Last Update : 01-May-2012, Tuesday

 

આજે ગુજરાતનો સ્થાપના દિન
ગુજરાતમાં કોઈ ક્ષેત્ર વિકાસથી વંચિત નથી ઃ નરેન્દ્ર મોદી

ગુજરાતના ઉદ્યમી નાગરિકો નવી ઊંચાઈ પામવાના પ્રયાસો ચાલુ રાખશે ઃ રાજ્યપાલ ડૉ. કમલાજી

ગાંધીનગર, સોમવાર
ગુજરાત રાજ્યના ૫૨મા સ્થાપના દિન-પહેલી મે ની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ ડૉ. કમલાજીએ તથા મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના નાગરિકોને હાર્દિક શુભકામના પાઠવી છે. રાજ્યપાલે તેમના સંદેશામાં જણાવ્યું છે કે, ગુજરાતના શાંતિપ્રિય, ઉદ્યમી, મિલનસાર અને વિકાસશીલ નાગરિકોએ રાજ્યની પ્રગતિને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાના અવિરત પ્રયાસો જારી રાખ્યા છે, જેના કારણે ગુજરાત ભવિષ્યમાં પણ તેની વિકાસયાત્રા જારી રાખશે અને રાજ્યનો દરેક નાગરિક તેનું સક્રિય યોગદાન આપતો રહેશે તેવી આશા છે. જયારે મુખ્ય પ્રધાન મોદીએ જણાવ્યું છે કે, કોઇ ક્ષેત્ર એવું નથી કે જે વિકાસથી વંચિત હોય, કોઇ વ્યકિત એવી નથી કે જે લાભાર્થી ના બની હોય, છ કરોડ ગુજરાતીઓ એક નવી આશા-ઉમંગ સાથે આગળ વધે એ દિશામાં 'આપણે' પ્રયત્ન કરી રહ્યાં છીએ.
મોદીએ કહ્યું કે, ૨૧મી સદીનો પહેલો દશકો ગુજરાત માટે વિકાસની હરણફાળ ભરનારો બની રહ્યો. જળસંચયના અભિયાનને કારણે, પાણી રોકવાને કારણે ગુજરાતમાં ખેતી ક્ષેત્રે મોટી ક્રાંતિ થઈ, પણ કમનસીબે કેટલીક નીતિઓ એવી આવી રહી છે કે જેના કારણે ખેડૂતોને સહન કરવું પડે છે, પણ 'હું આજના પવિત્ર દિવસે એ વિવાદમાં પડવા માગતો નથી. ખેતીમાં આપણે દશકા દરમિયાન ૧૧ ટકાના દરે વિકાસ કર્યો, દૂધમાં પણ વિકાસ કર્યો, દૂધના ઉત્પાદનમાં ૬૬ ટકાનો વધારો થયો. આપણું ગુજરાત પહેલા ગોલ્ડન કોરિડોર- અંકલેશ્વરથી વાપી સુધીનો પટ્ટો એટલે ઉદ્યોગ- એ રીતે ઓળખાતો. મને આશ્ચર્ય થાય છે કે, આના જેવી ફળદ્રુપ જમીન જયાં બારે મહિના પાણી હતું એ જમીન ઉદ્યોગોમાં શું કરવા નાંખી દીધી ? એ વખતે આપણા વડીલોએ ઉદ્યોગો બીજી જગ્યાએ નાંખ્યા હોય, દરિયા કિનારે નાંખ્યા હોત, રણ કિનારે નાંખ્યા હોત તો આ લીલી નાઘેર જેવી ધરતી આટલી ઉદ્યોગોમાં ગઈ ના હોત. એમણે જે ભૂલો કરી તે કરી, આપણે ધીરે ધીરે બદલાવ લાવ્યા, ઉદ્યોગ ક્ષેત્રનું આખુંય ચરિત્ર બદલી નાંખ્યું છે. અલંગમાં વહાણો તૂટતા હતા, પણ વહાણ બનાવવાનો વિચાર કોઇને ના આવ્યો. આપણે વહાણ બનાવવાની દિશામાં આગળ વધીએ છીએ, જેના કારણે યુવાનો માટે રોજગારની તકો ઉભી થશે.
હમણા રોજગાર મેળા કર્યા અને એમાં ૬૫ હજાર યુવાનોને સીધેસીધા રોજગાર માટેના નિમણૂક પત્રો આપી દીધાં, ઔદ્યોગિક વિકાસના કારણે રોજગારીની કેટલી બધી તકો ઉભી થઈ છે. હમણાં તાજેતરમાં ૨૫૦ કરતાં વધારે ગરીબ કલ્યાણ મેળા કરીને ૧૬૦૦ કરોડ રૃપિયા કરતાં વધારે રકમ સીધેસીધી ગરીબોના હાથમાં આપી દીધી. મિશન મંગલમ્ યોજના મારફતે સખી મંડળો દ્વારા ગામડાંની ગરીબ બહેનોના હાથમાં ૧૬૦૦ કરોડ રૃપિયા જેટલી માતબર રકમ આપી દીધી છે, જેના કારણે બહેનો હુન્નર ઉદ્યોગ દ્વારા વિકાસમાં ભાગીદાર બની છે.
મોદીએ કહ્યું કે, મારો વનવાસી, મારો દલિત, મારો વંચિત, એને મારે વિકાસની યાત્રામાં મોખરે લાવવો છે. આદિવાસી ભાઈઓ માટે ૪૦ હજાર કરોડ રૃપિયાનું વનબંધુ કલ્યાણ યોજનાનું પેકેજ આપ્યું તો આખા હિન્દુસ્તાનના લોકો અહીં અભ્યાસ માટે આવે છે કે, ગુજરાતે આ કમાલ કેવી રીતે કરી. શહેરી ગરીબો માટે ૨૨ હજાર કરોડનું પેકેજ આપ્યું છે. આ વર્ષ વિવેકાનંદ જયંતીનું વર્ષ છે અને ગુજરાતે એને યુવાશકિત વર્ષ તરીકે ઉજવવાનું જાહેર કર્યું છે. લાખો નવજવાનોને રોજગારી મળે, સાથોસાથ યુવક યુવતીઓને હુન્નર-કૌશલ્ય વર્ધક બનાવવા કૌશલ્ય વર્ધનનું એક અભિયાન ઉપાડયું છે, જેથી યુવાનો પોતાના પગભર ઉભા રહી શકે, એમ મોદીએ જણાવ્યું હતું.

 

કોંગ્રેસે સ્થાપના દિનની શુભેચ્છા સાથે કહ્યું
ગુજરાતને સામાજિક ક્ષેત્રે આગળ લાવવા સહિયારા પ્રયત્નો કરીએ
ગુજરાતનો વિકાસ ગુજરાતની પ્રજાને આભારી છે ઃ મોઢવાડિયા

ગાંધીનગર, સોમવાર
ગુજરાતના સ્થાપના દિને મહાગુજરાતની ચળવળના લડવૈયાઓને શ્રધ્ધાસુમન અર્પણ કરતા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે કે, ગુજરાત રાજ્ય શિક્ષણ, આરોગ્ય સહિત સામાજિક ક્ષેત્રોમાં ખાસ કરીને માનવ સૂચકાંકમાં આગળ પડતું રાજ્ય બને તે માટે આપણે સહુ સાથે મળીને સાચી દિશામાં કામગીરી કરીએ.
ગુજરાતના પરમા સ્થાપના દિને રાજ્યના નાગરિકોને હાર્દિક શુભેચ્છા પાઠવતા આ કોંગી નેતાઓએ જણાવ્યું છે કે, ગુજરાતનો વિકાસ ગુજરાતની પ્રજાને આભારી છે. એટલે રાજ્યના નાગરિકો સુખશાંતિમાં રહે અને સમૃદ્ધિ- પ્રગતિ તરફ આગેકૂચ કરે એવી અભ્યર્થના છે. પંડિત રવિશંકર મહારાજ અને ઈન્દુચાચાની કર્મઠતાથી કંડારાયેલા માર્ગ ઉપર ગુજરાત આગળ વધે તે જ એમને સાચી શ્રધ્ધાંજલિ ગણાય, એમ પણ આ નેતાઓએ જણાવ્યું હતું.

ગુજરાત સ્થાપના દિને ભરચક કાર્યક્રમો
ગાંધીનગર, સોમવાર
પહેલી મે- ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી આ વખતે દાહોદમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજીને થવાની છે, જેમાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે.
પહેલી મેના રોજ મુખ્યપ્રધાન સવારે ૯ વાગે અમદાવાદમાં નહેરૃબ્રીજના પૂર્વ છેડે ઈન્દુલાલ યાજ્ઞિાકની પ્રતિમાને પુષ્પાંજલિ આપશે, ૯ઃ૧૫ વાગે ભદ્ર ખાતે શહીદ સ્મારક ખાતે પણ પુષ્પહાર કરશે. ત્યારબાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પુસ્તકમેળો ખુલ્લો મૂક્યા બાદ મોદી દાહોદ જશે, જ્યાં પોલીસ પરેડ, સહાય યોજનાના આદેાશપત્રોનું વિતરણ, સાંસ્કૃતિક કાર્યક્રમ, આદિવાસી વિકાસની ઝાંખી કરાવતું પ્રદર્શન યોજાશે, તદુપરાંત દાહેદ જિલ્લા માટે રૃ. ૨૨૯ કરોડના ૧૧૨૬ વિકાસકાર્યોના ખાતમૂહુર્ત યોજાશે. દાહોદને પીવાનું પાણી કડાણા ડેમમાંથી આપવા માટે ૮૬ કિલોમીટર લાંબી પાઈપલાઈન રૃ. ૧૦૦ કરોડના ખર્ચે નાખવાન યોજવાનું પણ ખાતમુહુર્ત થશે.
બીજી તરફ પાટનગર ગાંધીનગર ખાતે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સાંજે ૬ વાગે ચ-રોડ ઉપર મર્ચપાસ્ટ, ટેબ્લોઝ અને સાંસ્કૃતિક કળા નિદર્શન તથા આતશબાજી યોજાશે, જેમાં સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને કારમે પોઈન્ટ ઉપરની બસો સાંજે ૬-૩૦ને બદલે ૭-૩૦ વાગે ઉપડશે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved