Last Update : 30-April-2012, Monday

 

સમગ્ર વિશ્વના નાણાં બજારોમાં
સૌથી ઓછી અસ્થિરતા છતાં કરન્સી માર્કેટ રસવિહીન

 


ઘર આંગણાની અને વૈશ્વિક સ્તરની પ્રતિકૂળતાઓ પાછળ છેલ્લા ઘણા લાંબા સમયથી રોકાણના વિવિધ માઘ્યમો પણ અસ્થિર બની જતા દિન પ્રતિદિન અનિશ્ચિતતાઓમાં વધારો થતો જાય છે. રોકાણના વિવિધ વિકલ્પોમાં ઇકિવટી બજાર, કોમોડિટી બજાર, સોના-ચાંદી, મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી હોય કે પછી અન્ય કોઇ માઘ્યમ. પણ રોકાણકારો આ તમામ વિકલ્પોથી અકળાઇ ગયો છે. કારણ કે, ગમે ત્યારે ગમે તે પ્રતિકૂળતા થકી રોકાણના માઘ્યમોમાં સરવાળે તો તેઓને સહન કરવાનો વારો જ આવ્યો છે. આ નિરસ માહોલમાં રોકાણ માટેનો એક વિકલ્પ છે કરન્સી ટ્રેડંિગ.
કરન્સી માર્કેટ વિશ્વના નાણાંકીય બજારોમાં સૌથી ઓછા અસ્થિર બજારોમાંનું એક છે. કરન્સીના ભાવ પણ પુરવઠાના આધારે નક્કી થતા હોય છે. તેથી તેમાં ગેરરીતિ આચરવી એ એક મુશ્કેલ બાબત છે. કરન્સીમાં ટ્રેડંિગ વોલ્યુમ કોઇપણ કારોબાર કે સેવાના કદ કરતા દસ ગણા ઉપરાંત છે. આ ઉપરાંત બધા નાણાંકીય બજારોમાં ફોરેન એક્સચેન્જ માર્કેટમાં સૌથી વધારે પ્રવાહિતા હોય છે. આમ, કરન્સીના ટ્રેડંિગમાં વધઘટનું પ્રમાણ પણ સામાન્ય હોય છે.
આ બધા ફાયદા ઉપરાંત રોકાણકારો આ સેગમેન્ટમાં સામાન્ય રોકાણ કરીને ટ્રેડંિગ કરી શકે છે. આ સેગમેન્ટમાં દૈનિક વધઘટનું પ્રમાણ નીચું હોઇ ખાસ કોઇ ટેન્શન નથી રહેતું અને સરળતાથી વળતર મેળવી શકાય છે. જો કે, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બજારની અસ્થિરતાના પગલે રૂપિયામાં ઉદભવેલ તીવ્ર વધઘટના પગલે રિઝર્વ બેંક દ્વારા લદાયેલા અંકુશ અને એનએસઇ તથા એમસીએક્સ દ્વારા ટ્રાન્ઝેકશન ફી અમલી બનાવાતા કરન્સી ટ્રેડંિગના કામકાજમાં નોંધપાત્ર ઘટાડો થવા પામ્યો છે. જે ખરેખર એક ચંિતાનો વિષય છે. ૨૦૦૮ના વર્ષમાં કરન્સી ટ્રેડંિગની શરૂઆત થઇ ત્યાર બાદ તેમાં ધીમી પણ મક્કમ ગતિએ કામકાજમાં વધારો થઇ રહ્યો હતો. પરંતુ ઉપરોકત બે કારણોને અનુલક્ષીને કરન્સી ટ્રેડંિગમાં છેલ્લા છ-સાત માસથી કામકાજમાં સતત ઘટાડો થતો જાય છે. તેમાંય વળી નવા શરૂ થયેલા યુનાઇટેડ સ્ટોક એક્સચેન્જ માં તો કરન્સી વાયદાનો સિતારો ખરવાની તૈયારીમાં હોય તેમ જણાય છે. થોડો સમય કરન્સી ટ્રેડંિગથી ધમધમતું આ એક્સચેન્જ સુમસામ ભાસે છે. કારણ કે આ એક્સચેન્જ પર જયાં કરન્સી ફયુચર્સના વોલ્યુમમાં ૯૨ ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ એનએસઈ અને એમસીએકસ ખાતે પણ આ પ્રકારની પ્રતિકૂળ સ્થિતિનું જ નિર્માણ થયેલું છે.
આમ છતાંય પ્રવર્તમાન અનિશ્ચિતતાભર્યા માહોલમાં રોકાણકારો રોકાણના આ વિકલ્પને યોગ્ય લેખાવતા હોય છે અને આ વિકલ્પ થકી મર્યાદિત પ્રમાણમાં વળતર મેળવે છે. પણ રોકાણ સલામત રહે છે.

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved