Last Update : 01-May-2012, Tuesday

 

પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા

હોંગ કોંગના ટ્રેકર ફંડ જેવું જ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ હશે

સરકારી માલિકીની કંપનીના શેરને અસર મુક્ત રાખીને ભંડોળ ઉભું કરવાની એક સ્થાયી પદ્ધતિની યોજના

અમદાવાદ, સોમવાર
હોંગ કોંગના ટ્રેકર ફંડની માફક જ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ (પીએસયુ) કંપનીના શેરોના એક એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ)ને બનાવવાની સક્રિય વિચારણા ડિસઈન્વેસ્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે. સરકારી માલિકીની કોઈ એક કંપનીના શેરની કિંમતને અસ્થિર બનાવ્યા વિના જ મોટી રકમ ઉભી કરી શકાય એવી એક સ્થાયી પદ્ધતિ ઉભી કરવાનો ઈરાદો વિનિવેશ વિભાગનો છે. મોટા ભાગે જૂન મહિનાથી રાષ્ટ્રીય ઈસ્પાત નિગમ લિમિટેડ (આરઆઈએનએલ)ના શેરવેચાણ સાથે સરકાર આ વર્ષના ડિસઈન્વેસ્ટમેન્ટના લક્ષ્યાંકને હાસંલ કરવાની કાર્યવાહી હાથ ધરશે.
સરકારે જેમાં ડિસઈન્વેસ્ટમેન્ટની જાહેરાત કરી છે તે કંપનીના શેરનો ભાવ અત્યંત વધઘટે અથડાય છે અને બજાર પણ છેલ્લાં કેટલાંક સમયથી સંવેદનશીલ છે. પરિણામે સરકાર માટે તેણે નક્કી કરેલી તળિયાની કિંમત કરતાં પણ શેરનો ભાવ નીચે ઉતરી જાય છે અને ડિસઈન્વેસ્ટમેન્ટનું કામ તેને માટે કઠિન બને છે.
ગત નાણાંકીય વર્ષે સરકારે ડિસઈન્વેસ્ટમેન્ટનો રૃા. ૪૦,૦૦૦ કરોડનો લક્ષ્યાંક હાંસલ કરી શકી નહોતી. આ વર્ષ માટે તેણે રૃા. ૩૦,૦૦૦ કરોડનો લક્ષ્યાંક રાખ્યો છે પરંતુ, બજારો હજુય અસ્થિર છે અને તેણે નક્કી કરેલાં ભાવ ઉપજે તે અંગે શંકા સેવાય છે.
ઓક્શન રૃટ મારફતે ગયા વર્ષે તેણે વેચેલા રૃા. ૩૦૩ના ભાવના ઓએનજીસીના શેર હાલ ઘટીને રૃા. ૨૬૫ આસપાસ થઈ ગયો છે. બીજી કંપનીના કિસ્સામાં પણ જો આવુ બને તો ડિસઈન્વેસ્ટમેન્ટનું કામ વધારે મુશ્કેલ બનશે તેમ અધિકારઓ માને છે.
આ વખતે જોકે સરકાર વધારે સાવચેત છે અને તેને કારણે જ આવા ઈટીએફ વિષે વિચારી રહી છે. ગયા વર્ષે સરકારે ડિસઈન્વેસ્ટમેન્ટ મારફતે રૃા. ૧૩,૮૯૪ કરોડ ઉભા કર્યાં હતાં. મોટા ભાગનું આ ફંડ તેને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (એલઆઈસી) ઓફ ઈન્ડિયા તરફથી જ મળ્યું હતું જેણે ઓએનજીસીના શેરો ખરીદીને સરકારની પ્રતિષ્ઠાને બચાવી હતી.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ વિશ્વભરમાં ઈટીએફની બોલબાલા રહી છે અને તેમાં સારો એવો વિકાસ થયો છે. ઘરઆંગણે સરકારી કંપનીના શેરો માટે જો આવું ઈટીએફ હોય તો રોકાણકારોને તેમના નાણાં રોકવાનો એક સારો વિકલ્પ મળશે.
હોંગ કોંગમાં આવા ટ્રેકર ફંડ નામના ઈટીએફને સારી સફળતા મળી છે. ૧૯૯૮માં હોંગ કોંગની સરકારે માર્કેટ સ્ટેબિલાઈઝેશન ઓપરેશન મારફતે કંપનીઓમાં નોંધપાત્ર પ્રમાણમાં તેનો હિસ્સો વધાર્યો હતો. ઓપના માર્કેટમાં વેચાણ કરવાથી ઈક્વિટી માર્કેટ અસ્થિર થશે એવી દહેશતને કારણે તેણે ઈટીએફ સ્થાપ્યું હતું અને તેના મારફતે તેણે ૪.૩ બિલિયન ડોલર જેટલું ભંડોળ ઉભું કર્યુ હતું.
નાણાં મંત્રાલયને શેરવેચાણ વિભાગ દ્વારા સુપરત કરાયેલી એક દરખાસ્ત હેઠળ એક ફંડ રજૂ કરવા માટે ઈટીએફ પ્રોવાઈડર અથવા તો એક એસેટ મેનેજમેન્ટ કંપનીને પીએસયુના શેરોમાં કામકાજ કરવા દેવા સંબંધિત કંપનીનાં શેરો સરકાર પૂરાં પાડશે.
આ ઈટીએફ અથવા એસેટ મેનેજમેન્ટ કંપની સરકારી કંપનીના શેરોને નાના લોટ્સના યુનિટમાં ફેરવશે અને નાના અને વ્યક્તિગત રોકાણકારો તેમ જ સંસ્થાકીય રોકાણકારોને આવા યુનિટ્સ વેચશે, જેમાં એક અંડરલાયિંગ એસેટ તરીકે શેરો હશે. આથી, રોકાણકારોને વિવિધ ક્ષેત્રની સરકારી માલિકીની બધી જ કંપનીના શેરોને એક જ બાસ્કેટમાં ખરીદવાની તેમ જ તેને વેચવાની તક મળશે.
અત્યારે ૪૮ પીએસયુ કંપની લિસ્ટેડ છે અને માર્કેટ કેપિટલાઈઝેશનમાં તેનો હિસ્સો લગભગ ૨૦ ટકા છે. ચાલુ વર્ષે જૂન મહિનામાં ચોમાસાની મોસમ સાથે બજાર સુધરવાની આશા સરકારેને છે અને તે સમયે આરઆઈએનએલના શેરોને વેચવા સાથે ડિસઈન્વેસ્ટમેન્ટનો કાર્યક્રમ ચાલુ કરવાની તેની ગણતરી છે. આરઆઈએનએલના રૃા. ૧૦૦૦ પ્રત્યેકના શેરને રૃા. ૧૦ પ્રત્યેકની મૂળકિંમતના શેરમાં વિભાજિત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે અને કંપનીના ૧૦ ટકા હિસ્સાને વેચવાનો નિર્ણય લઈ લેવાયો છે. આ કંપનીના શેરો વેચીને રૃા. ૨,૫૦૦ કરોડ સરકાર ઉભા કરશે.

પાછલા બારણેથી થશે ડિસઈન્વેસ્ટમેન્ટ
૧૯૯૮ની સાલમાં હોંગ કોંગની સરકારે માર્કેટ સ્ટેબિલાઈઝેશન ઓપરેશન મારફતે કંપનીઓમાં મોટી હિસ્સો ખરીદ્યો હતો. બજારમાં અસ્થિરતાની દહેશતે તેણે એક ઈટીએફ સ્થાપવા માટે સ્ટોક્સનો ઉપયોગ કર્યો હતો. આવા ઈટીએફ મારફતે તેણે ૪.૩ બિલિયન ડોલરની જંગી રકમ ઉભી કરી હતી.
હવે ભારત સરકાર એક ફંડ રજૂ કરવા માટે કોઈ ઈટીએફ અથવા તો એસેટ મેનેજમેન્ટ કંપનીને પીએસયુના શેર પૂરાં પાડશે, જે આવા શેરોને યુનિટમાં ફેરવીને વ્યક્તિગત તેમ જ સંસ્થાકીય રોકાણકારોને તે વેચશે. વિવિધ ક્ષેત્રની બધી જ અથવા ચોક્કસ પોર્ટફોલિયોની સરકારી કંપનીના શેરોમાં રોકાણકારો લે-વેચ કરી શકશે અને તેમને પીએસયુ શેરોના માલિક બનવાની એક તક તેમને મળશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved