Last Update : 01-May-2012, Tuesday

 
હાઇકોર્ટે શંકર ચૌધરીના જામીન ફગાવાયા

- રાધનપુર કોમી રમખાણ કેસ

 

 

- કુલ 17 આરોપીઓના જામીન ફગાવાયા

અમદાવાદ,સોમવાર
રાધનપુરમાં કોમી રમખાણો દરમ્યાન ફાયરિંગ કરી બે યુવકોનાં મોત નીપજાવવા અંગેના ચકચારભર્યા કેસમાં ભાજપના સ્થાનિક ધારાસભ્ય શંકર ચૌધરી સહિત ૧૭ આરોપીઓના જામીન રદ કરવા અંગેની ફરિયાદપક્ષની અરજી આજે ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ અનંત એસ.દવેએ ફગાવી દીધી હતી. કેસની સુનાવણી દરમ્યાન સાક્ષીઓ તરફથી પોલીસ પ્રોટેકશન માટે થયેલી માંગણી અનુસંધાનમાં હાઇકોર્ટે સંબંધિત સાક્ષીઓને રક્ષણ પૂરૃ પાડવા રાજય સરકારને નિર્દેશ કર્યો હતો.
ગોધરાકાંડ બાદ રાજયમાં ફાટી નીકળેલા કોમી તોફાનો દરમ્યાન ગત તા.૧-૩-૨૦૦૨ના રોજ રાધનપુરમાં વકરેલી હિંસા વખતે ભાજપના સ્થાનિક ધારાસભ્ય શંકર ચૌધરી દ્વારા પણ રિવોલ્વરમાંથી ફાયરીંગ કરાયું હતું. એ વખતે ઇજા પામનાર ગુલામ જીલાની અને ગુલામ નબી નામના બે યુવકોને યાકુબભાઇ ચૌહાણ નામના નજરે જોનાર સાક્ષી જીપમાં સારવાર માટે લઇ જતા હતા ત્યારે તોફાની ટોળાએ જીપ આંતરી ઇજાગ્રસ્ત એક યુવાનને જીવતો સળગાવી દીધો હતો, જયારે બીજાને રહેંસી નંખાયો હતો. આ પ્રકરણમાં શંકર ચૌધરી, વિનોદ ગોકલાણી સહિતના આરોપીઓ જામીન પર છૂટી ગયા હતા.
જેથી કેસના ફરિયાદી નાનામીયાં પ્યારમહંમદ શેખ તરફથી શંકર ચૌધરી સહિતના તમામ આરોપીઓના જામીન રદ કરવાની માંગણી કરતી ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ફરિયાદપક્ષની અરજીનો શંકર ચૌધરી સહિતના આરોપીઓ તરફથી સીનીયર કાઉન્સેલ એસ.વી.રાજુએ વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે, બનાવ દસ વર્ષ જૂનો છે અને કોર્ટે કેસના સઘળા પાસાઓ ધ્યાનમાં લઇને જ અગાઉ ૨૦૦૫માં જામીન મંજૂર કર્યા હતા. વળી, આરોપીઓ દ્વારા જામીનની કોઇપણ શરતનો ભંગ કરાયો નથી ત્યારે જામીન રદ કરવાનો કોઇ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. સાત વર્ષ પછી કોઇ કારણ વિના જામીન રદ કરવાની ફરિયાદપક્ષની માંગણી જ અસ્થાને છે અને આ સંજોગોમાં આ અરજી ટકી શકે તેમ ના હોઇ હાઇકોર્ટે તેને ફગાવી દેવી જોઇએ. રાજય સરકાર તરફથી સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર જે.એમ.પંચાલ હાજર રહ્યા હતા. તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ જસ્ટિસ અનંત એસ.દવેએ આરોપીઓના જામીન રદ કરવા અંગેની ફરિયાદપક્ષની અરજી ફગાવી દીધી હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved