Last Update : 30-April-2012, Monday

 
દિલ્હીની વાત
 

નકસલવાદને શરણે...
નવીદિલ્હી, તા. ૨૭
ઓરિસા અને છત્તીસગઢની સરકારોએ નકસલવાદ સામે નમતું જોખતા સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે. આ નિષ્ણાંતોને એવો ડર છે કે તેમની બધી માગણીઓ સ્વીકારીને રાજ્ય સરકારોએ ખોટો દાખલો બેસાડયો છે. તેમજ તેના કારણે નકસલવાદીઓની હિંમત વધશે. જોકે નેશનલ કાઉન્ટર રેરરીઝમ સેન્ટરના (NCTC) મુદ્દે આગામી અઠવાડિયે મળી રહેલી બેઠકમાં ચર્ચા થશે તેવી આશા જાગી છે. રાજ્ય સરકારે દેશના આંતરિક ત્રાસવાદનો સામનો પોતાના હાથે કરી શકે એમ નથી એ હકીકત અંગે પણ ચર્ચા થશે. ઓરિસા અને છત્તીસગઢના મુખ્ય પ્રધાનો જે રીતે નકસલવાદને શરણે થયા તે જોઈ NCTC ના વિરોધી એવા મમતા બેનરજી અને જયલિલતા પણ વિચારતા થઈ જશે એમ મનાય છે.
બીજેડીના વિધાનસભ્યનું નકસલવાદીઓ દ્વારા કરાયેલું અપહરણ એવું સૂચવે છે કે રાજ્યોનું કેન્દ્ર સાથે કો-ઓડિનેશન ઊભું કરવું જોઈએ. NCTC આવું કરી શકે છે એમ મનાય છે.
વધુ અપહરણનો ડર
પ્રથમ બીજેડીના વિધાનસભ્યનો અપહરણ અને પછી સુકમાના કલેકટર એલેક્સ મેનનના અપહરણના કારણે સંવેદન ઉભું થયું હતું. પરંતુ કેન્દ્રના ગૃહમંત્રાલયના ટોચના અધિકારીઓને ચિંતા એ વાતની છે કે હજુ ઘણાં અપહરણનો થશે. તેમના મતે માત્ર સિનિયર અધિકારીઓ કે રાજકારણીઓ નહીં પણ નામાંકિત સોશ્યિલ વર્કરો પણ તેમાં આવી જશે. આ સૂત્રો સીઆરપીએફના અધિકારીઓને પણ અપહરણ થનારાઓની સંભવિત યાદીમાં મુકે છે. ગૃહ મંત્રાલયના સૂત્રો એમ પણ કહે છે કે અપહરણો કરીને નકસલવાદીઓ સરકારે શરૃ કરેલા ગ્રીનહન્ટ ઓપરેશનને અટકાવવા માગે છે.
દરમ્યાન ગૃહ સચિવ આર.કે. સિંહે જણાવ્યું છે કે ગૃહખાતાની સંસદીય બાબતોની સ્ટેન્ડિંગ કમિટીમાં સરકારની 'એરેસ્ટે એન્ડ કિલ' (ધરપકડ કરો અને મારી નાખો) વાળી સ્કીમનો સાંસદો વિરોધ કરી રહ્યા છે. આવી સ્કીમ માનવ અધિકારના ભંગ સમાન છે.
ડિઝલ ફરી વિવાદનો વિષય
તૃણમૂલ કોંગ્રેસનાં સૂત્રોનું સાચું માનીએ તો ડિઝલના ભાવ પરનું નિયંત્રણ હટાવી લેવાનો નિર્ણય થોડા સમય માટે એટલે કે રાષ્ટ્રપતિની ચૂંટણીઓ સુધી અભરાઈએ ચઢાવી દેવાયો છે. માત્ર વિપક્ષોના વિરોધના કારણે નહીં પણ સરકારના સાથી પક્ષો ટીએમસી અને એનસીપીના વિરોધના કારણે પણ આ પગલું લેવાયું છે. આ મુદ્દે તેમજ અન્ય સમસ્યાઓ સામે એનસીપીએ ૧૬મેના રોજ જંતર-મંતર ખાતે રેલી યોજવાનું નક્કી કર્યું છે. બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસે પણ વિરોધની ધમકી ઉચ્ચારી છે. પક્ષના નેતા સુદીપ બંદોપાધ્યાયએ જણાવ્યું છે કે તેમના પક્ષને ડિઝલના ભાવ પર અંકુશ હટાવવા અંગે સરકાર તરફથી કોઈ સંકેત મળ્યા નથી. ભાજપ એમ કહીને વિરોધ કરે છે કે ડિઝલ એ મૂળ બળતણ છે. જે દરેક પરિવહનમાં કામ લાગે છે. તેના ભાવ વધારાથી જીવન જરૃરી ચીજોના ભાવો પર આડકતરી અસર પડશે.
સચીન અને દારાસિંહ
રાજ્યસભામાં ક્રિકેટર સચીન તેંડુલકરને નોમીનેટ કરતા હવે ઉપલા ગૃહમાં સ્પોર્ટસના બે નામાંકિત ચહેરા રહેશે. કેટલાંક મહિના પહેલાં બીજેડીએ હોકીના ભૂતપૂર્વ કેપ્ટન દિલીપ ટીક્કોને ઉપલા ગૃહમાં મોકલ્યા હતા. ૨૦૦૩ના વર્ષને યાદ કરીએ તો ત્યારે રાજ્યસભામાં દારાસિંહને નોમિનેટ કરાયા હતા. જોકે આ કુસ્તીબાજ રાજ્યસભા કરતાં ફિલ્મોના કારણે વધુ પ્રખ્યાત થયા હતા. અહીં કમનસીબી એ વાતની છે કે સચીનને ભારતરત્ન આપવાની માગને પ્રતિભાવ મળ્યો નહોતો. આવું વર્ષો પહેલાં પણ બન્યું હતું. હોકીના હીરો ધ્યાનચંદ માટે પણ ભારત રત્નનની માગ થઈ હતી પરંતુ તે માગણી સ્વિકારાઈ નહોતી.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved