Last Update : 30-April-2012, Monday

 

કોમોડિટી કરંટ

કૃષિ વાયદા હજુ પણ ખેડૂતોની સમજણ બહાર

ખેતીપ્રધાન આપણા દેશમાં આજે પણ ખેડૂતને તેની ખેત પેદાશનું કેટલું ઉત્પાદન થશે ? તે અનિશ્ચિત છે. ઉત્પાદિત પાકનું પોષણક્ષમ વળતર મળશે કે કેમ ? તે બાબતે હંમેશાં અચોક્કસ સાથે ભારોભાર જોખમ બની રહે છે. ઉત્પાદિત પાકના વળતરનું જોખમ ઓછું થાય તે હેતુથી વર્ષ ૨૦૦૩થી કેન્દ્ર સરકારે ફયુચર ટ્રેડીંગ શરૂ કરેલ હતું. કૃષિ પાકોના વાયદામાં ચાર માસ અગાઉ જે તે પાકની બજાર વેલ્યુ જાણીને ખેડૂતને નવી સીઝનમાં કયા કયા પાક લેવા અને કેટલું રોકાણ કરવું તેનો નિર્ણય લેવામાં મદદ મળી રહે તેવો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો હતો. કૃષિ વાયદા દ્વારા ખેડૂત ધારે તો તેના પાકનું જોખમ ઓછું કરી શકે છે. આ માટે હેજીંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ભારતમાં બદલાતા હવામાનને કારણે ગમે ત્યારે ખેતી ઉપર વિપરીત અસરો પડતી હોય છે. જેમાં ઘણીવાર ખેડૂતની ધારણાઓ ખોટી પડતી હોય છે. આ સંજોગોમાં કૃષિ વાયદા દ્વારા હેજીંગની સગવડથી જોખમ ટાળી શકાય છે. પરંતુ આજકાલ ફયુચર ટ્રેડીંગનો અવ્યવહારૂં ઉપયોગને કારણે વાયદો બદનામ થઈ ગયો છે.
ફયુચર ટ્રેડીંગની સંપૂર્ણ કમાન આજકાલ ઓપરેટરોના હાથમાં આવી ગઈ છે. ખેડૂતો માટે શરૂ કરવામાં આવેલો કૃષિ વાયદો સટ્ટાનું કેન્દ્ર બની ગયો છે. ફયુચર ટ્રેડમાં ક્યાંય ખેડૂતની સીધે સીધી એન્ટ્રી દેખાતી નથી, જો કે સટ્ટાખોરીથી કૃષિ પાકોમાં વધેલા ભાવોથી ખેડૂતોને આડકતરી રીતે ઉંચા દામ મળી રહ્યાં છે. પરંતુ આજે ખેડૂતને ફયુચર ટ્રેડીંગ સાથે કોઈ લેવાદેવા નથી તે તદ્દન સત્ય બાબત છે. કોમોડિટી વાયદાના મેળામાં નાના રોકાણકારનો હંમેશાં ડબ્બો થાય છે. આજે પણ ફયુચર ટ્રેડીંગ વાયદા કારોબાર વિશે ખેડૂતોમાં ૧૦૦ ટકા અજ્ઞાનતા છે આ માટે વાયદા પંચ સીઘું જવાબદાર છે. ગ્રામ્ય કક્ષાએ વાયદાની જાગ્રતિ માટે માર્ગદર્શન પૂરું પાડીને તેના ફાયદા-ગેરફાયદા તથા વાયદાનો ઉપયોગ કરવાની હેજીંગ પદ્ધતિનું સંપૂર્ણ જ્ઞાન ખેડૂતને ગ્રાસ રુટ લેવલે આપવાની તાતી જરૂરિયાત છે. ખેડૂત સીધી રીતે વાયદામાં ભાગ લેતો થાય ત્યારે સાચા અર્થમાં તેનો હેતુ સિદ્ધ થાય તેમ છે. ખેડૂતોની ફયુચર ટ્રેડીંગની જાણકારીના અભાવે વેપારીઓ ખેડૂતોનો માલ સસ્તામાં પડાવી સટ્ટા કે ડબ્બા ટ્રેડીંગ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓથી નફો ખાઈ જાય છે.
છેલ્લાં આઠેક વર્ષમાં જૂજ સમયમાં ફયુચર ટ્રેડીંગના કારોબારમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ થઈ છે. ટૂંકા ગાળામાં ફયુચર એગ્રી ટ્રેડમાં ૧.૬૩ લાખ કરોડનો વિક્રમજનક કારોબાર ગત વર્ષે થયો છે. પરંતુ ગોટાળાઓની ફરિયાદોનો પણ પાર નથી. છેલ્લાં બે માસથી કૃષિ વાયદામાં ભારે અફડાતફડી જોવા મળી છે. ગવારસીડ તથા ગવાર ગમ વેપારો ૫૦૦થી ૧૦૦૦ ગણા તોતીંગ વોલ્યુમના થવા છતાં વાયદા પંચની મૂક પ્રેક્ષક જેવી શંકાસ્પદ ભૂમિકા જોવા મળી હતી. દેશના કેટલાંક સંગઠનો દ્વારા સરકાર સુધી થયેલી રજૂઆતો છતાં વાયદા પંચના ઢીલા પગલાઓમાં ભારે વિલંબ થતાં પરિસ્થિતિ કંટ્રોલ બહાર જતાં ભારે ઉહાપોહ થયો હતો. અને અંતે વાયદા પંચને ગવાર ઉપર પ્રતિબંધ મૂકવાની ફરજ પડી હતી.
ત્યારબાદ અચાનક આક્રમક મૂડમાં આવેલા વાયદા પંચ આઠેક જેટલી શંકાસ્પદ કોમોડિટી ઉપર પણ પ્રતિબંધ લાદવા તત્પર બન્યું હતું. પરંતુ કેન્દ્ર સરકારની લગામને કારણે પ્રતિબંધ રાખીને તેના ઉપર સતત વોચ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
ભારતમાં ફયુચર ટ્રેડીંગ કરતા બે ડઝન જેટલા રાષ્ટ્રીય તેમજ પ્રાદેશિક એક્સચેન્જોનું નિયમન કરતું વાયદા પંચ હજુ પણ ઘણીવાર નિર્ણયો લેવામાં કાચુ પુરવાર થઈ રહ્યું છે. સેબી જેવી જડબેસલાક સીસ્ટમ ઊભી થઈ શકી નથી. ફયુચર ટ્રેડીંગ સાથે સંકળાયેલ કેટલાંક વેપારીઓના મતે વાયદા પંચના ક્યારેક ઉધા પગલાંને કારણે નાના રોકાણકારોને ભારે નુકશાની વેઠવી પડે છે. ખોટી તેજી-મંદી દેખાય ત્યારે એક તરફી ગુ્રપ ઉપર માર્જીન વધારવા તેમજ પોઝીશન લીમીટમાં ઘટાડા જેવા પગલાંના બદલે બંને તરફી પગલાં લેવા જોઈએ. બીજી તરફ કોઈ કોમોડિટીમાં ક્યારેક એકધારી સતત સરકીટોનો મારો છતાં કોઈ ઓપરેટર દ્વારા એક તરફી સળંગ ટ્રેડીંગ કરવામાં આવે ત્યારે વાયદા પંચે હાઈ વોલોટાઈલ કોમોડિટી ઉપર ત્વરિત એકશન લઈ જરૂર પડે તો સોદાઓ ફોક કરી સ્પોટ ભાવે બજારને મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવે જેથી બજારમાં થતી ખોટી વધ-ઘટને તાત્કાલિક અસરથી અટકાવી શકાય. આ ઉપરાંત જે તે કોમોડિટીના લોકલ ટ્રેડર્સને સાથે લઈ કોમોડિટીને થતાં ગોટાળા બાબતે સત્યતા બહાર લાવવાનો પ્રયાસ કરી તંદુરસ્ત વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ હાથ ધરવો જોઈએ. સાથે સાથે ઘણીવાર ક્વોલીટી પેરામીટરર્સની વ્યાપક ફરિયાદો બાબતે પણ સઘન સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવું તે જરૂરી બન્યું છે. ઘણીવાર અંડર ટેબલ વ્યવહારો દ્વારા ગમે તેવા રફ ધારાધોરણ સિવાયના માલો એક્સચેન્જોના ગોડાઉનોમાં ડિપોઝીટ થવાની પણ વ્યાપક ફરિયાદો બાબતે પણ પગલાં લેવામાં આવે તે વાયદા બજારની વિશ્વસનીયતા માટેનાં હિતમાં છે.
(અહેવાલ ઃ જયવદન ગાંધી)

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved