Last Update : 30-April-2012, Monday

 

જોક્સ જંકશન

 

 

વાઈડ બોલમાં લેગ-બાય જોક્સ !
રજની, ધ બૉસ
ટોમ ક્રુઝને ‘મિશન ઇમ્પોસિબલ’માં રોલ મળ્યો એ પહેલાં હોલીવૂડવાળા રજનીકાન્ત પાસે ગયા હતા...
- પણ રજનીકાન્તને ફિલ્મનું નામ અપમાનજનક લાગ્યું હતું ! યેન્ના રાસ્કલા !
* * *
વાટ્ટ એ બ્યુટીફૂલ !
સેક્રેટરીના ઇન્ટરવ્યુમાં એક કાળી નવીયાળી છોકરી આવી હતી. મેનેજર એનું ભડકદાર રંગનું પહોળું ફ્રોક, સોનેરી બનાવટી જવેલરી, ગોળમટોળ કાયા, જાડા હોઠ, માથામાં નાખેલું કોપરેલ અને છૂટા રાખેલા વાળમાં ખોસેલી પિન્ક કલરની હેર-પિન જોઈને ગભરાઈ ગયો.
એ મનમાં બોલ્યો ‘‘ઓ ગોડ, ક્યાંક આ સિલેકટ થઈ ગઈ તો ?’’
એટલે મેનેજરે એક અઘરો સવાલ પૂછ્‌યો ‘‘ગ્રીન, પિન્ક, યલો, બ્લુ, વ્હાઈટ, પરપલ અને બ્લેક...આ બધા શબ્દોનો યુઝ કરીને એક વાક્ય બનાવી બતાડે તો તારી જોબ પાકી.’’
મલ્લુ સુંદરીએ બે મિનિટ સિલીંગ ફેન તરફ જોયું અને પછી એ હોઠો પર જીભ ફેરવીને અસલી મલયાલી એક્સેન્ટમાં બોલી ઃ
‘‘વન ફાઈન મોરનંિગ, આઈ હિયર ફોન રીંગ...ગ્રીન ગ્રીન...ગ્રીન ગ્રીન...ધેન્ન આઈ પિક-અપ ફોન, એન સે, યલ્લ્લો ? બ્લુ ઈસ ધેટ ? સોરી સોરી, વ્હાઈટ ડીડ યુ સે ? ઐયો, રોંગ નંબર ! ડોન્ટ સિમ્પલી એન્ડ પરપલી ડિસ્ટર્બ પિપળ, ડોન્ટ કોલ-બ્લેક નેકસ્ટાઇમ, વોક્કે ?’’
- મેનેજર બેહોશ થઈ ગયો.
* * *
રીશ્તા વહી...
ગાય અને બિલાડી રીશ્તામાં એકબીજાની બહેન થાય.
કેવી રીતે ?
સિમ્પલ યાર, ગાય આપણી માતા છે અને બિલાડી માસી !!
* * *
અઘરા સવાલો
(૧) ટારઝનને દાઢી કેમ નથી ઉગતી ?
(૨) ફ્રિજમાં લાઇટ હોય છતાં ફ્રીજરમાં લાઇટ કેમ નથી હોતી ?
(૩) લોકો પૈસા આપીને એફિલ ટાવર પર ચડે છે અને પછી બાયનોક્યુલરથી નીચેની ચીજો વધારે સારી રીતે જોવા માટે પણ પૈસા શું કામ આપે છે ?
(૪) જો તરવાથી શરીરની ચરબી ઘટતી હોય તો વ્હેલ માછલીઓ આટલી જાડી કેમ છે ?
(૫) ભારતમાં વાણી સ્વાતંત્ર્ય છે તો પછી ફોનનું બિલ શા માટે આવે છે ?
(૬) જો રૂપિયા ઝાડ પર ના ઉગતા હોય તો બેન્કોની ‘શાખાઓ’ કેમ હોય છે ?
(૭) ગુંદર બાટલીમાં કેમ નથી ચોંટતો ?
(૮) ‘જીંગલ બેલ..’ અને ‘કાલુડી કૂતરીને આવ્યાં ગલુડીયાં...’ આ બન્ને જોડકણાની ટ્‌યૂન સેઇમ કેમ છે ?
- એય,ગાવાનું બંધ કરો અને સવાલોના જવાબ આપો !
* * *
લોકો તો એવા...
જ્યારે તમે રડો છો...
ત્યારે કોઈ કશું પૂછતું નથી...
જ્યારે તમે હસો છો...
ત્યારે પણ કોઈ પૂછતું નથી...
જ્યારે તમે ટેન્શનમાં હો...
ત્યારે કોઈ પૂછે છે ?
જ્યારે તમે મસ્તીમાં હો...
ત્યારે ય કોઈ પૂછે છે ?
પણ એકવાર કોઈ સુંદર છોકરીને સ્કુટર પાછળ બેસાડીને ક્યાંક નીકળ્યા હો તો બીજા દિવસે દોઢસો જણા પૂછશે...
‘‘કાલે કોણ હતું ?’’
* * *
ખાસિયત
દરેક શહેરની છોકરીઓની અમુક ખાસિયત હોય છે.
મુંબઈની છોકરી-સ્ટાઈલ
દિલ્હીની છોકરી-એટીટ્‌યુડ
બેંગલોરની છોકરી-કલાસ
કોલકત્તાની છોકરી-એલિગન્સ
અમદાવાદની છોકરી-બીજું કંઈ હોય કે ના હોય, ચહેરા પર દુપટ્ટો જરૂર ઢાંકેલો હશે !
* * *
બેસ્ટ મમ્મી
આખા દેશમાં ગુજરાતી મમ્મીઓ બેસ્ટ છે કારણ કે એ પોતાના બાબાને કદી રડવા દેતી જ નથી. ‘‘એય...રડવાનું બંધ કરે છે કે પછી વેલણ લાવું ?’’
* * *
સિઝન
દિલ ખોલો...
પ્યાર લો !
આંખેં ખોલો...
ખ્વાબ લો !
હોઠ ખોલો...
મુસ્કાન લો !
કપડે ખોલો...
* * *
ઔર નહા લો !!
(ઉનાળો છે ભઈ.)
* * *
ટ્રેજેડી
‘‘આઈ લવ યુ, ડુ યુ લવ મિ ?’’
ઐસા કહતે કહતે મુમતાઝ મર ગઈ. મગર શાહજહાંને જવાબ નહીં દિયા..ક્યું ?
- ક્યું કિ શાહજહાં કો ઇંગ્લીશ નહીં આતી થીં...હાહાહા !
* * *
સાબિતી
બન્તાની પત્નીને ગુન્ડાઓ ઉઠાવી ગયા. પછી એક આંગળી કાપીને સાથે ચીઠ્ઠી મોકલી ‘‘બીવી ચાહિયે તો દસ લાખ ભેજો.’’
બન્તાએ સામે ચીઠ્ઠી મોકલી ‘‘ઉંગલી તો કીસી કી ભી હો સકતી હૈં, ફેસ કાટ કે ભેજો !’’
* * *

SMS BUMPER
WHAT is Big, Round, Blue and can be seen from far far away in IPL ?
- Mukesh Ambani's Son !
***********

 

 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved