફોર્મ ૪૦૩ મેળવવામાં ખાસ્સો વિલંબ થઈ જાય છે. તેને કારણે કલાકો સુધી ટ્રકને ખોટી થવું પડે તેમ છે. વેટ કન્સલ્ટન્ટોની આ રજૂઆતને ધ્યાનમાં લઈને સરકારે આ વ્યવસ્થામાં ફેરફાર કરી આપ્યો છે.
આ વ્યવસ્થા હેઠળ રાજસ્થાનથી કે અન્ય કોઈ રાજ્યમાંથી માલની આયાત કરનારા ગુજરાતના વેપારીએ પર રાજ્યના સંબંધિત વેપારી પાસેથી તેણે ટ્રકમાં લોડ કરેલા માલની વિગતો, વજન અને ઇતર જરૃરી વિગત મેળવી લેવાની રહેશે. આ તમામ વિગતો તેમણે ગુજરાતની વેટકચેરીની વેબસાઈટ પર ફોર્મ નંબર ૪૦૩ મેળવવા માટે અપલોડ કરવાની રહેશે. ગુજરાતના વેપારીના કન્સલ્ટન્ટે આ વિગતો ઓનલાઈન અપલોડ કરવાની રહેશે. વિગતો અપલોડ કરવામાં આવતા તેને સોળ આંકડાનો યુનિક આઈડી નંબર આપવામાં આવશે. આ યુનિક આઈડી નંબર રાજસ્થાનની કે પરરાજ્યની કંપનીએ બજારમાં મળતા ફોર્મ નંબર ૪૦૩ પર લખી લેવાની રહેશે. ચેકપોસ્ટ પર તે ટ્રક લઈને પહોંચે તે વખતે તેણે તે યુનિક આઈડી નંબર જ આપવાનો રહેશે. આ યુનિક આઈ.ડી. નંબર ચેકપોસ્ટનો અધિકારી ઓનલાઈન અપલોડ કરશે. તેમ કરતાં તેને ટ્રકમાં લાવવામાં આવેલા તમામ માલની વિગતો મળી જશે. આ વિગતો અને વજનની વિગતો મળ્યા પછી ચેકપોસ્ટના અધિકારીએ ઓનલાઈન થઈને ફોર્મ ૪૦૩ની ત્રણ નકલ ડાઉનલોડ કરવાની રહેશે. આ ત્રણ નકલમાંથી બે નકલ ટ્રક ડ્રાઈવરને આપવાની રહેશે. જ્યારે એક નકલ પોતાની પાસે રાખવાની રહેશે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved