હરિયાણામાં ગર્ભવતી શિક્ષિકાને પોસ્ટિંગ કે પગાર નહીં મળે

 

- શિક્ષણ વિભાગનો આદેશ


- નોકરીમાં જોડાતી વખતે મેડિકલ પ્રમાણપત્ર આપવું જરૃરી

 

હરિયાણા સરકારના શિક્ષણ વિભાગે સરકારી શિક્ષકોની તૈનાતી વિશે એક આશ્ચર્યજનક નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ, નોકરીમાં જોડાતા પહેલાં શિક્ષિકાઓએ મેડિકલ સર્ટિફિકેટ આપવાનું રહેશે. જો તેઓ ગર્ભવતી હશે તો તેમને એક વર્ષ સુદી પોસ્ટિંગ નહીં મળે. સ્વાભાવિક જ, આ સ્થિતિમાં તેમને પગાર પણ નહીં મળે.


સરકારના આ નિર્ણયનો શિક્ષિકાઓએ ઉગ્ર વિરોધ કર્યો છે અને કહ્યું છે કે કોઇ પણ મહિલાનું મા બનવું કુદરતી છે અને રાજ્ય સરકાર તેમને પોસ્ટિંગ ન આપીને પગાર બચાવવા માગે છે. શિક્ષણ વિભાગ મુજબ, જો નોકરી મેળવતી વખતે કોઇ શિક્ષિકા ૧૨ અઠવાડિયાની ગર્ભવતી છે તો તેને એકદમ નોકરી નહીં અપાય. તેને એક વર્ષ સુધી રાહ જોવી પડશે. આ દરમ્યાન તેને પગાર નહીં મળે.