Last Update : 01-May-2012, Tuesday

 

વાયદા પંચના અંકૂશાત્મક પગલાં બાદ કોમોડિટી માર્કેટમાં ટ્રેડ વોલ્યુમમાં ઘટાડો

જો કે ભાવની દ્રષ્ટિએ વાયદા વેપારમાં ઈચ્છનિય પરિણામ જોવા ન મળ્યું

એપ્રિલ માસ દરમિયાન દેશના બે મુખ્ય કોમોડિટી એકસચેન્જોમાં કૃષિ કોમોડિટી ફ્યુચર્સના ટર્નઓવરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. વાયદાના ભાવને નિયંત્રણમાં રાખવા ફોરવર્ડ માર્કેટ કમિશને લીધેલા અંકૂશાત્મક પગલાંને કારણે ટ્રેડરો આ કૃષિ કોમોડિટીના વેપારથી દૂર રહ્યા હોવાનું મનાય રહ્યું છે. જો કે કમિશનના અંકૂશાત્મક પગલાંની વાયદાના ભાવ પર ખાસ અસર જોવા મળી નથી અને માર્ચ મહિનાની સરખામણીએ એપ્રિલમાં વિવિધ કોમોડિટીના ફ્યુચર્સ કોન્ટ્રેકટના ભાવ વધ્યા હતા.
માર્ચ મહિનાની સરખામણીએ એનસીડેક્સમાં એપ્રિલ મહિનાના એકંદર ટર્નઓવરમાં ૨૮ ટકા અને એમસીએકસના ટર્નઓવરમાં ૧૨ ટકાનો ઘટાડો નોંધાયો છે. ફોરવર્ડ માર્કેટ કમિશને માર્ચ મહિનામાં ગુવાર તથા ગુવાર ગમના વાયદાના કોન્ટ્રેકટ મોકૂફ રાખ્યા બાદ મરી, મેન્થા ઓઈલ, પોટેટો, રાયડા, સોયાબીન, ચણા અને એલચીના વાયદાના વેપારને દેખરેખ હેઠળ રાખ્યા છે. ગુવાર તથા ગુવાર ગમ ફ્યુચર્સના ઓપન કોન્ટ્રેકટ પર કરેલા નુકસાન તથા પ્રવર્તતી અચોક્કસતાને કારણે ટ્રેડરો અન્ય કોમોડિટી બાબતમાં પણ સાવચેત બની ગયા છે અને આ કોમોડિટીમાં નવી ખરીદીથી દૂર રહ્યા છે.
આ ઉપરાંત ચણા તથા પોટેટાના પ્રારંભિક માર્જીનમાં વધારો અને પોટેટો, મરી તથા અન્ય કોમોડિટી પર વધારાનું તથા સ્પેશ્યલ માર્જીન નાંખવામાં આવતા ટ્રેડરો નવી સ્થિતિ ઊભી કરવાથી દૂર રહ્યા હતા. સોયાબીન, રાયડા, ચણા અને રિફાઈન્ડ સોયા ઓઈલના ફ્યુચર્સ કોન્ટ્રેકટસમાં ઓપન પોઝિશન મર્યાદા ઘટાડવાને કારણે પણ વોલ્યુમ ઘટયું હોવાનું બજારના વર્તુળો જણાવી રહ્યા છે. દરેક મુખ્ય કૃષિ કોમોડિટીના વોલ્યુમમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એનસીડેકસ પર ચણાના ફ્યુચર્સ કોન્ટ્રેકટનું ટર્નઓવર માર્ચ મહિનાની સરખામણીએ ૫૩ ટકા ઘટયું છ જ્યારે મરીમાં ૬૨ ટકા, પોટેટોમાં ૬૬ ટકા તથા રાયડાના ફ્યુચર્સ કોન્ટ્રેકટમાં ૩૪ ટકા ઘટાડો થયો છે.
ફોરવર્ડ માર્કેટ કમિશનના અંકૂશાત્મક પગલાનું ં ભાવમાં કોઈ ઈચ્છનિય પરિણામ જોવા મળ્યું નથી. વાયદા બજારમાં કૃષિ પેદાશોની કિંમતોમાં વધારો જળવાઈ રહ્યો છે. ઉદાહરણ તરીકે સોયાબીનના ભાવ માર્ચ અંતની સરખામણીએ ૧૫થી ૧૭ ટકા ઊંચા બોલાઈ રહ્યા છે. આજરીતે ચણા, રાયડા, ઇને પોટેટોના ફ્યુચર્સ કોન્ટ્રેકટસ પણ ગયા મહિનાની સરખામણીએ ઊંચા બોલાઈ રહ્યા છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved