Last Update : 30-April-2012, Monday

 

ભારતના આઉટલુકને નેગેટિવ બનાવ્યા પછી ખુદ એજન્સીની શાખ સામે શંકા

 

સ્પેન અને આયર્લેન્ડ જેવાં દેશોનો ડેબ્ટ ટુ જીડીપી રેશિયો તો ભારત કરતાં પણ વધારે છે તેમ છતાં આપણાં દેશનું રેટંિગ તેમના કરતાંય નીચું કેમ?
આ સપ્તાહે વિશ્વની એક અગ્રણી રેટંિગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે (એસએન્ડપી) ભારતના ભાવિ વિકાસ, આઉટલુકને નેગેટિવ પોઝિશન પર ઉતાર્યું હતું અને તેની સાથે તેણે પ્રશાસનમાં સુધારાનાં પગલાં તેમ જ રાજકોષિય ખાધમાં ઘટાડો નહીં થાય તો રેટંિગ સુદ્ધાંને ડાઉનગ્રેડ કરવાની એક પ્રકારની ધમકી આપી છે. તેની આ ધમકી પછી અર્થતંત્રના જાણકારો અને નિષ્ણાતોના મનમાં એજન્સીની વિશ્વસનીયતા અંગે શંકા પેદા થઈ છે. વાસ્તવિકતા એમ છે કે ભારતની ઘરઆંગણની કુલ પેદાશો (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્‌સ-જીડીપી) અત્યારે અમેરિકા અને યુરોપના દેશો કરતાં તો ઉંચી છે અને તેનો વિકાસદર પણ વઘુ છે. સ્પેન અને આયર્લેન્ડ જેવાં દેશોનો ડેબ્ટ ટુ જીડીપી રેશિયો આપણાં કરતાંય વધારે છે તેમ છતાં રેટંિગની દૃષ્ટિએ તેને એસએન્ડપી ભારત કરતાં ઉંચે મૂકે છે. પરિણામે, આ વિશ્વ સ્તરની એજન્સીની શાખ સામે સવાલ પેદા થાય છે.
એસએન્ડપી જ્યારે આઉટલુકને નેગેટિવ બનાવે છે ત્યારે તેની સાથે તેની સમોવડી સંસ્થા મૂડીઝને ભારતના વિકાસદર વિષે કશું નેગેટિવ લાગતું નથી. જો આ બંને સંસ્થા એકબીજાથી અલગ ગુણાંક આપતી હોય તો રેટંિગ આપવા બાબતે તેમના ધારાધોરણો, માપદંડો અને યાર્ડસ્ટિક્સ વિષે શંકા જાગે છે.
સામાન્ય રીતે આવા રેટંિગને શેરબજાર ત્વરિત પ્રતિક્રિયા આપે છે. પરંતુ, દલાલ સ્ટ્રીટના ખેલાડીઓએ આવા રેટંિગના ન્યુઝને સદંતર ડિસ્કાઉન્ટ કર્યાં છે. એસએન્ડપીએ ભારતના રેટંિગને ટ્રીપલ બી માઈનસ (મ્મ્મ્-) -ના સ્તરે જાળવી રાખ્યું છે.
એસએન્ડપીએ ભારતના નેગેટિવ આઉટલુકની જાહેરાત કરી તેની સાથે રેટંિગને પણ જંક રેટેડ કન્ટ્રીઝમાં મૂકવાની ગર્ભિત ધમકી ઉચ્ચારી હતી પણ માર્કેટ પ્લેયર્સને તેની કોઈ અસર થઈ નહોતી. સ્વભાવિક રીતે જે આ જાહેરાતને પગલે શરૂઆતમાં બેન્ચમાર્ક ઈન્ડાઈસીસ ઘટ્યા હતાં પણ એ ડ ટ્રેડંિગ સેશન પૂરૂ થયું ત્યારે તે ફરી પાછા સંધાઈ ગયા હતાં અથવા તો સુધરી ગયા હતાં. આ બાબજ દેશના વિકાસમાં એસએન્ડપી સિવાયના તમામને રહેલી અતૂટ શ્રદ્ધાને પ્રતિબંિબિત કરે છે.
બજારના અગ્રણી અને નિષ્ણાત વર્તુળોએ એસએન્ડપીની જાહેરાતને કેવી પ્રતિક્રિયા આપી હતી તે પણ જાણવા જેવું છે. તેમના કહેવા પ્રમાણે એસએન્ડપી ભારતનાં રેટંિગને ડાઉનગ્રેડ કરે તે બાબત એશિયાના દેશો વચ્ચે પરમાણું યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા જેવું છે.
અન્ય એક સંસ્થાના વડાએ કહ્યુ હતું કે ભારતના રેટંિગને એસએન્ડપી ડાઉનગ્રેડ કરવાની ધમકી આપે છે તે એક મજાક જ છે. સુમાહિતગાર રોકાણકારો આવી એજન્સીઓના રેટંિગને દાદ આપે તેમાંના નથી. ૨૦૦૮ની સાલમાં અમેરિકાની બેંકો તૂટી પડી અને દુનિયાભરમાં ક્રાઈસીસ પેદા થઈ હતી તેમ છતાં ભારતને ઉની આંચ આવી નહોતી.ઉલ્ટાનું વિશ્વના વિકાસમાં ભારતનું યોગદાન ઘણું મોટુ રહ્યુ છે.
તાજેતરમાં બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમેરૂને પણ ભારતીય પ્રજાની વેપારી કુનેહની પ્રશંસા કરી હતી અને વિશ્વના આર્થિક વિકાસમાં હવે ભારત અગ્રસ્થાને હોવાનો તેમણે સ્વીકાર કર્યો હતો. કહેવાય છે કે વિશ્વમાં રાજ કરવા માટે બ્રિટનનો સૂર્ય આથમતો નથી તો એવાં દેશે વિકાસમાં ભારતની અગત્યતાનો સ્વીકાર કર્યો હોય ત્યારે આવી કોઈ પ્રોફેશનલ એજન્સીના રેટંિગની વિસાત શું? એવો સવાલ તેમણે કર્યો હતો.
આઉટલુકને નેગેટિવ કરવામાં એસએન્ડપીએ ખાસ્સી સાવચેતી (કે ખંધાઈ) વર્તી હતી.આવનારા બે વર્ષમાં ભારતના સોવરિન ક્રેડિટ રેટંિગને ડાઉનગ્રેડ કરવાની સંભાવના ત્રણમાંથી એક જેટલી હોવાનું તેણે ખુદે કહ્યુ છે.
એસએન્ડપીના ક્રેડિટ એનાલિસ્ટ ટાકાહીરા ઓગાવાએ કહ્યુ હતું કે ભારતના આર્થિક વિકાસની તકો ઘૂંધળી બનશે, વિદેશ વેપાર ખોરવાશે, રાજકીય વાતાવરણ ડહોળાશે, રાજકોષિય અને આર્થિક સુધારાઓ મંદ પડશે તો તે સંજોગોમાં દેશના ક્રેડિટ રેટંિગને નીચી પાયરીએ ઉતારવું પડે તેમ બની શકે છે.
તેમના નિવેદનમાં જણાવેલી બધી જ વાતોમાં સો ટકા તથ્ય નથી, માત્ર સંભાવનાઓ અને ‘જો’ અને ‘તો’ની વાતો રહેલી છે. ગ્રાઉન્ડ રિયાલિટી ખુદ ભારત સ્વીકારે છે. દેશનો આર્થિક વિકાસ ધાર્યા પ્રમાણે વઘ્યો નથી. પરંતુ તેની સાથે તે હકિકતની નોંધ લેવી જોઈએ કે વિકાસ ધીમો થયો છે, નેગેટિવ થયો નથી. ૧૦૦ મીટર દોડની સ્પર્ધામાં તમે બે સેકન્ડ પાછા ભલે પડ્યા હશો પણ ૧૦૦ મીટરનું અંતર તો કાપો છો તે પણ જોવું જોઈએ.
અન્ય રેટંિગ એજ્નસીઓમાં મૂડીઝ અને ફીચ બંને મિનિમમ ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડ આપે છે. મૂડીઝે ભારતને બીએએ-૩ (મ્ચચ૩) રેટંિગ આપે છે ત્યારે ફિચ નામની એજન્સી ટ્રીપલબી માઈનસ (મ્મ્મ્-) -નું રેટંિગ આપે છે.
નિષ્ણાતોએ કહ્યુ હતું કે એસએન્ડપીએ ભારતના રેટંિગને સુધારવું જોઈએ. ભારત કરતાં વધારે ખરાબ સ્થિતિ હોવા છતાં તેણે સ્પેનને ‘એ’ અને આયર્લેન્ડને ટ્રીપલ બી પ્લસનું રેટંિગ આપ્યું છે. આ સંજોગોમાં નેગેટિવ વાતો કર્યા વિના તેણે ભારતના રેટંિગને અપગ્રેડ કરવું જોઈએ.
ભારતનું કુલ વિદેશી દેવું તેના જીડીપી કરતાં ત્રણ ટકાથી સહેજ ઉપર છે ત્યારે સ્પેન અને આયર્લેન્ડ બંનેનું દેવું તેમના જીડીપી કરતાં ૫૦ ટકા છે. આ બંને દેશો તેમના દેવાંના બોજથી અસરગ્રસ્ત છે અને તે ખંડની સેન્ટ્રલ બેંકે બેઈલઆઉટ ફંડ આપ્યુ તેના પહેલાં સમગ્ર યુરોપને તેમણે ભયમાં મૂક્યુ હતું.
અર્થશાસ્ત્રીઓના મતે દેશનું અર્થતંત્ર ટૂંકાગાળમાં સાયક્લિકલ રિબાઉન્ડ જોઈ શકે છે. ભારતનો ડેબ્ટ ટુ જીડીપી રેશિયો પણ સ્થિર રહેશે પરંતુ રાજકોષિય ખાધની સ્થિતિ વણસી જવી ના જોઈએ. એક માત્ર જોખમ વિદેશી મુદ્રાકોષનો છે કે જેમાં મોટા પાયે ઘટાડો થઈ શકે છે. સરવાળે ડાઉનગ્રેડંિગની શક્યતા નથી.
૨૦૧૧ના ઓગસ્ટ મહિનામાં પણ એશિયા સહિત ભારતના વિદેશી ૠણની સ્થિતિ પર નજર રાખતા હોવાનું એસએન્ડપીએ કહ્યું હતું. તે પછી તેણે અમેરિકાના રેટંિગને ટ્રીપલ એથી ઘટાડીને ડબલએ પ્લસ કર્યુ હતું.પરંતુ ભારતના વધતા જતા પ્રભાવે અન્ય સંસ્થાઓએ પારખ્યો હતો.
એક વર્ષ સુધી ‘અંડરવેઈટ’રાખ્યા પછી ઓગસ્ટ ૨૦૧૧માં જ ગોલ્ડમેન સાક્સે ભારતનું રેટંિગ વધારીને ‘માર્કેટવેઈટ’કર્યું હતું. મેરિલ લિન્ચે પણ ભારતની શક્તિમાં વિશ્વાસ દાખવ્યો હતો. અન્ય ઉભરતાં બજારો કરતાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વિદેશી દેવાંને પહોંચી વળવામાં સક્ષમ હોવાનું મેરિલ લિન્ચે કહ્યુ હતું.
એસએન્ડપીએ જે સમયે આઉટલુકને નેગેટિવ કર્યુ હતું તે સમયે મૂડીઝે એમ કહ્યુ હતું કે ભારતીય અર્થતંત્ર મજબૂતપણે વધી રહ્યું છે પરંતુ તેની પૂર્ણ ક્ષમતાએ વધતું નથી.
કેન્દ્ર સરકારે આવા નેગેટિવ આઉટલુકને ગણકાર્યુ ના હોય તેમ બન્યુ નથી. ઉલ્ટાનું તેણે આવી જાહેરાતને સમયસરની ચેતવણી કહી છે. ૨૦૧૧ના ચોથા ત્રિમાસિકગાળામાં દેશનો જીડીપી વિકાસદર ૬.૧ ટકાનો રહ્યો હતો જે વર્ષ ૨૦૦૮ પછીનો સૌથી ધીમો હતો. પહેલાં નવ મહિનામાં દેશની કરન્ટ એકાઉન્ટ ડેફિસીટ જીડીપીના ૪.૩ ટકા હતી. વર્ષ ૨૦૧૧-૧૨ દરમિયાન રાજકોષિય ખાધ અંદાજિત ૪.૬ કરતાં ગણી વધારે એટલે કે ૫.૯ ટકા રહી હતી. ચાલુ નાણાંકીય વર્ષ માટે રાજકોષિય ખાધને ૫.૧ ટકાએ અંદાજવામાં આવી છે.
આર્થિક સુધારાઓને આગળ ધપાવવામાં યુતિ સરકારને તેના જ સાથી પક્ષોના વિરોધમનો સામનો કરવો પડે છે તે હકિકત છે. આમ છતાં, આર્થિક વિકાસને જાળવવાના પગલાં લેવાયાં છે. સરકારે પણ આર્થિક વિકાસ જળવાઈ રહેવાની આશા વ્યક્ત કરી છે.

 

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved