એપ્રિલમાં FIIએ 777 કરોડ પાછા ખેંચ્યા

 

- શેરબજાર પર વિપરિત અસર

 

- પ્રથમ ત્રણ માસમાં જંગી રોકાણ પછી

 

આ વર્ષના પહેલા ત્રણ મહિનાઓમાં ભારતનાં શેરબજારમાંથી વિદેશી રોકાણકારોએ ભારે રોકાણ કર્યા પછી એપ્રિલ મહિનામાં રૃા. ૭૭૭ કરોડ ભારતની શેર માર્કેટમાંથી પાછા ખેંચી લીધા છે. આ માટે એસ એન્ડ પી દ્વારા ભારતનાં ક્રેડીટ આઉટલૂકમાં કરાયેલો ઘટાડો ઉપરાંત ૨૦૧૨-૧૩નાં અંદાજપત્રમાં પાછલી તારીખથી અમલી બને તે રીતે વિદેશોમાં થયેલા સોદાઓ ઉપર પણ આવકવેરો (કેપિટલ-ગેઈન્સ) લાગુ પાડવાની સરકારની કાર્યવાહી જવાબદાર હોવાનું નિષ્ણાતો જણાવે છે.
નવેમ્બર ૨૦૧૧ પછી એફઆઈઆઈમાં થયેલો આ ઘટાડો સૌથી મોટો ઘટાડો છે.
આ મહિનામાં હજી સુધીમાં ફોરેન ઈન્સ્ટીટયુશનલ ઈન્વેસ્ટર્સ દ્વારા રૃા. ૩૯,૦૦૮ કરોડની ઈક્વીટીઝ ખરીદવામાં આવી હતી. જે સામે તેમણે રૃા. ૩૯,૭૮૫ કરોડના શેર્સ વેચ્યા છે. આથી વિદેશી રોકાણકારોએ રૃા. ૭૭૭ કરોડ માર્કેટમાંથી પાછા ખેંચી લીધા છે તેમ સેબીના ડેટા જણાવે છે. આ મૂડી ખેંચાણ અંગે નિષ્ણાતો અનેકવિધ કારણો દર્શાવે છે, જે પૈકી સરકારે તાજેતરમાં કરેલો ગવર્નમેન્ટ્સ એન્ટી-ટેક્ષ એવોઈડન્સ રૃબ (જીએએઆર) અંગે અંદાજપત્રમાં રજૂ કરેલી દરખાસ્તને પણ જવાબદાર ગણાવે છે. નિષ્ણાતો માને છે કે, આથી ઘણા એફઆઈઆઈસ જેમના અસીલો એક સમયે ઈન્ડિયન સ્ટોક માર્કેટમાં પીર્ટિસીપેટરી નોટ્સ મોકલતા હતા. તેમાં મંદતા આવી ગઈ છે.
આ ઉપરાંત ભારતમાં મૂડી રોકાણ કરવામાં એસ એન્ડ પી દ્વારા ભારતનાં ક્રેડીટ આઉટલુકને સ્ટેબલ (સ્થિર)માંથી નેગેટિવ (ઋણાત્મક) કરતાં પણ વિદેશી રોકાણકારો દૂર ખસી રહ્યા છે. સાથે ભારતની રાજકોષીય પરિસ્થિતિ તથા નબળું પડી રહેલું અર્થતંત્ર પણ આ રોકાણકારોને મૂડી પાછી ખેંચવા પ્રેરે છે. વાસ્તવમાં તો એસ એન્ડ પીનાં મંતવ્ય પછી ભારતમાંથી રૃા. ૧૩૦૦ કરોડ, ત્રણ મહીનાની ટ્રેડીંગ સેશનમાં પાછા ખેંચી લેવામાં આવ્યા છે. ૨૦૧૨ના પહેલા ત્રણ મહિનામાં એફઆઈઆઈ દ્વારા વિક્રમ સર્જક તેટલું રૃા. ૪૩૯૫૧ કરોડનું મૂડીરોકાણ કરવામાં આવ્યું હતું. જે પૈકી રૃા. ૧૦૩૫૮ કરોડ જાન્યુઆરીમાં રૃા. ૨૫,૨૧૨.૧૦ કરોડ ફેબુ્રઆરીમાં તથા રૃા. ૮૩૮૧ માર્ચ મહિનામાં કરવામાં આવ્યું હતું.