સ્વામી વિવેકાનંદ અત્યારે યુવાનોમાં પ્રિય પ્રતિભા તરીકે ઉપસી રહ્યાં છે. પરંતુ, એલીસબ્રિજ નજીક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા પંચકમાં સ્થપાઈ હોય તેમ લાગે છે. બે વખત સ્થાનાંતરણ પછી હવે વિવેકાનંદજીની પ્રતિમા ત્રીજા સ્થાને સ્થળાંતરીત કરાશે. એલીસબ્રિજ પોલીસ સ્ટેશન સામેનું સર્કલ રોડ વિસ્તરણ યોજનામાં સમાવિષ્ટ છે. આથી, સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું ફરી સ્થળાંતર કરવું પડશે. ટ્રાફિક માટે રાહતરૃપ એમ.જે. લાયબ્રેરી ઓવરબ્રિજ બનાવવાની રોડ વિસ્તરણની કામગીરી વેગવાન છે. હવે, સ્વામી વિવેકાનંદની પ્રતિમા સ્થાપિત કરવા માટે ત્રીજો મંચ ટાઉન હોલ આગળ તૈયાર કરી દેવાયો છે. (તસવીરઃ સુરેશ મિસ્ત્રી)