Last Update : 30-April-2012, Monday

 

વન મિનિટ પ્લીઝ

રાષ્ટ્રીય

(1) મહારાષ્ટ્ર અને કર્ણાટક ૨૦૧૦માં નોંધાયેલા સાઇબર ક્રાઇમની યાદીની રીતે ટોચના ક્રમે છે. મહારાષ્ટ્રમાં ૨૪૬ અને કર્ણાટકમાં ૧૭૬ કેસો નોંધાયેલા તેમ આઇ.ટી. મંત્રી કપિલ સિબલે કહ્યું છે.
(2) પંજાબના સૌથી નાના જિલ્લા ગણાતા બરનાલામાં અત્ર-તત્ર- સર્વત્ર મહિલાઓનું શાસન છે. આ જિલ્લામાં ડેપ્યુટી કમિશનર, અધિક ડેપ્યુટી કમિશનર, જિલ્લા શિક્ષણ અધિકારી વગેરે મહત્વનાં પદો પર મહિલાઓ છે.
(3) નિવૃત્તિ પછી પૂણેનું ઘર જતું કરનાર રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ સેવાકાળ પૂરો થયા પછી આત્મકથા લખશે. એમાં ૨-જીથી માંડીને અફઝલ ગુરુની દયા અરજી જેવા મામલાને તેઓ આવરી લેશે? આ માટે તો રાહ જ જોવી પડશે...
(4) સ્વદેશમાં નિર્મિત લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસનો ભારતીય વાયુ સેનામાં આ વર્ષે સમાવેશ કરાશે તેમ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠ્ઠન (ડીઆડીઓ)એ કહ્યું છે.
(5) કેન્દ્રિય માહિતી પંચના આદેશથી કેટલાક ન્યાયાધીશો મુસીબતમાં આવી શકે છે. હકીકતે પંચે કાયદા મંત્રાલયને નિર્દેશ આપ્યો છે કે જે ન્યાયાધીશોની સામે ફરિયાદો થઇ છે તે નામો અને પત્રો જાહેર કરવા.
(6) કેન્દ્રિય ગ્રામ્ય વિકાસ મંત્રી જયરામ રમેશે માઓવાદીઓને બંદૂક મુકીને મુખ્ય પ્રવાહમાં આવવા અપીલ કરી છે.
(7) પાંચ વર્ષના છોકરાને કંઇ જેલ થાય? તે પણ વિદેશમાં? માનવામાં ન આવે પણ પ. બંગાળના એક બાળક સાથે આવું બન્યું હતું. અરીફુલ નામનો આ બાળક તેનાં દાદા-દાદી સાથે બાંગ્લાદેશનાં કોઇ સગાની ખબર પૂછવા ગયો હતો. પાછા ફરતી વખતે બાંગ્લાદેશના અધિકારીઓએ તેમની પાસે યોગ્ય દસ્તાવેજો ન હોવાથી પકડી જેલમાં પૂરી દીધા.. જો કે આ બાળકનો રવિવારે છૂટકારો થઇ ગયો છે...

આંતરરાષ્ટ્રીય
(1) અમેરિકા તાઈવાનને શસ્ત્રો વેચવા જઈ રહ્યું છે. આ ઉપરાંત ચીનમાં બળવાખોર ચેન ગુઆંગચેંગને જેલ ભેગો કરાયો છે. આ બન્ને મુદ્દે અમેરિકા અને ચીન વચ્ચે તંગદિલી વધતા અમેરિકાના નાયબ વિદેશ મંત્રી કર્ટ કેમ્પબેલ ચીન દોડી ગયા છે.
(2) મિડિયા મોગલ રૃપર્ટ મુર્ડોકને 'બીસ્કાયબી' ટેક ઓવર કરવા માટે વડાપ્રધાન ડેવિડ કેમેરોન મુર્ડોક સાથે સમજૂતી કરી હોવાના આક્ષેપનો સામનો કરી રહ્યા છે. જોકે કેમેરોને આવી સમજૂતીનો ઈનકાર કર્યો છે.
(3) બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમેરોનની પૂર્વ પ્રેમિકા લૌરા એડ્સહેડનું દિલ તૂટતા તે હવે સાધ્વી બની ગઈ છે. કાજોલની 'અપને' ફિલ્મ યાદ આવી ?
(4) કેમેરોનની વાત નીકળી છે તો, કેમેરોનને તેમની પ્રેમિકા કરતાં વધુ ચિંતા લંડનમાં યોજાનાર ઓલિમ્પિક્સની હશે. આ રમતોત્સવ દરમ્યાન કોઈ ત્રાસવાદી હુમલો ન થાય તે માટે સુરક્ષાના પૂરતા ઉપાયો હાથ ધરાઈ રહ્યા છે. આના ભાગરૃપે ઓલિમ્પિકનાં સ્થાનોની નજીકના ફલેટની અગાશી પર ભૂમિથી હવામાં પ્રહાર કરી શકે તેવી મિસાઈલો તૈનાત કરાશે.
(6) પાકિસ્તાનના ક્વેટ્ટામાં બ્રિટીશ મદદગારનું અપહરણ કરાયું હતું, તેની હત્યા થઈ છે. અપહરણ ચાર મહિના પહેલા કરાયું હતું.
(7) પાકિસ્તાનની વાત નીકળી છે તો જાણી લો કે, અમેરિકા સાથે આ દેશના રાજદ્વારી સંબંધો સુધરવાનું નામ લેતા નથી. ઓબામા વહીવટીતંત્રના વિશેષ દૂત માર્ક ગ્રોસમેન પાકિસ્તાનથી ખાલી હાથે પાછા ફરી ગયા છે.
(8) સાઉદી અરેબિયામાં મહિલાઓની સ્પોર્ટસ કલબ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાશે. આ માટે મંત્રી સ્તરની એક સમિતિ રચાઈ છે.
(9) આઈએમએફના પૂર્વ વડા અને ફ્રાન્સના વતની ડોમિનિક સ્ટ્રોસ કાનના નિવેદનથી વર્તમાન પ્રમુખ નિકોલસ સારકોઝીની મુસીબતમાં વધારો થવાની સંભાવના છે. કાને કહ્યું છે કે તેમના ન્યૂયોર્કના સેક્સ સ્કેન્ડલ પાછળ સારકોઝીનો દોરીસંચાર હોઈ શકે છે.
(10) મલેશિયામાં લગભગ ૫૦,૦૦૦ લોકોની રેલીએ ચૂંટણી અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. વડાપ્રધાન નજીબ રઝાકની શાસક યુતિ જે છેલ્લાં ૫૫ વર્ષથી સત્તામાં હોવાનું કહેવાય છે તે આવતા મહિને સંસદનું વિસર્જન કરી જૂનમાં ચૂંટણી યોજવાની અટકળો તેજ બની હતી. જોકે નિર્ધારિત સમય મુજબ તો ૨૦૧૩ની મધ્યમાં ચૂંટણી યોજાવી જોઈએ. આ વિરોધ પ્રદર્શનથી હવે વડાપ્રધાન ચૂંટણીને મોડી ઠેલે તેવી સંભાવના નકારાતી નથી.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકાએ સઈદના માથે ઈનામ જાહેર કર્યું જ નથી! ઃ અમેરિકી રાજદૂત

યુરોપના ટોચના અધિકારીઓને પ્રવાસ માટે એક કરોડ ડૉલરના ખાનગી જેટ માટે કરાર

સાર્કોજીએ ગદ્દાફી પાસેથી ૪૨૦ લાખ પાઉન્ડ લીધા હતા
એનઆરઆઈ પત્રકારના ટેબ્લોઈડને યુકેનો એવોર્ડ
આગાખાને આર્કિટેક્ટ એવોર્ડની રકમ બમણી કરી
મે મહિનો મોટી ઉથલપાથલવાળો બની રહેશે ઃ ત્રણથી પાંચ ગ્રહો એક રાશિમાં
ભરૃચ સરદાર બ્રિજ ખાતે ગુજરાતના સ્થાપના દિને નવા બ્રિજનું ખાતમુહૂર્ત
છત્તીસગઢમાંથી સાડાત્રણ હજાર માઓવાદી રાજ્યમાં દાખલ ઃ ઓપરેશન મહારાષ્ટ્રનો પ્લાન
ઉત્તર પ્રદેશમાં બે બસ ટકરાતાં ૧૮નાં મોત
હત્યાના કેસમાં ૧૨ અપરાધીને ૨૬ વરસ બાદ હાઈકોર્ટે છોડી મૂક્યા
રખેવાળ કે નોકર મિલકતના માલિક ન બની શકે ઃ સુપ્રીમ
કચ્છમાં રની તીવ્રતાના ત્રણ સહિત ભૂકંપના કુલ પાંચ આંચકા
દિલ્હી ડેરડેવિલ્સનો એક રનથી રાજસ્થાન સામે દિલધડક વિજય
આદિત્ય મેહતાએ એશિયન સ્નૂકર ચેમ્પિયનશીપ જીતી
બેડમિંટનમાં જ્વાલાનો રેકોર્ડ ઃલંડન ઓલિમ્પિકમાં બે ઇવેન્ટમાં ક્વોલિફાય
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved