Last Update : 30-April-2012, Monday

 

નવા કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રણ માસ પછી
રોકાણકારોની ‘હાશ’ નિરાશામાં પલટાઈ

 


વિતેલા ૨૦૧૧ના વર્ષમાં સંપૂર્ણપણે નકારાત્મક વળતર આપ્યા બાદ ૨૦૧૨ના કેલેન્ડર વર્ષની શરૂઆતથી એકધારા ત્રણ માસ સુધી એટલે કે માર્ચ માસ સુધી ભારતીય શેરબજારોની ચાલ પ્રોત્સાહક બની રહેતા બજાર સાથે સંકળાયેલ તમામ વર્ગને ‘હાશ’ થઇ હતી. તેમાંય ખાસ કરીને નાના રોકાણકારોના ચહેરા પર પુનઃ સ્મિત લહેરાતું જોવા મળતું હતું. પરંતુ, બજારની સુધારાની ચાલ પર કોઇની નજર લાગી જવા પામી હોય તેમ સુધારાની આ ચાલ અલ્પજીવી પૂરવાર થઇ છે. એપ્રિલ માસની શરૂઆતથી લઇને આજદિન સુધી ઘરઆંગણાના હોય કે પછી વૈશ્વિક સ્તરના એક યા બીજા કારણોસર શેરબજારની ચાલ ફરી એકવાર નકારાત્મક બની રહેવા પામી છે. આમ, લાંબા સમય પછી બજારમાં જોવા મળેલી સુધારાની ચાલ અલ્પજીવી પૂરવાર થતા રોકાણકારો, ઓપરેટરો, મોટા ખેલાડીઓ સૌ કોઇ નિરાશ થઇ ગયા છે.
એપ્રિલ માસથી શેરબજારમાં ઉદભવેલ નકારાત્મક ચાલ પાછળ કોઇ એકાદ નહિ બલ્કે અનેક કારણો છે. જેમાં સૌપ્રથમ ઘરઆંગણાના પ્રતિકૂળ પરિબળો પર નજર કરીએ તો, આ પરિબળોમાં સૌથી પહેલું પરિબળ છે એફઆઈઆઈ, એટલે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો. ૨૦૧૨ના કેલેન્ડર વર્ષના પ્રારંભથી માર્ચ માસ સુધીમાં એફઆઈઆઈ પુનઃ ભારતીય શેરબજાર પર ફીદા થઇ ગઇ હતી. કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન તેણે સેન્સેક્સમેઇઝડ શેરોમાં પોતાનો હિસ્સો વધાર્યો હતો. આ ત્રણ માસમાં તેણે ભારતીય શેરબજારમાં ૫ અબજ ડોલર એટલે કે રૂા. ૨૭૦૦૦ કરોડનું રોકાણ કર્યું હતું. અગાઉની તમામ પ્રતિકૂળતાઓ ભૂલીને તેણે ભારત તરફ હકારાત્મક વલણ અપનાવતા બજારની સુધારાની ચાલને વેગ સાંપડ્યો હતો. આમ, નવા વર્ષમાં એફઆઈઆઈએ ફરી વખત એ બાબત પૂરવાર કરી હતી કે આપણા શેરબજારનું તે મુખ્ય પરિબળ છે.
પરંતુ, ચાલુ માસના પ્રારંભથી એફઆઈઆઈના હકારાત્મક વલણમાં રૂકાવટ આવી છે. જીએએઆરના (ગાર)ના મુદ્દાને લઇને સરકાર તરફથી સ્પષ્ટતાના અભાવે તેમજ વિવિધ પ્રતિકૂળતાઓને લઇને ઉદભવેલી રાજકીય સ્થિરતાને લઇને ભારત માટે આશાવાદ ધરાવતી એફઆઈઆઈ એપ્રિલમાં ભારતીય શેરબજારથી દૂર થઇ ગઇ હતી. અમુક ચોક્કસ પ્રતિકૂળતાઓના કારણે એફઆઈઆઈનું માનસ ખરડાઇ જવા પ્રતિકૂળ પરિસ્થિતિમાં પગલે સૂચિત સમય દરમિયાન ભારતીય બજારમાં તેણે એકધારી વેચવાલી હાથ ધરી હતી. આ મુદ્દાની બજાર પર ગંભીર અસર થવા પામી છે.
બીજા મહત્વના પ્રતિકૂળ પરિબળ પર નજર કરીએ તો તે છે પરિણામો. હાલ માર્ચ અંતે પૂરા થયેલા ત્રિમાસિક- ૨૦૧૨ના નાણાંકીય વર્ષના પરિણામોની સિઝન ચાલી રહી છે. વૈશ્વિક પ્રતિકૂળતાઓ, ઘરઆંગણે માંગમાં ઘટાડો તેમજ ઊંચા વ્યાજદરના કારણે કોર્પોરેટ ક્ષેત્ર તકલીફમાં મૂકાઇ ગયું છે. થોડા દિવસ અગાઉ રિઝર્વ બેંકે અર્થતંત્રની ગાડી પાટે ચઢાવવા તેનું આકરૂં વલણ હળવું કર્યું છે. આમ છતાં તેની અસર થતા વાર લાગશે. આમ, વિવિધ પ્રતિકૂળતાઓના પગલે સૂચિત સમય દરમિયાન કંપનીઓની કામગીરી નબળી રહેવા પામી છે. આમ, આ મુદ્દાની પણ બજાર પર ગંભીર અસર થવા પામી છે.
ત્રીજા મહત્વના મુદ્દા પર નજર કરીએ તો, સત્તાવાળાઓ દ્વારાકંપનીના ૭૫ ટકાથી વઘુ ઈક્વિટી હોલ્ડંિગ ધરાવતા પ્રમોટરોને હોલ્ડંિગ ઘટાડવા અથવા તો તે કંપનીને શેરબજારમાંથી ડિલિટ કરવા સૂચના અપાઇ છે. આમ, આ નિયમની ઘણી બધી કંપનીઓ પર અસર થાય છે. આમ આ મુદ્દાની પણ બજારના માનસ પર વિપરીત અસર થવા પામી છે.
ઘરઆંગણાના આ ત્રણ મહત્વના મુદ્દા ઊપરાંત રાજકીય અસ્થિરતા, કંપનીઓના રેટંિગમાં ઘટાડો, જીડીપીના લક્ષ્યાંકમાં ઘટાડો સહિતના અન્ય મુદ્દાઓની પણ શેરબજાર પર અસર જોવા મળી છે.
હવે એક નજર વૈશ્વિક પ્રતિકૂળતાઓ તરફ કરીએ તો, યુરો ઝોનની પ્રતિકૂળતાઓ પુનઃ સપાટી પર આવી છે. વિવિધ પ્રતિકૂળતાઓને લઇને યુરોઝોનની કટોકટી ઊકેલવામાં સત્તાવાળાઓ નિષ્ફળ પૂરવાર થયા છે. સમસ્યાઓનું નિરાકરણ થવાના બદલે સમસ્યાઓ વધતી જાય છે. જેની સીધી અસર યુરોઝોનના અર્થતંત્ર પર થઇ રહી છે.
આમ, વિવિધ પ્રતિકૂળતાઓ પાછળ શેરબજારની સુધારાની ચાલ રૂંધાતા બજારમાં ફરી એક વાર વિશ્વાસની કટોકટી પેદા થવા પામી છે. વિતેલા સપ્તાહની જ વાત કરીએ તો કામકાજના ચાર સત્રમાં બજારમાં સામાન્ય વધઘટે નિરસ વલણ જોવા મળ્યું હતું. પ્રાઇમરી માર્કેટ તો હજુ પણ નિરસ જ છે. આમ, આ બધી પ્રતિકૂળતાઓ જોતા બજાર માટે હજુ આગામી બે-ત્રણ માસ નિરસ પૂરવાર થાય તેવી શક્યતા છે. લેઈટ અસ વેઇટ, આગામી સમયમાં બજાર કેવી ચાલ ચાલે છે તે તો આગામી સમયમાં જ જાણવા મળશે.

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved