Last Update : 01-May-2012, Tuesday

 
કપાસના નામે મોદી તથા એહમદપટેલ વચ્ચે શીતયુધ્ધ

-કપાસના નામે રાજકીય હિસાબની પતાવટ

-એહમદ પટેલના સમાચારો છપાતાં ભાજપ કપાસના મુદ્દે વધુ આક્રમક બન્યા હતા.

અમદાવાદ, સોમવાર
આજે વડાપ્રધાન ડો. મનમોહન સિંહ દ્વારા કપાસના નિકાસ આડેના તમામ અવરોધો દૂર કરાયા છે. આ અંગે ભાજપ અને કોંગ્રેસે કરેલા નિવેદનો સ્પષ્ટ કરે છે કે આ કપાસનું રાજકારણ એ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા એહમદ પટેલ વચ્ચેના ચાલી રહેલા શીતયુધ્ધનું કારણ છે. ભાજપના પ્રેસ નિવેદનમાં પહેલી વાર એહમદ પટેલના નામનો આડકતરો ઉલ્લેખ કરીને ટીકાઓ કરવામાં આવી છે. અને ભાજપની તમામ પ્રેસનોટ મુખ્યમંત્રીની ગાઇડલાઇન મુજબની હોય છે.
કેન્દ્ર સરકારે કપાસ પર નિકાસબંધી લાદી ત્યારથી જ મુખ્યમંત્રીએ એહમદ પટેલને નિશાન બનાવીને કેન્દ્ર સરકાર વિરૃધ્ધ ભાષણો શરૃ કર્યા હતા. અને મુખ્યમંત્રીના આ ભાષણો પછી તરત જ ગુજરાત કોંગ્રેસના આગેવાનો દિલ્હી ગયા હતા અને એહમદ પટેલની લીડરશીપમાં કેન્દ્રના વાણિજ્ય અને નાણા મંત્રીઓને મળીને કપાસની નિકાસબંધી ઉઠાવી લેવા રજૂઆતો કરી હતી.
એહમદ પટેલના નામ સાથે આ સમાચારો પ્રસિદ્ધ થતાં જ ભાજપ દ્વારા કપાસના મુદ્દે વધુ આક્રમક બન્યા હતા.
થોડા દિવસ બાદ નિકાસબંધી ઉઠાવી લેવાની જાહેરાત થઇ, તેમાં પણ પ્રદેશના આગેવાનોએ એહમદ પટેલને યશ આપતું નિવેદન કર્યું હતું.
જેથી નિકાસબંધી ઉઠાવી લેવાના નિર્ણયમાં રહેલી વિસંગતતાઓ અને કડક નિયમોને લઇને ભાજપ દ્વારા નિવેદનો અને કાર્યક્રમો થયા હતા.
આ શીતયુધ્ધની પરાકાષ્ટા તો ત્યારે જોવા મળી કે એહમદ પટેલ દ્વારા સી.સી.આઇ.ને કહીને ગુજરાતમાંથી રૃા. ૯૦૦ના ભાવે કપાસ ખરીદવાનું શરૃ કરાવ્યું, અને જો આ ખરીદી થાય તો એહમદ પટેલ અને કોંગ્રેસને વધુ યશ મળે એમ હતું. માટે સી.સી.આઇ. જે કેન્દ્ર પર ખરીદી કરવા જાય ત્યાં ભાજપ દ્વારા કોઇ ને કોઇ કારણ આગળ ધરીને ખરીદી અટકાવી દેવા તોફાનો કરાવવામાં આવ્યા. એટલું જ નહીં પ્રદેશ પ્રમુખને કપાસના વિસ્તારમાં ૨૦ દિવસ યાત્રા પણ મોદીએ જ કરાવી હતી.
આજે કપાસની નિકાસ ઉપરના તમામ નિયંત્રણો ઉઠાવી લેવાનો નિર્ણય થયો છે ત્યારે ભાજપના પ્રવકતા આઇ.જે. જાડેજાના નામે પ્રસિધ્ધ થયેલી પ્રેસનોટમાં વિચિત્ર વિધાન કરવામાં આવ્યું છે. ''કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના રાજકીય સલાહકાર અને ગુજરાત કોંગ્રેસના આગેવાનો દર વર્ષે કપાસની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની માંગણી કરતા નાટકો ભજવે છે અને ગુજરાતના ખેડૂતોને પાયમાલ કરવાનું પાપ કરે છે.''
આજે વડાપ્રધાને જ્યારે કપાસની નિકાસ માટેના તમામ નિયંત્રણો દૂર કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે ખેડૂતોને પાયમાલ કરવાનું પાપ સમજી શકાતું નથી.
પરંતુ ગુજરાતમાં ચૂંટણીના વરસમાં ખેડૂતોને ખુશ કરવાથી વિશેષ એહમદભાઇ પટેલને કોઇ યશ- સફળતા ન મળે તે માટે એક તરફ મુખ્યમંત્રીના પ્રયાસો અને બીજી તરફ મુખ્યમંત્રીના નિવેદનોને ખોટા પાડવા એહમદ પટેલના પ્રયત્નો પરથી સ્વયંસ્પષ્ટ થાય છે કે આ બે નેતાઓ વચ્ચે શીતયુધ્ધ ચાલી રહ્યું છે. એક બીજાના નામનો ઉલ્લેખ કર્યા વિના, અને જાતે કશું બોલ્યા વિના પ્રદેશના નેતાઓને માધ્યમ બનાવી મોદી એહમદભાઇ સાતે શિતયુધ્ધ લડી રહ્યા છે. રાજકિય સ્કોર સેટલ કરી રહ્યાં છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved