Last Update : 01-May-2012, Tuesday

 

રૃપિયા સામે ડોલર રૃ.૫૨.૭૬ થઈ રૃ.૫૨.૭૦, યુ.એસ.ની રીકવરીઃ કોર્પોરેટ પરિણામોએ
ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ

મહારાષ્ટ્ર દિવસના આજે- મંગળવારે શેરબજારો બંધ રહેશે

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, સોમવાર
કોર્પોરેટ પરિણામોની ચોથા ત્રિમાસિકની સીઝનના મિશ્ર દોરમાં આઈસીઆઈસીઆઈ બેંક, એકસીસ બેંકના ઉત્કૃષ્ટ પરિણામ સાથે મારૃતી સુઝુકીના અપેક્ષીત નબળા પરિણામે નરમાઈ અને બેંકિંગ શેરોમાં ફંડોના વધતા વેલ્યુબાઈંગ સાથે આજે આઈટી- સોફટવેર કંપનીઓના શેરો યુ.એસ.ની આર્થિક રીકવરીના પોઝિટીવ સમાચારે ફંડોની મોટી લેવાલી નીકળતા તેમજ અન્ય ઓટો શેરોમાં હીરો મોટોકોર્પના પ્રોત્સાહક પરિણામની અપેક્ષાએ લેવાલી નીકળતા તેમજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી, ભારતી એરટેલ, ટાટા પાવરમાં આર્કષણે સેન્સેક્ષે ૧૩૧ પોઈન્ટ અને નિફટીએ ૩૯ પોઈન્ટની તેજી બતાવી હતી. એફઆઈઆઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ યુ.એસ.ની આર્થિક રીકવરીના વધતા સંકેત સાથે રૃપિયા સામે ડોલરની મજબૂતીનો ફાયદો આઈટી કંપનીઓને મળવાના આર્કષણે આજે આઈટી શેરોમાં મોટી લેવાલી કરી હતી. સેન્સેક્ષ આગલા બંધ ૧૭૧૮૭.૩૪ સામે ૧૭૧૯૫.૫૧ મથાળે ખુલીને શરૃઆતથી સુધારાની ચાલ બતાવતો રહી સ્પેનમાં મંદીના અહેવાલે યુરોપના બજારોની નરમાઈ છથાં એશીયાના અન્ય બજારો હોંગકોંગ સહિતની તેજીએ આગળ વધતો રહી એક સમયે ૧૭૧.૮૪ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૧૭૩૫૯.૧૮ની ઊંચાઈએ પહોંચ્યો હતો. જે વધ્યા મથાળે આંશિક નફારૃપી વેચવાલીએ અંતે ૧૩૧.૪૭ પોઈન્ટ વધીને ૧૭૩૧૮.૮૧ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ ઈન્ટ્રા-ડે ૫૨૬૨ સ્પર્શી અંતે ૫૨૪૮ઃ ૫૨૬૦ ઉપર બંધ જરૃરી
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ આગલા બંધ ૫૨૦૯ સામે ૫૧૦૧.૪૫ ખુલી ટીસીએસ, ઈન્ફોસીસ, એસીસી, જિન્દાલ સ્ટીલ, રિલાયન્સ ઈન્ફ્રા., રિલાયન્સ પાવર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, હીરો મોટોકોર્પ, આઈડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, સેસાગોવા, ગ્રાસીમ, ઓએનજીસીની તેજીએ ઈન્ટ્રા-ડે ૫૨૬૨.૧૫ની સપાટીએ પહોંચી ગયો હતો. પરંતુ ૫૨૬૦ના મહત્ત્વના લેવલ ઉપર બંધ રહેવામાં નિષ્ફળ રહી અંતે ૩૯.૧૫ પોઈન્ટ વધીને ૫૨૪૮.૧૫ બંધ રહ્યો હતો.
નિફટી મે ફયુચર ઉપરમાં ૫૨૮૮ બોલાયોઃ ૫૩૦૦નો કોલ ૭૩.૨૦થી ઉછળી ૯૬.૭૦ થઈ ૮૫.૮૦
ડેરીવેટીવ્ઝમાં નિફટી મે ફયુચર ૨,૧૯,૨૮૮ કોન્ટ્રેક્ટસમાં રૃ.૫૭૭૨.૧૪ કરોડના ટર્નઓવરે ૫૨૩૨.૨૦ સામે ૫૨૨૯ ખુલી નીચામાં ૫૨૨૬.૧૫ થઈ પાછો ફરી ઉપરમાં ૫૨૮૮ સુધી જઈ અંતે ૫૨૭૦ હતો. નિફટી ૫૨૦૦નો પુટ ૨,૫૪,૫૧૯ કોન્ટ્રેક્ટસમાં રૃ.૬૭૧૮.૩૭ કરોડના ટર્નઓવરે ૯૨.૯૦ સામે ૯૨.૯૦ ખુલી ઉપરમાં ૯૮.૯૫થી નીચામા ં૭૦.૨૦ સુધી જઈ છેલ્લે ૭૫ હતો. નિફટી ૫૩૦૦નો કોલ ૨,૩૧,૩૮૭ કોન્ટ્રેક્ટસમાં રૃ.૬૨૩૧.૬૯ કરોડના ટર્નઓવરે ૭૩.૨૦ સામે ૭૨.૮૦ ખુલી નીચામાં ૭૧.૯૫થી ઉપરમાં ૯૬.૭૦ થઈ છેલ્લે ૮૫.૮૦ હતો.
નિફટી ૫૬૦૦નો કોલ ૭.૮૦થી વધીને ૧૧.૩૦ બોલાયોઃ ૬૬૦૦ના કોલમાં હજુ સળવળાટ?
નિફટી ૫૪૦૦નો કોલ ૨,૦૧,૭૮૮ કોન્ટ્રેક્ટસમાં રૃ.૫૪૯૫.૭૬ કરોડના ટર્નઓવરે ૩૮.૫૦ સામે ૩૯.૬૦ ખુલી નીચામાં ૩૭.૫૫ થઈ ઉપરમાં ૫૪ સુધી જઈ અંતે ૪૬.૬૫ હતો. નિફટી ૫૫૦૦નો કોલ ૧૮.૧૫ સામે ૧૮.૩૫ ખુલી નીચામાં ૧૭.૮૦થી ઉપરમાં ૨૬.૪૫ સુધી જઈ છેલ્લે ૨૨.૧૫ હતો. નિફટી ૫૬૦૦નો કોલ ૭.૮૦ સામે ૭.૯૦ ખુલી નીચામાં ૭.૫૦ થઈ ઉપરમાં ૧૧.૩૦ થઈ છેલ્લે ૯.૧૦ હતો. નિફટી ૬૬૦૦ના કોલમાં સતત સળવળાટ દેખાડતા રહી આજે ૧૨૮૬૩ કોન્ટ્રેકટસમાં રૃ.૪૨૪.૪૮ કરોડના ટર્નઓવરે ૦.૧૫ સામે ૦.૨૦ ખુલી છેલ્લે ૦.૧૦ હતો.
ડોલર ૫૨.૭૦/૭૧, યુ.એસ.ની રીકવરીએ આઈટી શેરોમાં તેજીઃ ટીસીએસ રૃ.૪૨, ઈન્ફોસીસ રૃ.૬૬ ઉછળ્યા
આઈટી- સોફટવેર કંપનીઓના ચોથા ત્રિમાસિકના પરિણામોમાં ઈન્ફોસીસના ડોલરમાં નબળા આવક અંદાજો સામે ટીસીએસના ઊજળા અંદાજો બાદ પાછલા દિવસોમાં નીકળેલી શેરોમાં વેચવાલી પૂરી થઈ યુ.એસ.ની આર્થિક રીકવરી વધી રહ્યાના અહેવાલ તેમજ રૃપિયા સામે મજબૂત થતો ડોલર રૃ.૫૨.૭૦/૭૧ની સપાટીએ પ્રવર્તી રહ્યો હોઈ એફઆઈઆઈની આઈટી શેરોમાં મોટી લેવાલી નીકળી હતી. બીએસઈ આઈટી ઈન્ડેક્ષ ૧૩૧.૯૩ પોઈન્ટ ઉછળીને ૫૭૦૪.૩૧ રહ્યો હતો. ટીસીએસ રૃ.૪૧.૯૫ ઉછળીને રૃ.૧૨૪૪.૯૦, ઈન્ફોસીસ રૃ.૬૫.૮૦ ઉછળીને રૃ.૨૪૬૨.૬૦, ઓરેકલ ફીનસર્વ રૃ.૪૪.૫૦ વધીને રૃ.૨૬૧૯.૬૫, ટેક મહિન્દ્રા રૃ.૭.૫૫ વધીને રૃ.૭૦૦.૨૦, એમ્ફેસીસ રૃ.૩.૯૦ વધીને રૃ.૩૭૦.૫૦, એચસીએલ ટેકનોલોજી રૃ.૨.૩૦ વધીને રૃ.૫૧૨ રહ્યા હતા.
ટીસીએસને બેંકિંગ સોલ્યુશનની લેટસેગો હોલ્ડિંગ્સ દ્વારા પસંદગીઃ શેરમાં ફંડોની વધતી લેવાલી
ટીસીએસ આજે બોત્સવાના સ્થિત અગ્રણી કન્ઝયુમર ધિરાણ કંપની લેટસેગો હોલ્ડિંગ્સ દ્વારા ટીસીએશના બેંકસ સ્યુટની આફ્રિકામાં ગ્રીનફીલ્ડ વેન્ચર રીટેલ બેંકિંગ માટે પસંદગી થઈ હોવાનું જાહેર થતા શેરમાં ફંડો મોટાપાયે લેવાલ બન્યા હતા. ટીસીએસ દ્વારા તાજેતરમાં ચોથા ત્રિમાસિકનો કોન્સોલિડેટેડ નેટ નફો ૩.૩ ટકા વધીને રૃ.૨૮૯૫ કરોડ જાહેર કરાયો હતો, અને કંપનીએ નાસ્દાકના આઈટી ઉદ્યોગના વૃધ્ધિ માટેના અંદાજ કરતા પણ વધુ વૃધ્ધિનો અંદાજ મૂક્યો છે. શેરમાં ફંડોની લેવાલી વધતી જોવાઈ હતી.
આઈસીઆઈસીઆઈ, એકસીસ, એચડીએફસી, બેંકના રેટીંગ ડાઉનગ્રેડ માટે સમીક્ષા હેઠળ મૂક્યા
બેંકિંગ શેરોમાં મિશ્ર વલણ રહ્યું હતું. આઈસીઆઈસીઆઈ બેંકના નેટ નફામાં ૩૧ ટકા ઉછાળાએ લેવાલીનું આર્કષણ જળવાઈ રહ્યું હતું, પરંતુ એકસીસ બેંક, એચડીએફસી બેંકમાં લેવાલી અટકી હતી. રેટીંગ એજન્સી મૂડી'ઝ ઈન્વેસ્ટર્સ સર્વિસ દ્વારા ત્રણેય બેંકોને ડાઉનગ્રેડ માટે સમીક્ષા હેઠળ મૂકાયાની નેગેટીવ અસર જોવાઈ હતી. ત્રણે'ય બેંકોનું સ્ટેન્ડ એલોન ધિરાણ એસેસ્મેન્ટસ અત્યારે ભારતના સોવરેઈન રેટીંગ ઉપર છે. મૂડી'ઝના માતે આ નાણાસંસ્થાઓ દ્વી-પક્ષી વૈશ્વિક કામગીરીની વૈવિધ્યતા ઓછી હોવા સાથે તેના સ્થાનિક સોવરેઈન ડેટ માટે બેલેન્સ શીટમાં એકસ્પોઝર- ફંડીંગ ઊંચુ હોવાથી અને ભારતનું ક્રેડિટ આઉટલૂક ડાઉનગ્રેડ થતાં એની સાથે બેંકોનું જોખમ સંકળાયેલું હોવાની અસરે બેંકોના રેટીંગને ડાઉનગ્રેડ માટે સમીક્ષા હેઠળ મૂકાયા છે.
સારા પરિણામે ત્રણ દિવસમાં આઈસીઆઈસીઆઈ બેંક પાંચ ટકા વધ્યોઃ એકસીસ, એચડીએફસી ઘટયા
આઈસીઆઈસીઆઈ બેંક પ્રોત્સાહક પરિણામે રૃ.૧૨.૫૫ વધીને રૃ.૮૮૧.૪૫ રહ્યો હતો. સારા પરિણામે ત્રણ દિવસમાં શેર પાંચ ટકા વધ્યો છે. એકસીસ બેંક રૃ.૧૪.૦૫ ઘટીને રૃ.૧૧૦૬.૬૦, બેંક ઓફ મહારાષ્ટ્ર રૃ.૨.૫૫ વધીને રૃ.૫૩.૭૫, સ્ટેટ બેંક મૈસુર રૃ.૧૮.૭૫ વધીને રૃ.૫૦૫ રહ્યા હતા.
ઓબીસીનો નફો ૨૦ ટકા ઘટતા શેર રૃ.૧૧ ઘટયોઃ બીઓઆઈનો નફો ૯૩ ટકા ઉછળતા શેર રૃ.૧૬ વધ્યો
ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સનો ચોથા ત્રિમાસિકનો નેટ નફો ૨૦.૬ ટકા ઘટીને રૃ.૨૬૪.૯૦ કરોડ અને કુલ આવક ૨૯.૨૨ ટકા વધીને રૃ.૪૫૬૪.૫૩ કરોડ થતાં શેરમાં વેચવાલીએ રૃ.૧૧.૩૫ ઘટીને રૃ.૨૩૦.૨૫ રહ્યો હતો. જ્યારે બેંક ઓફ ઈન્ડિયાનો નેટ નફો ૯૩ ટકા ઉછળીને રૃ.૯૫૨.૭૩ કરોડ અને કુલ આવક ૨૩.૧ ટકા વધીને રૃ.૮૭૭૭.૭૩ કરોડ થતાં શેરમાં લેવાલીએ રૃ.૧૫.૫૦ વધીને રૃ.૩૫૨.૮૫, જે એન્ડ કે બેંક રૃ.૪૧.૯૦ ઉછળીને રૃ.૯૩૭.૩૫, યુનાઈટેડ બેંક રૃ.૨.૮૦ વધીને રૃ.૬૭.૯૫, વિજયા બેંક રૃ.૨ વધીને રૃ.૫૮.૭૦, દેના બેંક રૃ.૨.૭૫ વધીને રૃ.૯૩.૭૦, સેન્ટ્રલ બેંક રૃ.૨.૭૦ વધીને રૃ.૯૭.૫૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્ષ ઈન્ડેક્ષ ૬૮.૭૫ પોઈન્ટ વધીને ૧૧૮૨૮.૩ રહ્યો હતો.
રિલાયન્સ પાવર, રિલાયન્સ ઈન્ફ્રા, રિલાયન્સ કેપિટલ ઊંચકાયાઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મજબૂત
રિલાયન્સ- અનિલ ધીરૃભાઈ અંબાણી ગુ્રપ (એડીએજી) શેરોમાં ફરી લેવાલીના આર્કષણે રિલાયન્સ પાવર રૃ.૬.૨૫ વધીને રૃ.૧૦૬.૮૫, રિલાયન્સ ઈન્ફ્રા. રૃ.૧૩.૪૦ વધીને રૃ.૫૨૭.૨૦, રિલાયન્સ કેપિટલ રૃ.૫.૫૦ વધીને રૃ.૩૨૯.૨૦, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ રૃ.૭૫.૧૫ રહ્યા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પણ સપ્તાહ પૂર્વે અપેક્ષીત નબળા પરિણામ છતાં કંપનીની વિસ્તરણની યોજના અકબંધ હોઈ મૂડીરોકાણ વધારવાની યોજનાએ અને શેર બાયબેકના ટેકાએ શેરમાં મજબૂતી વધતી રહી રૃ.૫.૩૦ વધીને રૃ.૭૪૫.૨૦ રહ્યો હતો.
મારૃતી સુઝુકી નબળા પરિણામે ઘટયોઃ હીરો મોટોકોર્પ પરિણામ પૂર્વે રૃ.૫૨ ઉછળ્યો
ઓટોમોબાઈલ શેરોમાં મારૃતી સુઝુકીનો ત્રિમાસિક નેટ નફો ગત સપ્તાહમાં ત્રણ ટકા ઘટીને જાહેર થતાં શેરમાં નરમાઈએ રૃ.૨૭.૨૦ ઘટીને રૃ.૧૩૬૯.૯૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃ.૪.૬૦ ઘટીને રૃ.૭૧૦.૧૫ રહ્યા હતા. જ્યારે હીરો મોટોકોર્પ પરિણામ પૂર્વે આર્કષણમાં રૃ.૫૧.૪૦ વધીને રૃ.૨૨૩૪.૯૦, બજાજ ઓટો રૃ.૨૮.૮૦ વધીને રૃ.૧૬૨૩.૧૦, ટાટા મોટર્સ રૃ.૩.૭૦ વધીને રૃ.૩૧૬.૭૫ રહ્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved