Last Update : 01-May-2012, Tuesday

 
કોલેજીયનોને છેતરનાર 'મહાઠગ'ની પોલીસ સાથે પણ ચાલબાજી!
સુજલ સિંઘાનિયાએ ચોરેલી કાર નવરંગપુરામાંથી બિનવારસી મળી

પખવાડિયા પહેલાં ચોરેલી કાર ૩૮૦૦ કિલોમીટર ફેરવીને કોફીશોપ પાસે સુજલે મુકી કે સાગરિત મારફતે મુકાવી?

અમદાવાદ, સોમવાર
કોલેજીયન યુવક-યુવતીઓને છેતરી જનાર મહાઠગ સુજલ સિંઘાનિયા પોલીસ સાથે પણ ચાલબાજી કરતો હોય તેવી ઘટના બની છે. પખવાડીયા અગાઉ સુજલ જે કાર છેતરપિંડી કરી ચોરીને નાસી ગયો હતો તે નવરંગપુરાના કોફીશોપ પાસેથી બિનવારસી મળી આવી છ. સૌથી મોટું રહસ્ય એ છે કે, ગત તા. ૧૪ના બપોરે લઈ જવાયેલી કાર ૩૮૦૦ કિલોમીટર ફેરવ્યા બાદ સુજલ ખૂદ મુકી ગયો કે સાગરિત મારફતે મુકાવી દીધી? ફરિયાદીને એક જ મહીના પહેલાં ખરીદેલી કાર અને પાસપોર્ટ સહીતના મહત્વના દસ્તાવેજો પરત મળતાં પોલીસે રાહત અનુભવી છે. બે-બે અઠવાડીયાથી પોલીસને હંફાવતા સુજલ સિંઘાનિયા અંગે કોઈ મહત્વની કડી હજુ સુધી મળી નહીં હોવાનું અને તપાસ ચાલુ હોવાનું પોલીસ કહે છે.
યુનિવર્સિટી કેમ્પસ, આસપાસના વિસ્તાર તેમજ એસ.જી. હાઈવેની કોફી શોપ્સમાં કોલેજીયન યુવક-યુવતીઓ અને યંગસ્ટર્સને મિત્ર બનાવી ૫૩ લાખથી વધુની ઠગાઈ કરી સુજલ સિંઘાનિયા ગત તા. ૧૩ના રોજ પલાયન થયો હતો. વિસનગરના વેપારી પિયુષભાઈ પટેલે પંદર દિવસ પહેલાં જ ખરીદેલી કાર બે મહીના જૂનો મિત્ર સુજલ લઈને પલાયન થતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વસ્ત્રાપુર પોલીસે સુજલને શોધવા વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી પરંતુ કોઈ કડી મળતી નહોતી.
એવામાં, રવિવારે વેપારી પિયુષ પટેલને કોઈએ કહ્યું હતું કે- સુજલ ચોરી ગયો છે તે તમારી કાર એચ.એલ. કોમર્સ કોલેજ જતા રસ્તે શંભુ કોફીબારવાળી ગલીમાં પાર્ક કરેલી પડી છે. સુજલ કે તેનો સાગરિત કાર લેવા આવે તેની સંભાવનાએ પોલીસે કલાકો સુધી 'વોચ' ગોઠવી હતી. અંતે, રાતે ફરિયાદી પિયુષભાઈ પાસેથી બીજી ચાવી મેળવી પોલીસે કારનો કબજો મેળવ્યો હતો. ગત તા. ૧૪ના રોજ કાર લઈ જવાઈ ત્યારે કુલ ૧૫૦૦ કિલોમીટર ફરેલી હતી. કાર કબજે થઈ ત્યારે કુલ ૫૩૦૦ કિ.મી. ફરી હતી. પોલીસ એવું માને છે કે, સુજલે મિત્રનો વિશ્વાસઘાત કરી ચોરેલી કારમાં ૩૮૦૦ કિલોમીટર ફર્યો હતો. કોઈ કારણસર પિયુષભાઈની કાર અને પાસપોર્ટ સહીતના ડોક્યુમેન્ટસ મુકી દીધા હતા. જો કે, કારમાં પડેલા પિયુષભાઈના પાંચ લાખ રૃપિયા સુજલે કાઢી લીધા છે.
કોઈ આરોપી આ પ્રકારે કાર લઈ ગયા બાદ હજારો કિલોમીટર ફેરવી પરત અમદાવાદમાં મુકી ગયાની આ પ્રથમ ઘટના પોલીસમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. સુજલ સિંઘાનિયાએ પોલીસને પડકાર ફેંકતો હોય તેમ કાર અમદાવાદમાંથી જ બિનવારસી મળી છે. સુજલ ખૂદ આ કાર મુકી ગયો? કે કોઈ સાગરિત અથવા મિત્ર મારફતે કાર મુકાવી? તે સૌથી મોટો કોયડો છે. વસ્ત્રાપુરના પી.આઈ. મનોજ શર્મા કહે છે કે- એચ.એલ. કોમર્સ કોલેજ રોડ ઉપરના કોફીબારની ગલીમાં કાર કઈ રીતે પહોંચી તે અંગે પણ તપાસ ચાલે છે. સાથોસાથ, સુજલ સિંઘાનિયાને પકડી પાડવા તેમજ તેના મદદગારો અંગે વિગતો મેળવવા ટીમો કાર્યરત કરાઈ છે. સુજલ સિંઘાનિયાના કૃત્યો અંગે કોઈપણ યુવક-યુવતી નામ ખાનગી રાખીને ફરિયાદ આપી શકે છે તેવી અપીલ પણ પોલીસે કરી છે.

કાર કોઈ મુકી ગયું હોવાની જાણ ફરિયાદીને થઈ, પોલીસને નહીં!
* કોઈ આરોપી ચોરેલી કાર હજારો કિલોમીટર ફેરવ્યા પછી પરત અમદાવાદમાં મુકી ગયાનો પ્રથમ કિસ્સો નોંધાયો છે. આજે પરત મળી તેના એક જ મહિના પહેલાં ખરીદેલી કાર પાછી મળે તે માટે ફરિયાદી, વેપારી પિયુષભાઈએ પૂરતી મહેનત લીધી હતી. કદાચિત, આથી જ ચોરાયેલી નવીનકોર નિસાન સન્ની કાર કોઈ મુકી ગયાની જાણ ફરિયાદીને થઈ હતી. પિયુષભાઈએ જાણ કરતાં પોલીસે આ કાર કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

મુળ આગ્રાનો સુજલ પોલીસ કરતાં ચાલાક કે લાચાર?
* અમદાવાદમાં કોલેજીયનો અને યંગસ્ટર્સને છેતરી ગયેલો ૨૫ કે ૨૬ વર્ષનો સુજલ સિંઘાનિયા ઉત્તરપ્રદેશના આગ્રાનો રહીશ હોવાની વિગતો ખૂલી છે. લગ્નની લાલચ આપી એક યુવતીના ૩૫ લાખ, એક યુવતીના ૩.૫૦ લાખ અને વેપારીના પાંચ લાખની છેતરપિંડી કરનાર સુજલ સિંઘાનિયા અત્યાર સુધી પોલીસ કરતાં ચાલાક પૂરવાર થયો છે. કારણ કે, તેણે પકડાઈ જાય તેવી કોઈ કડી છોડી નથી. પરંતુ, કાર અમદાવાદમાં બિનવારસી છોડવા પાછળ લાચારીની સ્થિતિ સર્જાયાની પણ ચર્ચા છે. સુજલ પકડાયા પછી અનેક ચોંકાવનારાં રહસ્યો ખૂલશે તેમ મનાય છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved