Last Update : 01-May-2012, Tuesday

 

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં

ચાંદી પણ વધ્યા પછી રૃ.૫૦૦ ગગડી ઃ વિશ્વ બજારમાં સોનું વધી ૧૬૬૫.૭૦ થયા પછી ઝડપી તૂટી ૧૬૪૪.૫૦ ડોલર બોલાયાના નિર્દેશો

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,સોમવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે ભાવો આરંભમાં વધીને નવી ટોચે પહોંચ્યા પછી મોડી સાંજે ટોચ પરથી ભાવોમાં મોટા ગાબડાં પડયા હતા અને ઉછાળો ધોવાઈ ગયો હતો. સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૯૧૫૫ વાળા આજે રૃ.૨૯૧૮૦ ખુલી રૃ.૨૯૨૧૫ બંધ રહ્યા પછી મોડી સાંજે ભાવો તૂટી રૃ.૨૯૧૦૦ બોલાયા હતા. જયારે સોનાના ૯૯.૯૦ના ભાવો રૃ.૨૯૨૯૦ વાળા રૃ.૨૯૩૨૫ ખુલી રૃ.૨૯૩૫૦ બંધ રહ્યા પછી મોડી સાંજે ભાવો તૂટી રૃ.૨૯૨૫૦ બોલાઈ રહ્યા હતા. ચાંદી ૯૯૯ના ભાવો કિલોના રૃ.૫૬૮૧૫ વાળા આજે રૃ.૫૬૯૭૦ ખુલી રૃ.૫૬૮૪૫ બંધ રહ્યા પછી મોડી સાંજે ભાવો તૂટી રૃ.૫૬૩૦૦થી ૫૬૩૫૦ તથા કેશમાં ભાવો રૃ.૫૬૧૦૦થી ૫૬૧૫૦ બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ૧૬૬૨થી ૧૬૬૩ ડોલર વાળા આજે ઉંચામાં ૧૬૬૫.૭૦ થયા પછી તૂટી ૧૬૪૪.૫૦ થઈ સાંજે ૧૬૫૦.૫૦થી ૧૬૫૧ ડોલર રહ્યાના સમાચારો હતા. ચાંદીના ભાવો વિશ્વ બજારમાં સોના પાછળ ૩૧.૩૦થી ૩૧.૩૧ ડોલર વાળા આજે ઉંચામાં ૩૧.૩૫ થયા પછી ઘટી ૩૦.૬૫ ડોલર થઈ સાંજે ૩૦.૭૫થી ૩૦.૭૬ ડોલર રહ્યા હતા, વિશ્વ બજાર ઉંચેથી તૂટી જતાં ઘરઆંગણે આજે બંને કિંમતી ધાતુઓમાં ઉછાળે નવી ખરીદી અટકી માનસ વેંચવાનું રહ્યું હતું. ડોલરના ભાવો જો કે રૃ.૫૨.૫૪ વાળા આજે નીચામાં રૃ.૫૨.૪૧ થયા પછી વધી રૃ.૫૨.૭૬ થઈ છેલ્લે રૃ.૫૨.૭૩ રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં યુરો ઘટતાં તથા ડોલર વધતાં સોનામાં ઉછાળે હેજ ફંડો વેચવાલ રહ્યાના સમાચારો હતા. દરમિયાન, દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો રૃ.૫૦ વધી ૯૯.૫૦ના રૃ.૨૯૪૫૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૯૫૯૦ થતાં નવી ટોચ દેખાઈ હતી પરંતુ સાંજે ત્યાં ટોચ પરથી ભાવો નીચા ઉતર્યા હતા.
રૃમાં નિકાસ છૂટના પગલે મથકોએ નિકાસકારોની ફરી નિકળેલી ખરીદી
મુંબઈ રૃ બજારમાં આજે ભાવો મક્કમ રહ્યા હતા. કેન્દ્ર સરકારે રૃની મુક્ત નિકાસ છૂટ આપ્યાના સમાચારો વચ્ચે મથકોએ સ્પોટ પર આજે નવી વેચવાલી અટકી હતી. ગુજરાત સંકર-૪માં સ્પોટ પર કચ્છ-અંજાર તથા સૌરાષ્ટ્ર લાઈનમાં આજે રૃ.૩૫૦૦૦થી ૩૫૨૦૦ના ભાવોએ નિકાસકારોએ થોડા પ્રમાણમાં માલો લીધાના નિર્દેશો હતા. જાતવાર ભાવો સ્પોટ પર ગુજરાત સંકર-૪ના રૃ.૩૪૫૦૦થી ૩૫૫૦૦ બોલાઈ રહ્યા હતા જયારે મધ્ય-પ્રદેશ તથા મહારાષ્ટ્ર બાજુ ભાવો સારા માલોના રૃ.૩૩૫૦૦થી ૩૪૫૦૦ રહ્યા હતા. નોર્થ બાજુ નરમાના ભાવો મણના જાતવાર નીચામાં રૃ.૩૪૦૦થી ૩૪૫૦ તથા ઉંચામાં રૃ.૩૭૦૦થી ૩૭૫૦ રહ્યા હતા. ભારતે નિકાસછૂટ આપતાં હવે વિશ્વ બજારમાં રૃના ભાવો પર કેવી અસર પડે છે તેના પર બજારની નજર રહી છે.
ભારતમાં પામતેલમાં મલેશિયાથી આયાત વધી ઃ વિશ્વ બજારમાં ખાદ્યતેલોના ભાવો તૂટયા
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં ભાવો ઘટાડા પર રહ્યા હતા. મુંબઈ એરંડા જૂનના ભાવો રૃ.૩૪૩૫ વાળા આજડે રૃ.૩૪૩૫ ખુલી ઉંચામાં રૃ.૩૪૪૫ થયા પછી નીચામાં રૃ.૩૪૦૦ થઈ છેલ્લે રૃ.૩૪૨૨ રહ્યા હતા. ૮૦ ટનના વેપારો થયા હતા જે શનિવારે ૪૦ ટનના થયા હતા અને મથકો પાછળ આજે મુંબઈ વાયદા બજારમાં ઉછાળે માનસ વેંચવાનું રહ્યું હતું. દરમિયાન, મુંબઈ હાજર એરંડાના ભાવો રૃ.૩૩૫૦ વાળા રૃ.૩૩૨૫ રહ્યા હતા. જયારે દિવેલના ભાવો રૃ.૫થી ૧૦ ઘટી અનુક્રમે કોમર્શિયલના રૃ.૬૯૫, એફએસજીના રૃ.૭૦૫ તથા એફએસજી કંડલાના રૃ.૬૯૫ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે ખાદ્યતેલોના ભાવો તૂટયા હતા. મલેશિયામાં પામતેલનો વાયદો આજે ૩૪ પોઈન્ટ તૂટયો હતો જયારે શિકાગો સોયાતેલ વાયદાનું પ્રોજેકશન સાંજે ૨૩ પોઈન્ટ નરમ રહ્યું હતુંઈન્દોર સોયાતેલ વાયદો રૃ.૭૭૮.૪૦ વાળો આજે રૃ.૭૮૧.૮૦ થયા પછી ઘટી રૃ.૭૭૩.૦ થઈ છેલ્લે રૃ.૭૭૫.૩૦ બંધ રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં પામતેલના ભાવો હાજરમાં રૃ.૬૬૪ રહ્યા હતા જયારે ક્રૂડ પામઓઈલ (સીપીઓ)ના ભાવો રૃ.૬૨૦થી ૬૨૨ બોલાઈ રહ્યા હતા. ખાસ વેપારો ન હતા. દરમિયાન, મલેશિયાથી પામતેલની કુલ નિકાસ એપ્રિલ મહિનામાં ૧૦.૪૦ ટકા વધી ૧૩૩૭૧૫૦ ટન થઈ છે જે માર્ચમાં ૧૨૧૧૨૧૧ ટન થયાના સમાચારો હતા. આ ગાળામાં મલેશિયાથી ભારત તરફ નિકાસ ૧૨૭૫૮૦ ટનથી વધી ૨૪૭૨૦૦ ટનની થયાના સમાચારો હતા. મુંબઈમાં આજે હાજર ભાવો સિંગતેલના રૃ.૧૨૫૫, કપાસિયા તેલના રૃ.૭૦૪, કોપરેલના રૃ.૭૧૦, સનફલાવરના રૃ.૬૭૦, રિફા.ના રૃ.૭૪૦ રહ્યા હતા. રાજકોટ બાજુ સિંગતેલના ભાવો વધી ૧૩૦૦ તથા ૧૫ કિલોેના રૃ.૧૯૮૫ રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે ખોળ બજારમાં સોયાખોળના ભાવો વધુ રૃ.૧૦૦ વધી રૃ.૨૯૬૦૦ રહ્યા હતા. દરમિયાન, એરંડાની આવકો આજે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ બાજુ મળીને ૭૦થી ૭૨ હજાર ગુણી આવી હતી અને ત્યાં મથકોએ હાજર એરંડાના ભાવો ગામડાના રૃ.૬૭૦થી ૬૭૨ રહ્યા હતા. જયારે રાજકોટ વાયદો છેલ્લે રૃ.૩૪૨૨ રહ્યો હતો. હૈદ્રાબાદ બાજુ ૧૦૦૦થી ૧૨૦૦ ગુણીની આવકો વચ્ચે એરંડાના ભાવો રૃ.૨૯૫૦ તથા દિેવેલના રૃ.૬૬૨થી ૬૬૪ રહ્યા હતા.ઈન્દોર પાછળ એરંડા વાયદાના ભાવો આજે દબાણ હેઠળ રહ્યાની ચર્ચા હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved