Last Update : 30-April-2012, Monday

 
 

નડાલે ક્લે કોર્ટ પર સતત ૩૮મી સેમિ ફાઇનલ જીતી
બાર્સેલોના ઓપનમાં નડાલ અને ફેરર વચ્ચે ફાઇનલ મુકાબલો

નડાલે વર્ડાસ્કોને અને ફેરરે રાઓનિકને હરાવ્યો

બાર્સેલોના,તા.૨૯
વર્લ્ડ નંબર ટુ નડાલે ક્લે કોર્ટ પર સતત ૩૮મી સેમિ ફાઇનલ જીતીને બાર્સેલોના ઓપનની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. નડાલે તેના જ દેશના સ્પેનીશ ખેલાડી વર્ડાસ્કોને સીધા સેટોમાં ૬-૦, ૬-૪થી પરાજય આપ્યો હતો. હવે તેનો સામનો સ્પેનના ફેરર સામે થશે. ફેરરે બીજી સેમિ ફાઇનલમાં કેનેડાના રાઓનિક સામે ૭-૬, ૭-૬થી દિલધડક મુકાબલામાં વિજય મેળવ્યો હતો.
બાર્સેલોનામાં નડાલ અને ફેરર વચ્ચે ચોથી વખત ફાઇનલ રમાશે. અગાઉ બંને વચ્ચે ૨૦૦૮, ૨૦૦૯ અને ૨૦૧૧માં બાર્સેલોના ઓપનની ફાઇનલ રમાઇ છે, જે બધામાં નડાલ ચેમ્પિયન બન્યો હતો. ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન નડાલે ગત સપ્તાહે જ સતત આઠમાં વર્ષે મોન્ટે કાર્લો માસ્ટર્સ ટાઇટલ જીત્યું હતુ.બાર્સેલોનામાં નડાલ આગવી રીધમમાં રમતો જોવા મળ્યો હતો અને તેણે વર્ડાસ્કો સામે પ્રભુત્વ સાથેનો દેખાવ કરતાં માત્ર ૮૫ મિનિટમાં જ વિજય મેળવી લીધો હતો.
નડાલે બાર્સેલોનામાં અગાઉના સાત વર્ષમાં છ વખત ચેમ્પિયનશીપ જીતી હતી. તે ૨૦૧૦માં ચેમ્પિયન બની શક્યો નહતો કારણકે તે ઘુંટણની ઇજાના કારણે ટુર્નામેન્ટમાં રમવા જ ઉતર્યો નહતો. નડાલે આ સાથે ક્લે કોર્ટ પર સતત ૩૮મી સેમિ ફાઇનલ જીતી લીધી હતી. ક્લે પર છેલ્લે સેમિ ફાઇનલમાં નડાલને ઓગસ્ટ ૨૦૦૩માં પરાજયનો સામનો કરવો પડયો હતો, ત્યારે તેને કાર્લોસ મોયાએ હરાવ્યો હતો.
નિકોલસ અલ્માગ્રો અને એન્ડી મરે જેવા દિગ્ગજ ખેલાડીઓને હરાવનારા ફેરરે ૨૧ વર્ષીય રાઓનિકના પડકારનો અંત આણ્યો હતો. પ્રથમ સેટમાં રાઓનિકે છ સેટ પોઇન્ટ બચાવ્યા હતા પણ આખરે ફેરરે ટાઇબ્રેકરમાં ૭-૨થી વિજય મેળવ્યો હતો. બીજા સેટમાં પણ રાઓનિકે એક સેટ પોઇન્ટ બચાવ્યો હતો અને મેચ ટાઇ બ્રેકરમાં ખેંચાઇ હતી, જેમાં ફેરરે ૭-૫થી બાજી મારી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકાએ સઈદના માથે ઈનામ જાહેર કર્યું જ નથી! ઃ અમેરિકી રાજદૂત

યુરોપના ટોચના અધિકારીઓને પ્રવાસ માટે એક કરોડ ડૉલરના ખાનગી જેટ માટે કરાર

સાર્કોજીએ ગદ્દાફી પાસેથી ૪૨૦ લાખ પાઉન્ડ લીધા હતા
એનઆરઆઈ પત્રકારના ટેબ્લોઈડને યુકેનો એવોર્ડ
આગાખાને આર્કિટેક્ટ એવોર્ડની રકમ બમણી કરી
મે મહિનો મોટી ઉથલપાથલવાળો બની રહેશે ઃ ત્રણથી પાંચ ગ્રહો એક રાશિમાં
ભરૃચ સરદાર બ્રિજ ખાતે ગુજરાતના સ્થાપના દિને નવા બ્રિજનું ખાતમુહૂર્ત
છત્તીસગઢમાંથી સાડાત્રણ હજાર માઓવાદી રાજ્યમાં દાખલ ઃ ઓપરેશન મહારાષ્ટ્રનો પ્લાન
ઉત્તર પ્રદેશમાં બે બસ ટકરાતાં ૧૮નાં મોત
હત્યાના કેસમાં ૧૨ અપરાધીને ૨૬ વરસ બાદ હાઈકોર્ટે છોડી મૂક્યા
રખેવાળ કે નોકર મિલકતના માલિક ન બની શકે ઃ સુપ્રીમ
કચ્છમાં રની તીવ્રતાના ત્રણ સહિત ભૂકંપના કુલ પાંચ આંચકા
દિલ્હી ડેરડેવિલ્સનો એક રનથી રાજસ્થાન સામે દિલધડક વિજય
આદિત્ય મેહતાએ એશિયન સ્નૂકર ચેમ્પિયનશીપ જીતી
બેડમિંટનમાં જ્વાલાનો રેકોર્ડ ઃલંડન ઓલિમ્પિકમાં બે ઇવેન્ટમાં ક્વોલિફાય
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved