Last Update : 01-May-2012, Tuesday

 

સ્વાસ્થ્ય-સૌંદર્યરક્ષક ડ્રિન્ક્સ

જકાલ બજારમાં સ્વાસ્થ્ય અને સૌંદર્યને સુરક્ષિત રાખવાને માટે ઘણા સાધન મોજૂદ છે. વિવિધ પ્રકારનાં લોશન અને સૌંદર્યપ્રસાધન મળે છે, જેનાથી સૌંદર્યને નિખારી શકાય છે, બીજી તરફ ઠેર ઠેર જિમ ખૂલી ગયાં છે જ્યાં જઈને તમે સ્વાસ્થ્યને સુરક્ષિત રાખી શકો છો. પણ એ સમાધાન કાયમી નથી. ક્યારેક ક્યારેક તો તેની સાઈડ ઈફેક્ટ પણ થઈ જાય છે. તો પછી શા માટે કુદરતી રીતે આપણા સ્વાસ્થ્ય અને સૌંદર્યને અને સૌંદર્યને સંવારવામાં ન આવે.
હેલ્ધી ડ્રિંક્સને પોતાની જીવનશૈલીમાં સામેલ કરીને આપણે ફક્ત સ્વસ્થ અને અને સુંદર જ નથી બની શકતા, આપણી રોગપ્રતિકારક ક્ષમતા પણ વધે છે. ચહેરા પર સ્વાભાવિક ચમક પણ બની રહે છે. આવો જાણીએ, કેટલાક હેલ્ધી ડ્રિંક્સ બનાવવાની રીત ઃ

 

દૂધી ડ્રિંક
સામગ્રી ઃ ૨૫૦ ગ્રામ તાજી દૂધી, ૧ ચમચી સંિધાલૂણ, ૧/૨ લીંબુનો રસ, ૫-૬ તુલસીનાં પાન.
રીત ઃ દૂધીને છોલીને નાના ટુકડામાં કાપી લો. તુલસીનાં પાનં ધોઈ લો. દૂધી અને તુલસીને ભેગાં કરી બ્લેન્ડરમાં નાખો. ૨-૩ મિનિટ ચલાવો. સ્વચ્છ કપડાંથી ગાળી લો. મીઠું અને લીંબુનો રસ મિક્સ કરો . આમાં ૧/૨ ગ્લાસ પાણી મિક્સ કરી તરત પી જાઓ.
ફાયદા ઃ દૂધીના ડ્રિંકનું સેવન એટલું પૌષ્ટિક છે જેટલું માતાનું દૂધ. તે દિલ અને દિમાગ બંને માટે ઉપયોગી છે. લોહીની શુદ્ધિ કરે છે, કબજિયાતને દૂર કરે છે. દૂધી ડ્રિન્કનું સેવન જો થોડું મધ નાખીને કરવામાં આવે તો શરીરમાંથી બળતરા દૂર થાય છે. તે ગરમીને દૂર કરી તનમનને શીતળ રાખે છે. નસકોરી ફૂટવામાં પણ એનું સેવન લાભદાયી છે. આ પ્રયોગ હંમેશાં તાજો જ કરો. ફ્રિજમાં રાખવાથી તેની ગુણવત્તા ઓછી થઈ જાય છે.

 

કારેલાં
કારેલા આમ તો પોતાની કડવાશ માટે પ્રખ્યાત છે પણ તેની આ કડવાશ આરોગ્ય માટે વરદાનરૂપ છે.
સામગ્રી ઃ ૨-૩ તાજાં લીલાં કારેલાં, ૨ ટામેટાં, ૧ નાની કાકડી, ચપટી સંિધાલૂણ ૧/૨ લીંબુનો રસ ૧ ગ્લાસ પાણી.
રીત ઃ કાકડી, ટામેટાં અને કારેલાં ત્રણેને ધોઈને નાના ટુકડામાં કાપી લો અને ગ્રાઈન્ડરમાં નાખી હલાવો. પાણી પણ મિક્સ કરો. સ્વચ્છ કપડાંથી ગાળો. મીઠું અને લીંબુનો રસ મિક્સ કરો અને તરત સેવન કરો.
ફાયદા ઃ કારેલા ડ્રિંક હૃદયરોગીઓ માટે લાભદાયક છે. આ ડ્રિંક રક્તને શુદ્ધ કરીને સમગ્ર શરીરમાં રક્તપ્રવાહનું સુચાર સંચાલન કરે છે. શારીરિક વિકારોને દૂર કરે છે. આપણી પ્રતિરોધક ક્ષમતા વધારે છે. એના નિયમિત ઉપયોગથી કિડની સ્ટોન થવાનો ભય દૂર થાય છે. આ ડ્રિંક મઘુપ્રમેહના રોગીઓ માટે પણવિશેષ લાભદાયક છે.

 

બીલાનું ડ્રિંક
ગરમીમાં મળતું એક બહુ ઉપયોગી ફળ છે બીલું.
સામગ્રી ઃ ૧ બીલું ૨૫૦ કે ૩૦૦ ગ્રામનું ૨-૩ ગ્લાસ પાણી.
રીત ઃ બીલું તોડીને તેનો માવો કાઢો. એક સ્ટીલના તપેલામં પાણી અને બીલાનો માવો ૧/૨ કલાક નાખી રાખો. પછી હાથથી મસળીને ગાળી લો. ડ્રિંક તૈયાર છે. તમે ઇચ્છાનુસાર તેમાં ખાંડ નાખીને પી શકો છો.
ફાયદા ઃ આ ડ્રિંક કફ, વાયુ અને પિત્તના દોષોને દૂર કરે છે. સખત ગરમીમાં તે શીતળતા પ્રદાન કરી તનમનને તરોતાજા રાખે છે. કબજિયાત જેવા રોગથી છૂટકારો અપાવે છે, લોહી શુદ્ધ કરે છે.

 

ગાજર ડ્રિંક
આનાં વખાણ કરીએ તેટલાં ઓછાં છે. તે સહેલાઈથી મળતું સસ્તું ફળ છે.
સામગ્રી ઃ ૧/૨ કિલો લાલ ગાજર, ચપટી સંિધાલૂણા, ૧ ચમચો મધ.
રીત ઃ ગાજર છોલીને ધોઈ લો. નાના ટુકડામાં કાપીને જ્યુસર કે ગ્રાઇન્ડરમાં નાખીને રસ કાઢી લો. મધ અને મીઠું નાખીને તરત જ સેવન કરો.
ફાયદા ઃ વિટામિન ‘એ’થી ભરપૂર હોવાને કારણે આંખોને માટે ખૂબ લાભકારી છે. વધતાં બાળકો માટે તે કુલ મિલ છે. કારણ કે તેમાં ભરપૂર કેલ્શિયમ અને વિટામિન એ ભરપૂર હોય છે.

 

હળદર ડ્રિંક
સામગ્રી ઃ ૨ ગાંઠ લીલી હળધર, ૧૧/૨ ગ્લાસ પાણી, ચપટી મીઠું, ૧ લીંબુનો રસ.
રીત ઃ હળદરને ધોઈને છોલી કાઢો. નાના ટુકડામાં કાપી લો. પાણી નાખીને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરો. મીઠું અને લીંબુનો રસ નાખી સેવન કરો.
ફાયદા ઃ હળદર ડ્રિંક લોહીને શુદ્ધ કરે છે. કફને દૂર કરે છે. ત્વચા સંબંધિત વિકારોમાં ફાયદો કરે છે. તેના ઉપયોગથી ત્વચા ચીકણી અને સ્વચ્છ થાય છે. ક્રોનિક કમળામાં તે ઉપયોગી છે.

 

બીટ ડ્રિંક
સામગ્રી ઃ ૨૦૦ ગ્રામ બીટ, ૧ ગ્લાસ પાણી.
રીત ઃ બીટને ધોઈને છોલી નાખી મિક્સરમાં વાટી ડ્રિંક તૈયાર કરો. ગાળીને સેવન કરો.
ફાયદા ઃ બીટમાં આયર્નનું પ્રમાણ વઘુ હોય છે. તેના નિયમિત સેવનથી શરીરમાં લાલિમા આવે છે. લોહીની ઉણપ દૂર થાય છે. ખરાબ રંગના નખ સારા થઈ જાય છે. લોહી શુદ્ધ થાય છે.

 

કાકડી ડ્રિંક
ફાયદા ઃ ૩-૪ કાકડીનો જ્યૂસ રુમેટિક રોગોમાં વઘુ ફાયદાકારક છે. જો ૨-૩ મહિના સુધી નિયમિત રીતે ૧ ગ્લાસ કાકડી જ્યુસ લેવામાં આવેતો સ્થૂળતા ઘટે છે. ડાયાબિટીસ રોગમાં પણ તે ફાયદાકારક છે. ત્વચાની સમસ્યાઓ જેવી કે ખીલ ફોડલીમાંથી છૂટકારો મળે છે. ત્વચા સ્વચ્છ, ચમકદાર બની જાય છે.
આ બધાં જ ડ્રિંક્સનો પૂરેપૂરો ફાયદો લેવા માટે જરૂરી છે કે તેનું ૨-૩ મહિના સુધી નિયમિત સેવન કરવામાં આવે અને સવારે ખાલી પેટે તેનું સેવન કરવું જોઈએ. આ કુદરતી ડ્રિંક્સના ઉપયોગથી તમે તમારા સ્વાસ્થ્ય અને સુંદરતાને હંમેશાં માટે જાળવી રાખી શકો છો. તેની કોઈ સાઇડ ઇફેક્ટ નથી. તેથી આનો ઉપયોગ તમારી સુવિધા મુજબ કરો અને ફરક જુઓ.

- રાગિણી

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved