Last Update : 30-April-2012, Monday

 
ટેટ્રા ટ્રક કેસમાં વિવાદિત બીઈએમએલે
વડાપ્રધાનના સલાહકાર નાયરનાં સગાં-મિત્રોને ગેરકાયદે પ્લોટ ફાળવ્યા
ચો.ફીટ દીઠ રૃા. ૩,૦૦૦ની કિંમતના પ્લોટ માત્ર રૃા. ૪૫૦ની કિંમતે અપાયા ઃ નાયરે આક્ષેપ નકાર્યો
બેંગ્લોર, તા. ૨૯
સંરક્ષણ સાધનો બનાવતી સરકાર હસ્તકની કંપની બીઈએલએલના એક કર્મચારીએ આજે એક દૈનિકને માહિતી આપતાં જણાવ્યું હતું કે આ કંપનીના કર્મચારીઓ માટે જ સ્થાપવામાં આવેલી એક સરકારી સોસાયટીની ગૃહ નિર્માણ યોજનામાં ઓછામાં ઓછી બે ગેરરીતિઓ થઈ હતી. જેમાં વડાપ્રધાનના સલાહકાર ટી.કે.એ. નાયરના ભત્રીજી અને તેમના એક મિત્રને પણ ડીસેમ્બર ૨૦૦૮માં સોસાયટીના નિયમોનો ભંગ કરી પ્લોટ ફાળવવામાં આવ્યા હતા અને તે પ્લોટ તદ્દન નજીવી કિંમતે તેમને અપાયા હતા.
આ આક્ષેપોને રદિયો આપતાં નાયરે કહ્યું હતું કે 'હું જાણું છું ત્યાં સુધી તેમાં કોઈ ગેરરીતિ આચરવામાં આવી ન હતી કે કોઈ ગેરકાયદે કાર્યવાહી પણ થઈ નથી.'
બીજી તરફ દક્ષિણ ભારતનાં એક અગ્રગણ્ય દૈનિકે આ કંપનીનાં જ એક કર્મચારીને ટાંકતાં તે કૌભાંડમાં તે સમયના બીઈએમએલના ચેરમેન અને મેનેજિંગ ડીરેક્ટર વી.આર.એસ. નટરાજનની ભૂમિકા વિષે પણ શંકા ઉઠાવી છે. નટરાજનનું નામ ટેટ્રા-ટ્રક સોદામાં પણ સંડોવાયેલું કહેવાય છે.
આ સંબંધે સૌથી પહેલો અંગૂલિનિર્દેશ ૨૦૦૫માં કરવામાં આવ્યો હતો. જે સંબંધી તપાસ હજી પણ સેન્ટ્રલ વિજીલન્સ કમિશન, સંરક્ષણ મંત્રાલય અને વડાપ્રધાનનાં કાર્યાલય દ્વારા ચાલી રહી છે. આ સમગ્ર કાંડની વિગત તેવી છે કે નાયરનાં ભત્રીજી એ. પ્રીતિ પ્રભા અને નાયર કુટુમ્બના એક મિત્ર ઉમાદેવી નામ્બિયારને બીઈએમએલ એમ્પ્લોયીઝ કો-ઓપરેટિવ સોસાયટી દ્વારા તદ્દન ઓછી કિંમતે ફાળવવામાં આવ્યા હતા. તે ઉપરાંત ત્રીજો પ્લોટ નાયરના એક સંબંધીને ફાળવવામાં આવ્યો હતો.
દક્ષિણ બેંગ્લોરમાં તે સમયે (ડીસેમ્બર ૨૦૦૮માં) જમીનની કિંમત એક ચોરસફીટ દીઠ રૃા. ૨૫૦૦થી રૃા. ૩૦૦૦ જેટલી હતી છતાં આ પ્લોટ રૃા. ૪૫૦ સ્કવેરફીટના દરે આ ત્રણેને સોસાયટીના બાયલોઝનું ઉલ્લંઘન કરી ફાળવવામાં આવ્યા હતા. આ પ્લોટ આશરે ૨૪૦૦ ચોરસફીટ જેટલા છે. જે તેઓને માત્ર રૃા. ૧૦.૮૦ લાખની કિંમતે જ અપાયા હતા તેમ પણ આ વ્હીસલ બ્લોઅરે (અંગૂલીનિર્દેશ કરનારે) જણાવ્યું છે.
આ વિષે વધુ વિગતો જણાવતાં તે દૈનિકે લખ્યું છે કે, બીઈએમએલના એક પૂર્વ કર્મચારી અને તેની ગૃહનિર્માણ સહકારી સોસાયટીના એક શેરહોલ્ડર કે.એસ. પેરિયાસ્વામીએ તા. ૭ ઓગસ્ટ ૨૦૧૦ના દિવસે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને આ સંબંધે ફરિયાદ કરતા પત્રો પણ લખ્યા હતા પરંતુ રાષ્ટ્રપતિનાં કાર્યાલય કે વડાપ્રધાનના કાર્યાલય તરફથી તેઓને કોઈ ઉત્તર મળ્યા નથી.
તે ઉલ્લેખનીય છે કે નાયરના સગાંઓ અને તેમના કુટુમ્બનાં મિત્રને ફાળવવામાં આવેલા આ પ્લોટ ૧૯૯૫નાં સુપ્રીમ કોર્ટના એચ.એમ.ટી. હાઉસ બિલ્ડીંગ કોમોમરેટિવ સોસાયટી વિરૃદ્ધ સૈયદ ખાદેર સંબંધી ચુકાદાના ભંગ સમાન છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકાએ સઈદના માથે ઈનામ જાહેર કર્યું જ નથી! ઃ અમેરિકી રાજદૂત

યુરોપના ટોચના અધિકારીઓને પ્રવાસ માટે એક કરોડ ડૉલરના ખાનગી જેટ માટે કરાર

સાર્કોજીએ ગદ્દાફી પાસેથી ૪૨૦ લાખ પાઉન્ડ લીધા હતા
એનઆરઆઈ પત્રકારના ટેબ્લોઈડને યુકેનો એવોર્ડ
આગાખાને આર્કિટેક્ટ એવોર્ડની રકમ બમણી કરી
મે મહિનો મોટી ઉથલપાથલવાળો બની રહેશે ઃ ત્રણથી પાંચ ગ્રહો એક રાશિમાં
ભરૃચ સરદાર બ્રિજ ખાતે ગુજરાતના સ્થાપના દિને નવા બ્રિજનું ખાતમુહૂર્ત
છત્તીસગઢમાંથી સાડાત્રણ હજાર માઓવાદી રાજ્યમાં દાખલ ઃ ઓપરેશન મહારાષ્ટ્રનો પ્લાન
ઉત્તર પ્રદેશમાં બે બસ ટકરાતાં ૧૮નાં મોત
હત્યાના કેસમાં ૧૨ અપરાધીને ૨૬ વરસ બાદ હાઈકોર્ટે છોડી મૂક્યા
રખેવાળ કે નોકર મિલકતના માલિક ન બની શકે ઃ સુપ્રીમ
કચ્છમાં રની તીવ્રતાના ત્રણ સહિત ભૂકંપના કુલ પાંચ આંચકા
દિલ્હી ડેરડેવિલ્સનો એક રનથી રાજસ્થાન સામે દિલધડક વિજય
આદિત્ય મેહતાએ એશિયન સ્નૂકર ચેમ્પિયનશીપ જીતી
બેડમિંટનમાં જ્વાલાનો રેકોર્ડ ઃલંડન ઓલિમ્પિકમાં બે ઇવેન્ટમાં ક્વોલિફાય
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved