વીજળી પડતાં પશ્ચિમ બંગાળમાં ૯ અને આંધ્રમાં ૧૭નાં મોત

- ગ્રામ્યજનો દેવની મૂર્તિનું વિસર્જન કરવા આવ્યા હતાં


- ઝાડ નીચે આશ્રય લઇ રહેલા લોકો પર વીજળી પડી

 

પશ્ચિમ બંગાળના હાવરા જિલ્લામાં ઉદય નારાયણ નગરમાં વીજળી પડતાં એક ઝાડ નીચે આશ્રય લઇ રહેલા નવ લોકોના મોત થયાં હતાં અને ૧૬ ઘાયલ થયા હતા. જ્યારે આંધ્રપ્રદેશમાં વીજળી પડતાં જુદા જુદા વિસ્તારોમાં ૧૭ વ્યક્તિના મોત થયા હતા.

 

સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે ગ્રામ્યજનો દેવની મૂર્તિનું વિસર્જન કરવા આવ્યા હતાં ત્યારે ગાજવીજ સાથે વરસાદ શરૃ થયો હતો. ઝાડ નીચે આશ્રય લઇ રહેલા લોકો પર વીજળી પડતાં બે મહિલા સહિત નવ વ્યક્તિના સ્થળ પર મોત થયાં હતાં અને ૧૬ ઘાયલ થયાં હતાં.