Last Update : 30-April-2012, Monday

 

યાર્નના ભાવ વધારા વચ્ચે અટવાયેલું કાપડ બજાર

- ઉદયન રસિકભાઈ મોદી

કાપડ બજારમાં એક બાજુ નાણા ભીડ અને બીજી બાજુ કોટન યાર્નના ભાવ વધારાના લીધે પીસાતું જાય છે. જો કે બજારમાં સ્કૂલ યુનિફોર્મ કાપડની, ગરમીના ચાલતા માલોની ઘરાકીમાં સુધારો જોવા મળે છે. સફેદ કાપડની ડીમાન્ડ પણ સારી છે. સાઉથ ઇન્ડિયામાં પાવર કટના લીધે કોટન યાર્નનું ઉત્પાદનને અસર થવા પામેલ છે. આના લીધે કોટન યાર્નના માલો ધારેલા આવતા નથી અને પરિણામે કોટન યાર્નના ભાવો વધવા પામેલ છે. આ વર્ષે કપાસનો પાક સારો આવેલ છે. પરંતુ કવોલીટીમાં ધાંધીયા જોવા મળે છે. વેચેલા કપાસના માલોમાં કમ્પલેઇન વધવા પામેલ છે. કપાસના માલોના પેકીંગમાં ભેળસેળ થવાના લીધે કપાસના વેપારીઓની અકળામણ વધવા પામેલ છે. વેચેલા કપાસના માલોમાં વાંધા-ઝઘડા વધવા પામેલ છે. લાખો-કરોડના મૂડી રોકાણ પછી રૂ ના વેપારીઓ ખુશી નથી. કાપડ બજારમાં નાણા ભીડ કાયમી થતી જોવા મળે છે. પેમેન્ટના ધારા ૩૦ થી ૬૦ દિવસના થઇ ગયેલ છે. અને ઘી-કાંટા જે ગારમેન્ટ માટેનું મોટુ મારકીટ છે ત્યાંના પેમેન્ટના ધારા ૬ મહિના થઇ ગયેલ છે. નાણા ભીડના લીધે કાપડ બજારનું મોરલ બગડવા પામેલ છે. બજારમાં શરાફી અને હૂડી ડીસ્કાઉન્ટીંગ રેટ ૧૮ થી ૨૪ ટકા થઇ ગયેલ છે. મિલોની હૂંડીઓ ટાઇમસર છૂટતી નથી. બજારમાં જો કે શરાફી વ્યવહાર ઘણા ઓછા થઇ ગયેલ છે. આ વર્ષે માર્ચમાં મોટા ભાગના વેપારીઓ પોતે વ્યાજના હિસાબો- આપી શકયા નથી. અને તેના બદલે વ્યાજ ઉમેરીને આગળના વર્ષની બાકી કાઢી છે. આ વર્ષે મેટ ડિપાર્ટમેન્ટે સારા વરસાદની આગાહી આગામી વર્ષ માટે કાઢી છે. જે સારા સમાચાર ગણી શકાય. દેશના જી.ડી.પી.નાં આંકડામાં કૃષી ક્ષેત્રનો ફાળો ૧૭ ટકા જેટલો છે. સારા વરસાદની આગાહીના લીધે આગળના વર્ષે કપાસનો પાકની સારા પાકની આશા રાખી શકાય. જે કોટન કમ્પોઝીટ મિલો, સ્પીનીંગ યુનિટ અને કોટન વેરાઇટી માટે સારા સમાચાર ગણી શકાય. બાકી વધારે પડતા ફુગાવો અને જીવન જરૂરીયાતના ભાવ વધારાના લીધે કાપડની ખરીદી ઉપર અસર થવા લાગેલ છે. આગળ ડીઝલ-પેટ્રોલના ભાવ વધારે નિશ્ચિત છે અને ડીઝલ અને પેટ્રોલના ભાવ વધતા પાછો ફુગાવો વધી શકે.
અત્યારે બજારમાં સ્કૂલ યુનિફોર્મના ચાલતા માલો અને વ્હાઇટ સફેદ માલોની ડીમાન્ડ સારી જોવા મળે છે. ડેનિમમા લાયકા ડેનિમની ડીમાન્ડ ઘણી સારી છે. આ વર્ષે કલ્યાણ કપાસના ભાવ નીચા હોવાના લીધે ડેનિમ બનાવતા યુનિટને નફા સારા આવશે. રેમન્ડના નફો સારો આવેલ છે. તેવી જ રીતે અરવંિદ મીલનું વર્કીંગ પણ સારૂ છે. અરવંિદ મીલના શર્ટંિગ્સના માલો સારા ખપે છે. ટુ બાય ટુ રૂબિયાનું ઉત્પાદન ઘટેલ છે. આના લીધે ટુ બાય ટુ રૂબિયાના ભાવ વધવા છતાં ડીમાન્ડ જળવાઈ રહેવા પામેલ છે. લીનનમાં ઘુમ માગ છે. રેડી લીનનમાં જેટલા માલો બને છે તે બધા જ ફટાફટ વેચાઇ જાય છે. લીનનમાં ૫૪ પનાના ભાવ રૂ. ૧૨૦ અને ૫૮ પનાના ૧૨૫ થી માલો વેચાય છે. બેડશીટસના માલોમાં થોડો ભરાવો જોવા મળે છે. શર્ટંિગ્સમાં યાર્ન ડાઇડ ચેકસ વઘુ ડીમાન્ડમાં છે. ચેક્સના માલોમાં છેલ્લા બે વર્ષથી સારી ડીમાન્ડમાં છે. ડેનિમ પેન્ટ જોડે ચેકસ શર્ટની ફેશનમાં છે. અમેરિકા અને યુરોપીયન દેશોમાં પણ ચેક્સના માલો સારા જાય છે. રૂપિયા સામે ડોલર મજબૂત થતા હવે આપણા માલો બીજા દેશોને સસ્તો પડે છે. આને લીધે નિકાસમાં આગળ કામકાજ વધવાના સંજોગ દેખાઈ રહેલ છે. શર્ટંિગ્સમાં પ્રીન્ટ આઉટ થઇ ગયેલ છે. સ્ટ્રાઇપ શર્ટીંગ્સ ડીમાન્ડમાં છે.
કાપડના ભાવ ઃ
નીચેના કાપડના ભાવ ગ્રે કવોલીટીના છે.
કોટન ધોતી ૪૭ પનો ૬૪/૫૬ કવોલીટી ૯ મીટર ક્ષેત્રના ભાવ રૂ. ૧૭૫ અને ૪૭ પનો ૬૪/૫૬ પી.સી. કવોલીટી ૯ મીટરના ભાવ રૂ. ૧૪૦ થયેલ છે. પોલીયેસ્ટર- કોટન (પી.સી.)માં ૪૬ પનો ૮૦/૭૬ કવોલીટી ૫૦ પી.સી. ૮૫૦૦ ગ્રામ વજનમાં રૂ. ૨૨ના ભાવથી સોદા થયેલ છે. ૪૬ પનો ૮૦/૭૬ ૫૦ પી.સી. ૮૮૦૦ ગ્રામ વજનમાં રૂ. ૨૪ ભાવ થયેલ છે. ૪૬ પનો ૭૬/૭૬ ૬૦ પી.સી. બાય ૬૦ પી.સી. ૭૩૦૦ વજનમાં રૂ. ૨૬ થી માલો વેચાય છે. પોલીયેસ્ટર / (વિસ્કોઝ (પી.વી.)માં ૮૦/૭૬ ૯૭૦૦ રૂ. ૨૫, ૧૦૨૦૦ રૂ ૨૬ અને પી.વી. ૮૪/૭૪ ૧૦૮૦૦ રૂ. ૨૭ માં માલો વેચાય છે. કોટન પોપલીન ૫૦ પનો ૯૨/૮૦ રૂ. ૨૯ અને ૯૨/૮૮ રૂ. ૩૨ માં માલો વેચાય છે. કોટન પોપલીન ૫૦ પનો ૪૦/૪૦ ૧૦૦/૯૨ રૂ. ૩૮ અને ૫૦ પનો ૪૦/૪૦ ૧૩૨/૭૨ કવોલીટી રૂ. ૪૨ માં માલો વેચાય છે. શીટીંગમાં ૫૦ પનો ૨૦/૨૦ ૫૬/૬૦ ૧૭૦ ગ્રામ વજન રૂ. ૨૯ અને ૬૩ પનો ૨૦/૨૦ ૫૬/૬૦ ૨૫૦ ગ્રામ રૂ ૪૬ માં માલો મલે છે. એરજેટ માલોમાં ૪૦/૪૦ ૧૩૨/૭૨ રૂ. ૬૬ અને ૬૩ પનો ૬૦/૬૦ ૧૩૨/૧૦૮ કવોલીટી રૂ. ૭૦ માં માલો વેચાય છે. રેપીયર લુમ યાર્ન ડાઈડ શર્ટંિગ્સ ૬૧ પનો ૪૦/૪૦ ૧૨૦/૮૦ રૂ. ૧૦૪ અને ફીનીશ ૫૮ પનો રૂ. ૧૩૦ માં માલો વેચાય છે.
- ઉદયન રસિકભાઈ મોદી

 

 

 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved