Last Update : 30-April-2012, Monday

 

યુરોપિયન સેન્ટ્રલ બેંકના લોંગ ટર્મ રિફાઈનાન્સંિગ ઓપરેશન્સથી કોઈ ઉકેલ આવ્યો નથી
યુરોપમાં ઘૂણતૂં દેવાંની કટોકટીનું ભૂત

 


દેવાંના સ્તર, વ્યાપારી અસમતુલા, બેંકંિગ ક્ષેત્ર, ચાવીરૂપ સુધારાઓ, રોજગારી અને આર્થિક વિકાસ જેવાં પાયાના પ્રશ્નોનો ઉકેલ જરૂરી છે
યુરોપિયન દેશોમાં છવાયેલી ડેબ્ટ ક્રાઈસીસ હટવાનું નામ લેતી નથી. કોમન કરન્સી બનાવ્યા પછી યુરોપિયન સેન્ટ્રલ બેંકે (ઈસીબી) કટોકટીમાં સપડાતા દેશોને બહાર કાઢવા માટે લોંગ ટર્મ રિફાઈનાન્સ ઓપરેશન્સ (એલટીઆરઓ) હાથ ધર્યું હતું પણ તે કારગત નીવડ્યુ હોય તેમ લાગતું નથી.
યુરોપિયન સેન્ટ્રલ બેંકના એલટીઆરઓની હવે આલોચના કરનારો વર્ગ ઉભો થયો છે. હકિકતમાં જ્યારે એલટીઆરઓ ચાલુ કરાયાં ત્યારે તે ત્રણેક વર્ષની અવધિ માટે વિચારાયા હતાં. ત્રણેક વર્ષમાં તો દેવાની સ્થિતિ નિયંત્રણ હેઠળ આવી જશે તેમ મનાતુ હતું પણ સોવરિન ક્રાઈસીસમાં વઘુ દેશો ઉમેરાતા ગયા હોવાથી તેમની ગણતરીઓ ઉંધી પડી છે અને દેવાંનું ભૂત હવે ફરીથી ઘૂણવા લાગ્યું છે.
ડિસેમ્બર ૨૦૧૧ અને ફેબુ્રઆરી ૨૦૧૨ દરમિયાન ઈસીબીએ એક ટકાના દરે અનલિમિટેડ રિફાઈનાન્સની ત્રણ વર્ષની મુદત માટેની ઓફર યુરોપિયન બેંકોને કરી હતી. આમ, તેણે ૧૩ મહિનાના તેના જૂના કાર્યક્રમની ફેરબદલ કરી હતી. પહેલા રાઉન્ડમાં ૪૮૯ બિલિયન અને બીજા રાઉન્ડમાં ૫૨૯.૫ બિલિયન યુરો મળીને એક ટ્રિલિયનથી વધારેની રકમ આ સવલત હેઠળ બેંકોએ ઉપાડી હતી.
ઉપાડવામાં આવેલી આ જંગી રકમનો ઉપયોગ મોટા ભાગે સરકારી બોન્ડને ખરીદવામાં અને જૂના મોંઘા દેવાને ચુકતે કરવામાં અથવા તો તેમાંથી છૂટાં થવા માટે કરાયો હતો. તે પછી વધેલાં ફંડને ઈસીબીમાં ફરીથી જમા કરવાયું હતું. બેંકોએ સ્પેનિશ અને ઈટાલિયન બોન્ડ કે જે પાંચથી છ ટકાનો ઉંચો વ્યાજ દર ઓફર કરતા હતાં તેમાં રોકાણ કર્યા હતાં.
રાષ્ટ્રો અને બેંકો બંનેને એલટીઆરઓ હેઠળ ધિરાણ અપાયા હતાં. ૨૦૧૨માં તેમણે ૧.૯ ટ્રિલિયન યુરો ઉભા કરવાની જરૂર પડશે. સ્પેન અને ઇટાલી જેવાં દેશોને તેમના વ્યાજ દર નીચા આણવામાં તેનાથી મદદ મળી હતી. તેનાથી ઈસીબી સસ્તા ધિરાણ ખર્ચ અને સોવરિન બોન્ડસ પર મળતાં ઉંચા વ્યાજ વચ્ચેના તફાવતની કમાણી અથવા નફાને મૂડીમાં રૂપાંતરિત કરવામાં પણ બેંકોને મદદ મળી હતી..
તેની સાથે ફાઈનાન્સિયલ માર્કેટ્‌સમાં પણ સેન્ટિમેન્ટ સુધર્યુ હતું. રિસ્કી એસેટમાં રોકાણ વઘ્યા હતાં અને વિશ્વભરના શેરબજારોને જરૂરી એવી રાહત મળી હતી. આમ છતાં, દેવાંનું ભૂત ફરીથી દેખા દઈ રહ્યું હોવાથી બજારોમાં સાવચેતી જોવા મળી છે.
એક અર્થશાસ્ત્રીએ ઈસીબીને છૂટથી રિફાઈનાન્સ આપવા કહ્યુ હતું પણ તેની સાથે એક પેનલ્ટી રેટ રાખવાની અને સારી સમાંતર જામીનગીરીએ વડે ધિરાણને સલામત બનાવવાની ભલામણ તેણે કરી હતી. પરંતુ, ઈસીબી કદાચ આ વાતને સમજી શકી નહોતી. તેનો રેટ બજાર કરતાં નીચો હતો અને બેંકો માટે તે એક પ્રકારે સબસિડી હતી.
ઈસીબી અને બીજી બેંકોએ ધારાધોરણોને હળવા બનાવ્યા હતાં અને દરેક પ્રકારની કોલેટરલ, સમાંતર જામીનગીરીની સામે ધિરાણ આપવા સંમત થઈ હતી. ઈસીબી એક નાણાં સંસ્થા જેવી બની ગઈ છે અને તેના મોટા ધિરાણ ઉપર વ્યાજ દરના ખતરાનો સામનો રહેલો છે.
અત્યારે ઈસીબીની બેલેન્સ શીટ હવે ૩ ટ્રિલિયન યુરોની છે જે ૩૦ ટકા વધી ગઈ છે. ઈસીબીને તેની ખુદની મૂડીનો ટેકો છે. એલટીઆરઓથી ફંડામેન્ટલ ઈસ્યુઝ ઉકલશે નહીં એવી આલોચના થાય છે. સમસ્યામાં સપડાયેલાં રાષ્ટ્રોના દેવાંના સ્તરને તે ઘટાડશે નહીં. ફકત ટૂંકા ગાળા માટે તેમને ધિરાણ મળશે.
દેવાંના બોજને ઘટાડવા માટે સમગ્ર યુરોપમાં કરકસરના પગલાં લેવાયા છે.પરંતુ, ગ્રીસ, આયર્લેન્ડ, પોર્ટુગલ, સ્પેન અને ઈટાલી વગેરે દેશોમાં કરકસરના પગલાંને કારણે અર્થતંત્ર મંદીમાં ધકેલાયા હોવાનું જણાય છે.
સંબધીત દેશો માટે એલટીઆરઓથી ધિરાણની પ્રાપ્યતા અથવા તો ખર્ચમાં કોઈ સુધારો થશે નહીં. એલટીઆરઓથી સરકારી બોન્ડની ખરીદીથી વ્યાજના દરોમાં કૃત્રિમ ઘટાડો થશે. આથી, એલટીઆરઓનો બીજો રાઉન્ડ ઓફર નહીં કરાય તો વ્યાજના દરો ફરીથી માર્કેટ લેવલે આવી જશે.
બેંકોએ આ વર્ષે તેમના દેવાંને પુનઃચુક્તે કરવાનો સમય આવશે ત્યારે એલટીઆરઓ મારફતે તેમણે ખરીદેલાં સરકારી બોન્ડ્‌સ તેમણે વેચવા પડશે. બજારની પરિસ્થિતિ સામાન્ય બને અને બેકો ઝડપથી ફંડંિગને સામાન્ય બનાવશે નહીં ત્યાં સુધી આવા બોન્ડ વેચાણો સોવરિન ફંડંિગ ઉપર દબાણને વધારશે.
એલટીઆરઓ લાંબા ગાળાના પ્રશ્નોને પણ દૂર કરશે નહીં. બેંકો હવે તેમના ફંડંિગ માટે મઘ્યસ્થ બેંક ઉપર બહુધા નિર્ભર રહેશે. એલટીઆરઓ કોઇ વ્યક્તિ કે બિઝનેસને ક્રેડિટ સપ્લાય કરતાં નથી અને તેને પરિણામે યુરોઝોનમાં આર્થિક વિકાસ માટેનો ઉદ્દેશ સરતો નથી.
યુરોઝોનની ડેબ્ટ ક્રાઈસીસ પૂરી થઈ નથી. ડેબ્ટ લેવલ, ટ્રેડ ઈમબેલેન્સીસ, બેંકંિગ સેક્ટરના પ્રશ્નો, માળખાગત સુધારાઓ, રોજગારી અને આર્થિક વિકાસ વગેરે જેવી મૂળભૂત સમસ્યાઓ યથાવત છે. આવા પ્રશ્નોને ઉકેલવા માટે યુરોપ પાસે આઈડિયા અને ટાઈમ બંને ખૂટી પડ્યા છે.

 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved