Last Update : 30-April-2012, Monday

 
 

આખરી ઓવરમાં રાજસ્થાનને જીતવા ૧૨ રનની જરૃર હતી
દિલ્હી ડેરડેવિલ્સનો એક રનથી રાજસ્થાન સામે દિલધડક વિજય

સેહવાગના ૩૯ બોલમાં ૬૩ રન ઃ રહાનેની અણનમ ૮૪ રનની ઇનિંગ છતાં રાજસ્થાન હાર્યું

૧૫૩ ના પડકાર સામે રાજસ્થાનના ૧૫૧/૩ યાદવની આખરી ઓવર નિર્ણાયક બની

 

કોટલા,તા.૨૯
દિલ્હી ડેરડેવિલ્સે હાઇવોલ્ટેજ મુકાબલામાં આખરી બોલ પર રાજસ્થાન રોયલ્સ સામે એક રનથી દિલધડક વિજય મેળવ્યો હતો. જીતવા માટે જરૃરી ૧૫૩ રનનો પીછો કરતાં રાજસ્થાને ૨૦ ઓવરના અંતે ત્રણ વિકેટે ૧૫૧ રન કર્યા હતા. મેચના આખરી બોલે રાજસ્થાનને જીતવા માટે માત્ર બે રનની જરૃર હતી પણ સિંગલ લેવા જતાં ઓવેશ શાહ રન આઉટ થયો હતો અને દિલ્હીએ નાટકીય રીત એક રનથી વિજય મેળવ્યો હતો.
ટોસ જીતીને બેટિગમાં ઉતરેલા દિલ્હીએ શરૃઆતમાં વિકેટ ગુમાવી હતી પણ ઇનફોર્મ સેહવાગે ૮ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે ૬૩ રનની નોંધપાત્ર ઇનિંગ રમીને ટીમને મજબુત સ્થિતીમાં પહોંચાડી હતી. જયવર્દને ૬ અને પીટરસન ૫ રને આઉટ થયાં હતા. સેહવાગ સાથે જોડાયેલા ટેલરે ધીરજપૂર્વક બેટિંગ કરી હતી અને બંનેએ ત્રીજી વિકેટની ભાગીદારીમાં ૬૭ બોલમાં ૮૦ રન જોડયા હતા.
ટેલરે ૨૫ અને નાગરે ૨ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે ૨૦ બોલમાં ૨૭ રન કરતાં દિલ્હી ૬ વિકેટે ૧૫૨ રન કરી શક્યું હતુ. રાજસ્થાન તરફથી પંકજ સિંઘ અને ગુજરાતના અમિત સિંઘે ૨-૨ વિકેટ ઝડપી હતી.
જવાબમાં દ્રવિડ અને રહાનેની જોડીએ ફરી એક વખત રાજસ્થાનને પોઝીટીવ શરૃઆત અપાવતા ૯૯ રનની ભાગીદારી કરી હતી. રહાનેએ પણ વિસ્ફોટક બેટિંગ જારી રાખતાં ૯ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૬૩ બોલમાં ૮૪ રન ફટકાર્યા હતા. જ્યારે દ્રવિડ ૩૮ બોલમાં ૪૦ રને આઉટ થયો હતો. રહાને અને હોજે (૨૨) ૪૨ રનની ભાગીદારી કરી હતી. આ તબક્કે રાજસ્થાનની જીત નિશ્ચિત લાગતી હતી.
રાજસ્થાનને આખરી બે ઓવરમાં ૧૫ રન કરવાના હતા અને તેમની નવ વિકેટ સલામત હતી. જો કે મોર્ની મોર્કેલે ઇનિંગની ૧૯મી ઓવરમાં માત્ર ત્રણ રન આપ્યા હતા અને હોજની વિકેટ ઝડપતાં બાજી પલ્ટી હતી. જે પછી આખરી ઓવરમાં ઉમેશે ટીમને જીત અપાવી હતી.
દિલ્હી

-

રન

બોલ

જયવર્દને કો.હોજ બો.પી.સિંઘ

૦૬

૦૫

સેહવાગ કો.મેનારિયા બો.હોજ

૬૩

૩૯

પીટરસન કો.દ્રવિડ બો.ચવાન

૦૫

૦૫

ટેલર બો.પી.સિંઘ

૨૫

૩૫

નાગર કો.ચવાન બો.એ.સિંઘ

૨૭

૨૦

એન.ઓઝા કો.દ્રવિડ બો.એ.સિંઘ

૧૧

૧૧

આઇ.પઠાણ અણનમ

૦૭

૦૫

અગરકર અણનમ

૦૦

૦૦

વધારાના (લેગબાય ૪, વાઇડ ૩, બાય ૧)

૦૮

 

 

 

કુલ ૨૦ ઓવરમાં છ વિકેટે

૧૫૨

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧-૧૩ (જયવર્દને ૧.૬), ૨-૧૯ (પીટરસન ૨.૬), ૩-૯૯ (સેહવાગ ૧૩.૧), ૪-૧૦૪ (ટેલર ૧૪.૩), ૫-૧૨૫ (એન.ઓઝા ૧૭.૬), ૬-૧૪૮ (નાગર ૧૯.૫).બોલિંગ ઃ એ.ચવાન ૪-૦-૩૧-૧, પી.સિંઘ ૪-૦-૨૫-૨, એ.સિંઘ ૪-૦-૪૧-૨, કૂપર ૪-૦-૧૯-૦, હોજ ૪-૦-૩૧-૧.
રાજસ્થાન

-

રન

બોલ

દ્રવિડ કો.અગરકર બો.આઇ.પઠાણ

૪૦

૩૮

રહાને અણનમ

૮૪

૬૩

હોજ એલબી બો.એમ.મોર્કેલ

૨૨

૧૮

ઓ.શાહ રનઆઉટ

૦૧

૦૧

વધારાના (વાઇડ ૪)

૦૪

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૩ વિકેટે

૧૫૧

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧-૯૯ (દ્રવિડ ૧૩.૫), ૨-૧૪૧ (હોજ ૧૮.૬), ૩-૧૫૧ (શાહ ૧૯.૬).બોલિંગ ઃ આઇ.પઠાણ ૪-૦-૨૭-૧, નદીમ ૪-૦-૩૦-૦, એમ.મોર્કેલ ૪-૦-૨૬-૧, યાદવ ૪-૦-૩૫-૦, અગરકર ૪-૦-૩૩-૦.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકાએ સઈદના માથે ઈનામ જાહેર કર્યું જ નથી! ઃ અમેરિકી રાજદૂત

યુરોપના ટોચના અધિકારીઓને પ્રવાસ માટે એક કરોડ ડૉલરના ખાનગી જેટ માટે કરાર

સાર્કોજીએ ગદ્દાફી પાસેથી ૪૨૦ લાખ પાઉન્ડ લીધા હતા
એનઆરઆઈ પત્રકારના ટેબ્લોઈડને યુકેનો એવોર્ડ
આગાખાને આર્કિટેક્ટ એવોર્ડની રકમ બમણી કરી
મે મહિનો મોટી ઉથલપાથલવાળો બની રહેશે ઃ ત્રણથી પાંચ ગ્રહો એક રાશિમાં
ભરૃચ સરદાર બ્રિજ ખાતે ગુજરાતના સ્થાપના દિને નવા બ્રિજનું ખાતમુહૂર્ત
છત્તીસગઢમાંથી સાડાત્રણ હજાર માઓવાદી રાજ્યમાં દાખલ ઃ ઓપરેશન મહારાષ્ટ્રનો પ્લાન
ઉત્તર પ્રદેશમાં બે બસ ટકરાતાં ૧૮નાં મોત
હત્યાના કેસમાં ૧૨ અપરાધીને ૨૬ વરસ બાદ હાઈકોર્ટે છોડી મૂક્યા
રખેવાળ કે નોકર મિલકતના માલિક ન બની શકે ઃ સુપ્રીમ
કચ્છમાં રની તીવ્રતાના ત્રણ સહિત ભૂકંપના કુલ પાંચ આંચકા
દિલ્હી ડેરડેવિલ્સનો એક રનથી રાજસ્થાન સામે દિલધડક વિજય
આદિત્ય મેહતાએ એશિયન સ્નૂકર ચેમ્પિયનશીપ જીતી
બેડમિંટનમાં જ્વાલાનો રેકોર્ડ ઃલંડન ઓલિમ્પિકમાં બે ઇવેન્ટમાં ક્વોલિફાય
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved