Last Update : 30-April-2012, Monday

 

સંત ગની ફોર્ટ ૭૦૦ વર્ષ સુધી પૂજાયા હતા
કૂતરાના મોઢાવાળા ભગવાનની પૂજા

 


ગની ફોર્ટની પૂજા થતી હતી, શાસકોએ તપાસ કરાવી ત્યારે ખબર પડી કે આ કૂતરાની પૂજા થાય છે એટલે આખા ધાર્મિક સ્થળને હટાવી દેવાતું હતું

સેન્ટ ક્રિષ્ટોફરનું નામ આદર સાથે લેવાય છે ઃ ખ્રિસ્તી ધર્મના સંતમાં લોકોને અપાર શ્રઘ્ધા હતી ઃ તેમનું માથું વાઢી નાખવામાં આવ્યું હતું
મને લાગે છે કે હંિદુ ધર્મ એક માત્ર એવો ધર્મ છે કે જેણે દરેક પ્રાણી અને પથ્થરને ભગવાનના પ્રતિક તરીકે પૂંજ્યા છે (યાદ રહે કે મેં અહીં હંિદુ નથી લખ્યું પણ હંિદુ ધર્મ એમ લખ્યું છે) ચમત્કારોથી મને કયારેય આશ્ચર્ય થતું નથી, કેમ કે મારી આસપાસની તમામ ચીજો અને ઝાડપાન તરફથી પણ ચમત્કાર થશે એવી હું આશા રાખું છું. હું આશા રાખું છું કે પવન પણ જાદુ લઇને આવે, અને એવું ઘણી વાર થાય. ખ્રિસ્તી ધર્મ મનુષ્યથી એટલો બધો પ્રભાવિત થયેલો છે કે તે હાથી કે ઝાડ કે કીડીમાં રહેલી દૈવી શકિતની શકયતા અંગે વિચારી પણ શકતો નથી. પરંતુ કોઇક વાર તે ભૂલથી તેમના ચર્ચને કૂતરાને સંત તરીકે પૂંજવા દે છે. તેમના એક ખુબ જાણીતા સંત કૂતરાનું માથું ધરાવતા હતા. જે બાળકો બરાબર ચાલી ના શકતા હોય તેમના કુટુંબીજનોને આ સંત પર આસ્થા રાખવાનું કહેવામાં આવતું હતું. તેમની કબર પર ચમત્કાર અનુભવાતાં જ ધીરે ધીરે તે સંત તરીકે ઓળખાવા લાગ્યા હતા. ૧૩મી સદીમાં શોધી કઢાયું કે આ સંત બીજું કોઇ નહીં પણ એક કૂતરો હતો. જયારે મેં આ વાંચ્યું ત્યારે હું ખડખડાટ હસી પડી હતી. રોમન કેથોલીક ચર્ચ માટે પણ આ વાત આઘાતજનક હતી. ગની ફોર્ટ એ ગ્રેહોન્ડ જાતનો કુતરો હતો. તે એક શિકારીનો હતો અને લૅઓન નજીક વસાહતમાં રહેતો હતો. એક દિવસ શિકારી શિકાર કરવા ગયો અને તેના નાના બાળકની સંભાળ ગની ફોર્ટ રાખશે એમ સમજી તેના ભરોસે મુકતો ગયો જયારે શિકારી પાછો ફર્યો ત્યારે તેણે જોયું કે તેના ઘરના આંગણામાં લોહીના ડાઘા અને માંસના ટુકડા હતા. બાળકને જયાં ઓઢાડીને સુવાડયું હતું ત્યાં તે ન હોતું. એટલામાં કૂતરો તેના લોહી ભીના જડબા સાથે તેના માલિકને આવકરાવા આવ્યો. પરંતુ શિકારીને લાગ્યું કે ગની ફોર્ટે તેના પુત્રને ફાડી ખાધો છે એટલે તેણે ગની ફોર્ટની હત્યા કરી નાખી. પરંતુ એટલી વારમાં જ તેના બાળકના રડવાનો અવાજ સાંભળ્યો. જોયું તો તે સલામત અને હસતું-રમતું તું. તેની બાજુમાં સાપના ટુકડા હતા. ગની ફોર્ટે સાપને મારી નાખ્યો હતો અને બાળકને બચાવ્યું હતું. પોતે મોટી ભૂલ કરી છે એમ સમજીને કૂતરાને એક ઉંડા ખાડામાં દાટીને ઉપર પથ્થરો મૂકી આજુ બાજુ ઝાડ રોપ્યા હતા. આમ ગની ફોર્ટ માટે કબર તૈયાર થઇ હતી. ધીરે ધીરે સ્થાનિક લોકોને ખબર પડવા લાગી કે બાળકને બચાવનાર ગની ફોર્ટ તો સંત સમાન છે. સ્થાનિક લોકો ધીરે ધીરે આ જગ્યાએ આસ્થાથી આવવા લાગ્યા. પછી તો એવી માન્યતા ચાલવા લાગી કે આ સંત બાળકોનું રક્ષણ કરે છે. જે બાળકો ચાલી નથી શકતા તેમને સંતના આશિર્વાદ કામ લાગે છે. પછી તો આ સંતની બોલબાલા વધવા લાગી અને વિસ્તારના તમામ બાળકોને આ દરગાહ પર સંતના આશિર્વાદ માટે લઇ અવાતા હતા.
બર્બનના સત્તાધીશે કયારેય સંત ગની ફોર્ડ વિશે સાંભળ્યું નહોતું પરંતુ જયારે આ ધાર્મિક સ્થળે લોકો આશિર્વાદ લેવા જાય છે એવું સાંભળ્યું ત્યારે જાતે સ્થળની મુલાકાત લીધી હતી. જયારે તેણે સ્થળ પર જઈ બરાબર તપાસ કરી ત્યારે ખબર પડી કે આ સંત ગનીફોર્ટ કોઇ માણસ નહોતા પણ હકીકતે તો તે એક કૂતરું હતું !!
બર્બન શાસક હકીકત જાણીને ખુબ ગુસ્સે ભરાયા હતા અને સંત ગની ફોર્ટના ભાવિકોને અશ્રઘ્ધાળુઓ કહ્યા હતા અને સંત ગની ફોર્ટના સ્થાનકને તોડી પાડવાનું નક્કી કર્યું હતું. તેમણે કૂતરા ગની ફોર્ટની કબરને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો અને આજુબાજુના ઝાડ પણ કાઢી નાખવા જણાવ્યું હતું. છેલ્લે આખું મેદાન સાફ કરી નાખ્યું હતું.
તપાસ કરતા અધિકારીઓએ સ્થાનિક સત્તાવાળાઓને કહ્યું હતું કે કોઇ સંત ગનીફોર્ટના સ્થળ પર ભેગું ના થાય તેનું ઘ્યાન રાખજો. તેમણે એમ માની લીઘું હતું કે તેમણે ધર્મની વિરૂઘ્ધ જઇને અન્યને પૂંજતા અશ્રઘ્ધાળુઓ તેમજ મૂર્તિ પૂજકોને દૂર ર્ક્યા છે. પરંતુ તે એ નહોતા જાણતા કે સંત ગની ફોર્ટ સતત પૂંજાતા રહ્યા હતા.
કેથોલીક ચર્ચ વાળાઓ કૂતરાની ભક્તિ કરતા લોકોની સામે પડયા હતા. કેથોલીકના નીરીક્ષકોએ જાહેર કર્યું હતું કે આવા સંતના આશિર્વાદ કામ લાગતા નથી. જો કે ગ્રે હોન્ડામાંથી બનેલા સંત ગની ફોર્ટ પરની આસ્થા ૭૦૦ વર્ષ સુધી સત્તાવાળાઓના તમામ પ્રયાસો છતાં ૧૯૪૦ના દાયકા સુધી સંત ગની ફોર્ટ લોકપ્રિય રહ્યા હતા. ૧૯૮૭માં સંત ગની ફોર્ટ પર ફ્રેંચ ફિલ્મ પણ બની હતી. ૨૨ ઓગસ્ટે તે સંત બન્યા તેની જયંતિ ઉજવાતી હતી.
આપણે પ્રાણીઓ પાસેથી ઘણું શીખવાનું છે. પ્રાણીઓની હંિમત, વિશ્વાસ અને માલિક પ્રત્યેની વફાદારી શહીદ ગ્રે હાઉન્ડમાં જોવા મળી છે. ખ્રિસ્તી ધર્મમાં માનનારા બર્બનના સત્તાધીશો આખું ધાર્મિક સ્થળ તોડી પાડીને સંત ગની ફોર્ટમાં માનનારા ભાવિકોને સજા કરતા હોય એવું પગલું ભર્યું હતું.
ગની ફોર્ટ સંતને લોકો ભૂલી જાય એટલે કેથોલીક ચર્ચે એમ ચલાવે રાખ્યું હતું કે ગની ફોર્ટના ધર્મ સ્થળે બાળકોનું બલિદાન આપવામાં આવે છે. આમ કહીને તે સંત ગની ફોર્ટની બધી વાતો ધોઇ નાખવા માગતા હતા. ખ્રિસ્તી ધર્મમાં એક નામાંકિત સંત થઇ ગયા. તેમનું નામ સેન્ટ ક્રિષ્ટોફર હતું. સેન્ટ ક્રિષ્ટોફરનો ફોટો વાહનોમાં મુકવામાં આવતો હતો જેથી પ્રવાસ નિર્વિધ્ન પસાર થાય. તે આકાશમાંથી પડતી વીજળી સામે રક્ષણ આપતા હતા, તોફાનો સામે, વાઇના દર્દ સામે, દાંતના દુઃખાવા સામે કે અચાનક અવસાન સામે પણ રક્ષણ આપતા હતા. ઇંગ્લેન્ડમાં તો અન્ય કોઇ સંતો કરતાં વઘુ પોટ્રેઈટ સેન્ટ ક્રિષ્ટોફરના હતા. આશ્ચર્યની વાત એ હતી કે તેમનું મોં કૂતરાવાળું હતું. સેન્ટ ક્રિષ્ટોફર ખ્રિસ્તી ધર્મના સંત હતા અને ચોથી સદીના શહીદ કહેવાતા હતા, તે નોર્થ આફ્રિકાના આદિવાસી જૂથના હતા. ૧૧મી સદીની વિગતો અનુસાર ડૉગ-ફેસ (કૂતરા જેવું મોઢું) ધરાવતી જાતીના લોકોમાંથી તે આવતા હતા. શરૂઆતમાં ઓર્થોડોકસ લોકો તેને કૂતરાના માથાવાળા તરીકે ઓળખતા હતા.
સેન્ટ ક્રિષ્ટોફર રાક્ષસી કદના અને ખૂબ શકિતશાળી હતી. અન્ય લોકોને મદદ આપવાનું કામ તે કરતા હતા. તેમની મદદ કરવાની, નદી પાર કરાવવાનો પણ સમાવેશ થાય છે. તે ઘણાં પ્રવાસીઓને પહોળી નદી સલામત રીતે પાર કરાવતા હતા. એક દિવસ એક બાળકે તેમને નદી પાર કરાવવા કહ્યું. લોક વાયકા અનુસાર બાળક ખૂબ ભારે થવા લાગ્યું, તેનું વજન વધવા લાગ્યું હતું. સેન્ટ ક્રિષ્ટોફરે તેમની તમામ તાકાતનો ઉપયોગ કરીને નદી પાર કરાવી હતી. જયારે બાળક સામે કિનારે આવી ગયું ત્યારે બાળકે પોતાની ઓળખ ઇસુ ખ્રિસ્ત તરીકે આપી હતી. નદીમાં બાળકનો જે ભાર વઘ્યો તે વિશ્વનો ભાર હતો !
આ ઘટના બાદ આ શક્તિશાળીનું નામ ‘ક્રિષ્ટોફર’ પડાયું એટલે કે ક્રિષ્ટનો ભાર સહન કરનાર ! તે માણસ જેવો દેખાય એમ કરાયું હતું. જયાં તેમણે ખ્રિસ્તી સેવાઓને પોતાનું જીવન અર્પણ કર્યું હતું. રોમન સામ્રાજ્ય વખતે ક્રિષ્ટોફર શહીદ થયા હતા. ક્રિષ્ટોફરને પ્રથમ ખ્રિસ્તીને બીજી રીતે બોલવા કહ્યું હતું, જયારે તેમણે ના પાડી ત્યારે તેમના માથાને ધડથી અલગ કરી દેવાયું હતું.. સંવત ૩૦૮માં સીરીયાના એન્ટીઓચ ખાતે તેમનું માથું કાપી નખાયું હતું. તેમની ઉજવણીના દિવસો ૯ મે અને ૨૫ જુલાઈએ આવે છે.
જયારે માણસ વિનાના લોકો ઉમેરાયા ત્યારે ખ્રિસ્તી ધર્મ ખૂબ રસપ્રદ બન્યો હતો. મને ખાત્રી છે કે જો હું વઘુ સંશોધન કરીને ઉંડે ઉતરું તો બિલાડી અને ઉંદરને પણ સંત તરીકે પૂજાતા જોવા મળી શકે છે.

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved