Last Update : 30-April-2012, Monday

 
મહેશ ગોધાણીને ફાંસો આપનાર ચીમન ચૌધરીની ધરપકડ
સુરતના બે મિત્રની હત્યા નાણાંમાં ભાગ નહીં આપવા માટે થઇ હતી
અરવિંદ ભગતે અડધો કોથળો ભરીને નાણાં આપવાનું કહેતાં મહેશની હત્યા કરી હતી ઃ ફોરેસ્ટરને ૫૦ લાખ આપવાનું કહ્યું હતું
બારડોલી, રવિવાર
સુરતના બે મિત્રોની નાણાંકીય લેવડદેવડમાં હત્યાના મામલે માંડવી પોલીસે મહેશ ગોધાણીને ગળામાં દોરી વડે ફાંસો આપનાર શખ્સને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જો કો, મુખ્ય સૂત્રધાર અરવિંદ રાઠોડને શોધવામાં ૩૦ દિવસ પછી પણ માંડવી અને ઝઘડીયા પોલીસને સફળતા મળી નથી. અરવિંદ રાઠોડએ જંગલમાં વિધિ કરી પૈસા પાડયા હતા. જે નાણાંમાંથી સુરતના બંને મિત્રોને ભાગ ન આપવા હત્યા કરી હોવાની કબુલાત કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ગત તા. ૧-૪-૧૨ના રોજ સુરતના ૨ મિત્રો ધર્મેશ પરમાર અને મહેશ ઉર્ફે મહેન્દ્ર ગોધાણી બારડોલી તાલુકાના કડોદ ગામે અરવિંદ રાઠોડ નામના ભગત પાસે દવા લેવા ગયા હતા. બાદમાં ધર્મેશ પરમારની હત્યા કરાયેલી લાશ ઝઘડીયાથી અને મહેશ ગોધાણીની લાશ માંડવી નજીકથી મળી હતી. માંડવી પોલીસે મહેશ ગોધાણીની હત્યાના મામલે ફોરેસ્ટર રામસીંગ વસાવાનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી તપાસ શરૃ કરી છે.
દરમિયાન આજે રવિવારે પોલીસે ચીમન અમરતભાઇ ચૌધરી (ઉ.વ. ૫૦ રહે. ઉટેવા ડુંગરી ફળિયું, તા. માંડવી)ને ઝડપી પાડયો હતો. માંડવી પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા ચીમનભાઇ ચૌધરીએ જણાવ્યું કે, અરવિંદ રાઠોડ (ભગત) કહેતો હતો કે જંગલમાં વિધિ કરી જે પૈસા પાડયા હતા તે ખરાબ થઇ જતાં ધર્મેશ અને મહેશને આપી શકાય તેમ નથી અને ફરીથી વિધિ કરીને કોથળા ભરી પૈસા પાડીશું. જેમાંથી અડધો કોથળો ભરી તને પૈસા આપીશ. તું મહેશને મારવામાં મદદ કર અને રામસીંગ વસાવાને રૃ. ૫૦ લાખ આપીશ તેમ કહ્યું હતું પરંતુ પાછળથી શું વાત થઇ તે ખબર નથી. બનાવના દિવસે રાત્રે અરવિંદ ભગત મહેશને લઇને કડોદથી માંડવી રોડ પર પહોંચતા નક્કી કર્યા મુજબ ફોરેસ્ટર રામસીંગએ મહેશને પાછળથી પકડતા ચીમન ચૌધરીએ ગળામાં દોરી વડે ફાંસો આપી નીચે પાડી દીધો હતો. તે સમયે જ અરવિંદ ભગત છાતી પર ચડી ગયો હતો. મહેશ ગોધાણી મરી ગયો છે તે ખાત્રી થઇ જતાં ઘસડીને શેરડીના ચાસની વચ્ચે ઉંધો નાંખી ત્યાંથી ત્રણેય જણા નીકળી ગયા હતા. બાદમાં ધર્મેશ પરમારને ઝઘડીયા લઇ જઇ ફોરેસ્ટર રામસીંગ વસાવા, અરવિંદ ભગત, રામસીંગના દિકરો, સાળો અને ભાણેજએ ધર્મેશ પરમારની હત્યા કરી હતી. બંને મિત્રોની હત્યાની કડી રામસીંગ અને ચીમન ચૌધરીની પૂછપરછમાં માંડવી પોલીસે ઉકેલી નાંખી પરંતુ ૩૦ દિવસ થવા છતાં સોપારી આપનાર મુખ્ય સૂત્રધાર અરવિંદ રાઠોડ (ભગત)ને શોધવામાં માંડવી અને ઝઘડીયા પોલીસ નિષ્ફળ ગઇ છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકાએ સઈદના માથે ઈનામ જાહેર કર્યું જ નથી! ઃ અમેરિકી રાજદૂત

યુરોપના ટોચના અધિકારીઓને પ્રવાસ માટે એક કરોડ ડૉલરના ખાનગી જેટ માટે કરાર

સાર્કોજીએ ગદ્દાફી પાસેથી ૪૨૦ લાખ પાઉન્ડ લીધા હતા
એનઆરઆઈ પત્રકારના ટેબ્લોઈડને યુકેનો એવોર્ડ
આગાખાને આર્કિટેક્ટ એવોર્ડની રકમ બમણી કરી
મે મહિનો મોટી ઉથલપાથલવાળો બની રહેશે ઃ ત્રણથી પાંચ ગ્રહો એક રાશિમાં
ભરૃચ સરદાર બ્રિજ ખાતે ગુજરાતના સ્થાપના દિને નવા બ્રિજનું ખાતમુહૂર્ત
છત્તીસગઢમાંથી સાડાત્રણ હજાર માઓવાદી રાજ્યમાં દાખલ ઃ ઓપરેશન મહારાષ્ટ્રનો પ્લાન
ઉત્તર પ્રદેશમાં બે બસ ટકરાતાં ૧૮નાં મોત
હત્યાના કેસમાં ૧૨ અપરાધીને ૨૬ વરસ બાદ હાઈકોર્ટે છોડી મૂક્યા
રખેવાળ કે નોકર મિલકતના માલિક ન બની શકે ઃ સુપ્રીમ
કચ્છમાં રની તીવ્રતાના ત્રણ સહિત ભૂકંપના કુલ પાંચ આંચકા
દિલ્હી ડેરડેવિલ્સનો એક રનથી રાજસ્થાન સામે દિલધડક વિજય
આદિત્ય મેહતાએ એશિયન સ્નૂકર ચેમ્પિયનશીપ જીતી
બેડમિંટનમાં જ્વાલાનો રેકોર્ડ ઃલંડન ઓલિમ્પિકમાં બે ઇવેન્ટમાં ક્વોલિફાય
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved