Last Update : 01-May-2012, Tuesday

 
ાૃ બોગસ વેચાણ કરાર બનાવી
પાણેથા ગામની NRIની જમીન વરેઠીના ૩ શખ્સે નામે કરી લીધી

૧૯૮૯માં અવસાન પામેલા હાફેઝા બીબીના નામે ૨૦૦૬માં વેચાણ કરાર બનાવ્યો હતોઃ ફોજદારી રાહે કાર્યવાહી કરવાનો મામલતદારનો રિપોર્ટ

મોસાલી, સોમવાર
માંગરોળ તાલુકાના પાણેથા ગામે આવેલી એનઆરઆઇની કરોડો રૃપિયાની કિંમત ધરાવતી સાત હેકટર જમીન વરેઠી ગામના ત્રણ શખ્સોએ બોગસ વેચાણ કરાર બનાવી પોતાના નામે કરી લીધી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે એનઆરઆઇ જમીન માલિકને જાણ થતાં જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કરેલી રજુઆત બાદ થયેલી તપાસની અંતે માંગરોળના મામલતદારે કલેકટરને કરેલા રિપોર્ટમાં ફેરફાર નોંધ રદ કરવા અને ફોજદારી રાહે કાર્યવાહી કરવાની ભલામણ કરી છે.
માંગરોળના પાણેથા ગામે આવેલી બ્લોક નં. ૭૧વાળી ખેતીની ૬-૭૭-૮૨ હેકટર-આરે-ચો.મી. વાળી જમીન સને ૨૦૦૫-૦૬ સુધી વરેઠીના હાફેઝા બીબી તે મોહમદ ગુલામ પટેલની પુત્રી અને કાસમ ગુલામ હાંસલોદની પત્નીના નો ૭/૧૨ની નકલમાં ચાલી આવતી હતી. આ જમીનના ખરા વારસદારો યુ.કે. (ઇંગ્લેન્ડ) ખાતે રહે છે. જેનો લાભ લઇ વરેઠી ગામના અબ્દુલ સમદ કાસમ ગુલામ હાસલોદ (ઉંમર-૫૩, ધંધો એસ.ટી. ડ્રાઇવર) ઇકબાલ અબ્દુલસત્તાર કાસમ હાંસલોદ (ઉંમર-૩૫, ધંધો-ખેતી) અને ફૈઝલ અબ્દુલસત્તાર કાસમ હાંસલોદ (ઉંમર-૩૮, ધંધો નોકરી હાલ સાઉથ આફ્રિકા)એ ભેગા મળી કાવતરું રચી હાફેઝા બીબીનું તા.૧૨-૨-૧૯૮૯ના રોજ વરેઠી ખાતે અવસાન થયું હોવા છતાં, એમના નામનો જમીનનો બનાવટી વેચાણ કરાર તા.૧-૨-૨૦૦૬ના રોજ કરી જેની તા.૧૩-૫-૨૦૦૬નારોજ અંકલેશ્વર ખાતે એમ.બી. પટેલ નામના નોટરી પાસે રજી.નં.૨૬૬૪/૦૬થી નોંધ કરાવી હતી. વળી નોટી કરેલા કરારમાં હાફેઝા બીબીની ઓળખ આપનાર શખ્સોમાં વરેઠીના યુસુફ અહમદ ડાયા, ઇબ્રાહીમ યુસુફ હાંસલોદ, યુસુફ ઇસ્માઇલ હાંસલોદની સહીઓ છે.
આ બોગસ કરાર આધારે જમીનમાં નામ દાખલ કરવા મામલતદાર કચેરી, માંગરોળ ખાતે અરજી કરવામાં આવી હતી. જે આધારે બ્લોક નંબર-૭૧માં મામલતદાર કચેરીએ ફેરફાર નોંધ નંબર- ૧૭૨૨ તા.૧૬-૬-૨૦૦૬થી એન્ટ્રી પાડી આ મિલ્કતમાંથી હાફેઝા બીબીનું નામ કમી કરી આ ત્રણ શખ્સોના નામો દાખલ કરી તા.૨૮-૭-૨૦૦૬ના રોજ સર્કલ ઓફિસર વી.સી. ગામીતે આ એન્ટ્રીને પ્રમાણિત પણ કરી દીધી હતી.
આ અંગેની જાણ યુ.કે.માં રહેતા મિલ્કતના ખરા વારસદારો થતાં તેમણે તેમના કુલમુખત્યાર ઐયુબ યુ. દેસાઇ (રહે. કોસંબા)ને જાણ કરતાં આ પ્રકરણ સંદર્ભે જિલ્લા કલેકટર અને પ્રાંત અધિકારી માંડવીને લેખિતમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ તા.૬-૨-૨૦૧૨નારોજ આ પ્રકરણને જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લઇ જવાતાં સત્ય હકીકત માટે આ પ્રકરણ મામલતદાર કચેરી, માંગરોળને રવાના કરી તપાસ કરી જરૃરી અહેવાલ મંગાવવામાં આવ્યો હતો.
માંગરોળના મામલતદાર રસીલાબેન એલ. રાયકાએ આ પ્રકરણની તટસ્થ તપાસ કરી તા.૨૯-૩-૨૦૧૨ના રોજ કલેકટર અને પ્રાંત અધિકારી માંડવીને અહેવાલ રવાના કર્યો હતો. અહેવાલમાં જણાવ્યું કે તપાસ કરતાં નોટરી રૃબરૃ કરવામાં આવેલો વેચાણ કરાર ખોટો હોવાને માનવાને કારણ રહે છે. જેથી પાણેથા, તા. માંગરોળની બ્લોક નંબર-૭૧વાળી જમીન સંબંધે પાડવામાં આવેલી ફેરફાર નોંધ- ૧૭૨૨ને રદ કરવા તથા આ અંગે ફોજદારી રાહે કાર્યવાહી કરવા પાત્ર થાય છે. હવે આ અહેવાલ બાદ પોલીસ કાર્યવાહી શરૃ થશે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved