Last Update : 01-May-2012, Tuesday

 
નવા નિકોલના સુકેતુ ફલેટમાં પરિવારનો સામૂહિક આપઘાત
પુત્ર-પુત્રીને ઝેર પીવડાવી મા-બાપે ગળાફાંસો ખાધો

અમરેલીના ચલાલાના વતની મહેન્દ્રભાઈ કાછડીયા એલ.આઈ.સી. એજન્ટ હતાઃ ત્રણ દિવસથી બંધ ઘરમાં દુર્ગંધ આવતા ખબર પડી

અમદાવાદ, સોમવાર
કાળઝાળ મોંઘવારી અને આર્થિક સંકડામણની સ્થિતિ વચ્ચે નિકોલમાં રહેતા સૌરાષ્ટ્રના એક પરિવારના ચાર સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી છે. નવા નિકોલમાં રસપાન પાર્ટીપ્લોટ નજીક સુકેતુ ફલેટમાં રહેતા એલ.આઈ.સી. એજન્ટ મહેન્દ્રભાઈ કાછડીયા અને તેમના પત્નીએ માસૂમ પુત્ર-પુત્રીને ઝેર પીવડાવ્યા પછી ગળાફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી લીધી છે. સુકેતુ ફલેટના પહેલા માળે રહેતા પરિવારનો ફલેટ ત્રણ દિવસથી બંધ હતો. આજે દુર્ગંધ આવવા લાગતાં પાડોશીઓએ પોલીસને જાણ કરતાં કરૃણાંતિકા પ્રકાશમાં આવી હતી. પરિવારની સામુહિક આત્મહત્યા પાછળ આર્થિક સંકડામણ કારણભૂત છે કે સામાજીક અથવા અન્ય કારણ? તે અંગે ઓઢવ પોલીસે તપાસ શરૃ કરી છે.
અમદાવાદના નિકોલ-નરોડા રોડ ઉપર સુકન ચોકડી પાસે રસપાન પાર્ટી પ્લોટ નજીક આવેલા સુકેતુ એપાર્ટમેન્ટના એ-૨૩ નંબરના ફલેટમાં માથું ફાડી નાંખે તેવી દુર્ગંધ આવતાં આજે સાંજે પાડોશીઓએ કંઈક અજૂગતું બન્યાની આશંકાથી પોલીસને જાણ કરી હતી. પોલીસે દરવાજો તોડીને તપાસ કરતાં સૌરાષ્ટ્રના પટેલ પરિવારનો સામુહિક આત્મહત્યાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
પ્રાથમિક વિગતો મુજબ, સુકેતુ એપાર્ટમેન્ટના પહેલા માળના ફલેટમાં અમરેલીના ચલાલા તાલુકાના સાજીયાવદર ગામના ૩૫ વર્ષના મહેન્દ્રભાઈ કાછડીયા તેમના પત્ની દિવ્યાબેન, પુત્રી દેવાંશી અને પુત્ર વ્રજ સાથે રહેતા હતા. એલ.આઈ.સી. એજન્ટ તરીકે કામ કરતાં મહેન્દ્રભાઈ અને પરિવાર છ-સાત મહીના પહેલાં એપાર્ટમેન્ટમાં રહેવા માટે આવ્યા હતા. છેલ્લા ત્રણેક દિવસથી મહેન્દ્રભાઈ અને દિવ્યાબેનનો ફલેટ બંધ હતો. પાડોશીઓને એમ હતું કે, વેકેશન હોવાથી પરિવાર વતન ગયો હશે. પણ, આજે દુર્ગંધ આવતા પોલીસે ફલેટનો દરવાજો તોડયો ત્યારે સામુહિક આપઘાતની જાણ થઈ હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો ખૂલી છે કે, મહેન્દ્રભાઈ (ઉ.વ. ૩૫) અને દિવ્યાબેન (ઉ.વ. ૩૩)એ ૧૦ વર્ષની માસૂમ પુત્રી દેવાંશી અને પાંચ વર્ષના પુત્ર વ્રજને ઝેર પીવડાવી દીધું હતું. આ પછી મહેન્દ્રભાઈ અને તેમના પત્ની દિવ્યાબેને ગળાફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી લીધી હતી. ઘરમાંથી ઝેરની બોટલ પણ મળી આવી છે. જો કે, પોલીસ કહે છે કે- પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ પરિવારની ચાર વ્યક્તિઓના મૃત્યુ કઈ રીતે થયા તે સ્પષ્ટ થશે. પરિવારના સામુહિક આપઘાત પાછળ આર્થિક સંકડામણ, સામાજીક સમસ્યા કે અન્ય કારણ હોવાની સંભાવનાઓ પોલીસ જોઈ રહી છે. સૌરાષ્ટ્રના મહેન્દ્રભાઈના પિતા, નિવૃત્ત શિક્ષક બાબુભાઈ અને માતા અમેરિકા સેટલ થયાં છે. કોઈ આર્થિક સમસ્યા નહીં હોવાનું મહેન્દ્રભાઈ અને પરિવારને જાણતા લોકો કહે છે. તો પછી, આત્મહત્યાનું કારણ શું? તે મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સામુહિક આપઘાતના બનાવે નવા નિકોલ વિસ્તારમાં ચર્ચા જગાવી છે.

મહેન્દ્રભાઈ માતા-પિતા સાથે અમેરિકા સેટલ થવાના હતા
* પરિવાર સાથે આત્મહત્યા કરનાર મહેન્દ્રભાઈ આર્થિક રીતે સધ્ધર હતા. નજીકના સૂત્રોએ કહ્યું કે, મહેન્દ્રભાઈના પિતા, નિવૃત્ત શિક્ષક બાબુભાઈ અને માતા ૧૦ વર્ષથી અમેરિકા રહે છે. અમેરિકામાં સ્થાયી થયેલા માતા-પિતા સાથે સેટલ થવા મહેન્દ્રભાઈ અને દિવ્યાબેનની અમેરિકા જવાની ફાઈલ પણ ચાલતી હોવાની વિગતો પણ મળે છે.

દિવ્યાબેનના બનેવી ડો. લાલજી બૂટાણી અમદાવાદમાં કાર્યરત
* મહેન્દ્રભાઈના પત્ની દિવ્યાબેનનું પિયર ધારીનું દલખાણીયા ગામ છે. માતા-પિતા અને પરિવાર દલખાણીયામાં જ રહે છે. દિવ્યાબેનના મોટા બહેન અને બનેવી અમદાવાદમાં રહે છે. પૂર્વ વિસ્તારમાં આવેલી સરદાર હોસ્પિટલમાં કાર્યરત ડો. લાલજી બૂટાણી દિવ્યાબેનના બનેવી થાય છે.

પતિ-પત્નીએ અલગ અલગ બેડરૃમમાં ગળાફાંસો ખાધો
* સુકેતુ એપાર્ટમેન્ટના બે બેડરૃમના ફલેટમાં બે સંતાનો અને માતા-પિતાના મૃતદેહ અલગ અલગ મળી આવ્યા હતા. પાંચ વર્ષના પુત્ર વ્રજનો મૃતદેહ મુખ્ય રૃમ (હૉલ)માં હતો. પુત્રી દેવાંશીનો મૃતદેહ માતા દિવ્યાબેને પંખામાં ગળાફાંસો ખાધો તે બેડરૃમના દરવાજા પાસે મળ્યો. જ્યારે, પતિ મહેન્દ્રભાઈએ બીજા બેડરૃમમાં હૂક સાથે ગળાફાંસો ખાઈ લીધો હતો.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved