Last Update : 01-May-2012, Tuesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧-૦૫-૨૦૧૨, મંગળવાર
વૈશાખ સુદ દસમ - મજૂર દિન
ગુજરાત-મહારાષ્ટ્ર રાજ્ય સ્થાપના દિન
પશ્ચિમમાં ગુરૂ અસ્ત - અલ્પવૃષ્ટ્રિ ?

 

દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૦૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૫ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૨ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૧૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૯ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૫૭ મિ. (સૂ) ૬ ક. ૫૮ મિ. (મું) ૭ ક. ૦૦ મિ.
જન્મરાશિ ઃ- આજે જન્મેલ બાળકની સંિહ (મ.ટ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ- મઘા સાંજના ૫ ક. ૨૪ મિ. સુધી પછી પૂર્વાફાલ્ગુની
ગોચર ગ્રહ ઃ- સૂર્ય-મેષ, મંગળ-સંિહ, બુધ-મીન, ગુરૂ-મેષ, શુક્ર-વૃષભ, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-સંિહ
વિક્રમ સંવતઃ ૨૦૬૮ શોભન સં. શાકેઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવતઃ ૨૫૩૮
ઉત્તરાયણ ગ્રીષ્મ ૠતુ રા.દિ. વૈ.૧૧
માસ-તિથિ-વારઃ- વૈશાખ સુદ દસમને મંગળવાર.
ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર રાજ્ય સ્થાપના દિવસ. મજૂર દિન.
પશ્ચિમમાં ગુરૂનો અસ્ત. રવિયોગ અહોરણ
- મથુરા, ભરૂચ, વિરસદ સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ.
- ગોંડલ તથા ગઢડા અ.યુ.સ્વા. મંદિર પાટોત્સવ, માધવપુર ઘેડ (જૂનાગઢ) માધવરાયજીનો પાટોત્સવ. જૈન મહાવીર સ્વામી પ્રભુ કેવળજ્ઞાન કલ્યાણક.
- દિવસ ૩૧ દુષ્કાળનો ભય ? - રૂમાં મંદી ? - અલ્પ વૃષ્ટ્રિ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જમાદિલ આપર માસનો ૯ રોજ
પારસી શહેનશાહી વર્ષ- ૧૩૮૧ આદર માસનો ૧૭ રોજ સરોશ હમકારો
ગુજરાત-મહારાષ્ટ્ર રાજ્ય સ્થાપના દિન

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે ગુજરાત-મહારાષ્ટ્ર રાજ્ય સ્થાપના દિને આપના નોકરી, ધંધાના, પુત્ર પૌત્રાદિકના, યાત્રા પ્રવાસ, મુલાકાતના કામમાં આનંદ રહે.

 

વૃષભ ઃ આપ હરોફરો, કામકાજ કરો પરંતુ હૃદય-મનની વ્યગ્રતા ઘર, પરિવાર, મકાન, વાહન, મીલ્કતના, નોકરી, ધંધાના પ્રશ્ને અનુભવાય.

 

મિથુન ઃ આકસ્મિક કોઈને મળવાનું થાય, આનંદ અનુભવાય. જુના સંબંધો, સંસ્મરણો તાજા થાય. નોકરી-ધંધામાં યશ, સફળતા મળે.

 

કર્ક ઃ આપના રોજીંદા કામમાં સાનુકૂળતા, રાહત રહે. આવક થાય. ચંિતા-મુંઝવણમાં રાહત થાય. કુટુંબ, પરિવારનું કામ કરી શકો.

 

સંિહ ઃ આપના હૃદય-મનની પ્રસન્નતામાં વધારો થાય તેવું કામ થાય. ધર્મકાર્ય, યાત્રા પ્રવાસ, નવી ઓળખાણ, મિત્રતા થાય.

 

કન્યા ઃ સરકારી, રાજકીય જવાબદારીમાં, કામગીરીમાં ઘ્યાન રાખવું પડે. ખર્ચ રહે, નાણાંભીડ અનુભવાય, નોકરી-ધંધાના, ભાઈભાંડુ, નોકરચાકર પ્રશ્ને ચંિતા.

 

તુલા ઃ પુત્ર પૌત્રાદિકના કામમાં પ્રગતિ જણાય, આનંદ અનુભવો. નોકરી-ધંધાના કામની વ્યસ્તતા છતાં સાનુકૂળતા રહે, આવક થાય.

 

વૃશ્ચિક ઃ ગુજરાત રાજ્ય-મહારાષ્ટ્ર રાજ્યના સ્થાપના દિને નોકરી, ધંધાના, રાજકીય, સરકારી કામમાં વ્યસ્તતા, સફળતાથી આનંદમાં રહો.

 

ધન ઃ ધર્મકાર્ય, યાત્રા પ્રવાસથી આનંદ રહે. હૃદય-મનની પ્રસન્નતામાં વધારો થાય. નોકરી-ધંધાનું કામ ઉકેલાય, માન, સન્માન મળે.

 

મકર ઃ આજે આકસ્મિક ચંિતા, ઉપાધિ, શારીરિક-માનસિક ચંિતા-અસ્વસ્થતાના કારણે કંઈ ગમે નહીં. ધાર્યું કામ સમયસર થાય નહીં.

 

કુંભ ઃ પત્ની-પરિવારના-સંતાનના કામમાં, નોકરી-ધંધાના કામમાં આનંદ રહે. જાહેર સંસ્થાકીય કામમાં ચંિતા, શ્રમ, દોડધામ જણાય.

 

મીન ઃ વિલંબમાં પડેલા કામમાં, પુત્ર પૌત્રાદિકના કામમાં આપે ઘ્યાન આપવું પડે. ખર્ચ કરવો પડે. નોકરી ધંધાનું કામ કરી શકો.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧-૦૫-૨૦૧૨, મંગળવાર

આજથી શરૂ થતા જન્મવર્ષના પ્રારંભે આનંદ, ઉત્સાહ રહે. નોકરી-ધંધામાં આકસ્મિક કોઈ લાભ, ફાયદો થાય. ધર્મકાર્ય, યાત્રા પ્રવાસ થાય. વિશેષમાં - * વર્ષ દરમ્યાન આરોહ-અવરોહની પરિસ્થિતિ વડીલવર્ગના, સગાસંબંધી, મિત્રવર્ગના મુદ્દો રહે. આકસ્મિક બિમારી, ચંિતાનું આવરણ આવી જાય. ભાગીદારીમાં ધંધો હોય, દેવું થઈ ગયું હોય તેમને વર્ષ ઉત્તરાર્ધ ચંિતા તકલીફવાળો આવતો જાય. * નોકરીમાં, પત્ની, સંતાનના પ્રશ્નમાં નાની મોટી ચંિતા રહે. સંતાનના વિદ્યાભણતર, વિવાહ લગ્નનાં પ્રશ્નમાં ચંિતા-ખર્ચ-દોડધામ અનુભવાય. સાસરી પક્ષના પ્રશ્ને પત્ની અને તમને તકલીફ, વિવાદ રહે. * સ્ત્રીવર્ગને વર્ષ દરમ્યાન અપયશ મળે નહીં તેનું ઘ્યાન રાખવું પડે. સાંસારીક જીવનમાં વિખવાદ, વિવાદથી તકલીફ થાય નહીં તે માટે વાણીમાં મીઠાસ ને વ્યવહારમાં નમ્રતા રાખવી. * વિદ્યાર્થીવર્ગને ભણવામાં એકાગ્રતા, સ્થિરતા જાળવીને અભ્યાસ કરવો જરૂરી રહેશે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

પડોશી લીલીકાકી પાસે જઇને જશીએ કહ્યું, ‘‘આન્ટી, પાંચ-છ દિવસ માટે તમારું હારમોનિયમ અને તબલાં મને ઘરે લઇ જવા આપશો?’’
‘‘જરૂર, જરૂર!’’ લીલીકાકી બોલી, ‘‘તને સંગીતનો શોખ થયો છે એથી મને ખુશી થઇ... લઇ જા તું તારે!’’
‘‘શોખ તો ઠીક છે,’’ જશી બોલી, ‘‘પણ મૂળ વાત એ છે કે અમારે ત્યાં ચાર-પાંચ મહેમાનો આવવાના છે એટલે...’’

[Top]
 

આજ ની રેસીપી

સ્વાસ્થ્ય-સૌંદર્યરક્ષક ડ્રિન્ક્સ

તડબૂચ ડ્રિંક


તડબૂચ ખાવાને બદલે ડ્રિંક્સ વઘુ લાભદાયક છે. તડબૂચને નાના ટુકડામાં કાપો અને મિક્સીમાં નાખો. થોડો વખત ચલાવો. ગાળીને ડ્રિંક તૈયાર કરો. તેનું સેવન મીઠું અને ખાંડ નાખ્યા વિના જ કરો.

ફાયદા ઃ જો તડબૂચ ડ્રિંકનું સેવન નિયમિત કરવામાં આવે તો તે કિડની સ્ટોનથી દૂર રાખે છે. પેટ અને આંતરડાની સફાઈ કરે છે. શરીરમાંથી ટોક્સિન્સ કાઢીને ચહેરા પર ચમક લાવે છે. ચહેરાને ખીલથી દૂર રાખે છે.

 

આમળાં ડ્રિંક


સામગ્રી ઃ ૨-૨ તાજાં આમળાં, ૧ ગ્લાસ પાણી, ચપટી સંિધાલૂણ.

રીત ઃ આમળાંને છીણી લો પછી પાણી નાખી બ્લેન્ડરમાં ચલાવો. ગાળીને તરત પી લો.

ફાયદા ઃ આમળામાં વિટામીન સી મુખ્ય સ્ત્રોત છે. તે શીતળતા આપે છે. વાયુ, કફ, પિત્ત દોષને દૂર કરે છે. જો તેનું સેવન નિયમિત રીતે ૩-૪ મહિના સુધી કરવામાં આવે તો આંખોમાં ચમક અને ચહેરા પર કાંતિ આવી જાય છે. આના ઉપયોગથી ત્વચાની કરચલીઓ દૂર થાય છે, ચામડીના રોગ દૂર થાય છે. શરીરમાં સ્ફૂર્તિ અને ચુસ્તી જળવાઈ રહે છે. સાથે વાળને કાળા રાખવામાં પણ તે વિશે ઉપયોગી છ.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved