સોનાનો વાયદો: 30 હજારની ઐતિહાસિક સપાટી કૂદાવી

 

- આ વાયદામાં આજે 6 લોટનું ટર્ન ઓવર નોંધાયું

 

- વૈશ્વિક બજારોમાં સોનામાં ઉદ્ભવેલી તેજી

 

અમદાવાદ, તા.30 એપ્રિલ, 2012

વૈશ્વિક બજારોમાં સોનામાં ઉદ્ભવેલી તેજીના તબક્કે તેમજ ચાલુ લગ્નગાળાની માગને અનુલક્ષીને ચાલુ રહેલ નવી ઝડપી લેવાલી પાછળ તેમજ સટ્ટોડિયાઓ દ્વારા તેજીનું માનસ બરકરાર રખાતા આજે સોનાનો વાયદો (10 ગ્રામ દીઠ) રૂપિયા 30 હજારની સપાટી કૂદાવીને ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો.

એમસીએક્સ ખાતે સોનાનો ડિસેમ્બર વાયદો રૂ.64 વધી રૂ.30,247ની સપાટીએ મૂકાતો હતો.
આ વાયદામાં આજે 6 લોટનું ટર્ન ઓવર નોંધાયું હતું.

જ્યારે જૂન વાયદો રૂપિયા 36 વધીને 29145ની સપાટીએ મક્કમ રહ્યો હતો.