Last Update : 30-April-2012, Monday

 

પ્રાંતિજ તાલુકામાં લીલા વૃક્ષોનું સરેઆમ નિકંદન

 

પ્રાંતિજ,તા.૨૯
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં લીલા વૃક્ષોનું બેફામ નિકંદન કરવામાં આવી રહ્યું છે જેના કારણે આવનારા સમયમાં લીલા વૃક્ષો બચશે કે કેમ તે ચિંતાનો વિષય બન્યો છે ત્યારે વૃક્ષોની હેરાફેરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૃરી બન્યું છે. તાલુકામાં છેલ્લા બે વર્ષમાં મામલતદાર દ્વારા દસ ઈસમો સામે કાર્યવાહી કરી ૨૨ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હોવા છતાં પણ આજે વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે.
પ્રાંતિજ તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી લીલા વૃક્ષો કાપીને રાતોરાત સગેવગે કરવાનો ધંધો ફૂલ્યો-ફાલ્યો છે. સમી સાંજ થતાં જ કેટલાક વિસ્તારોમાં ટ્રેક્ટરોમાં વૃક્ષો ગોઠવવામાં આવે છે અને રાત્રિ દરમિયાન જ નજીકની સૉ-મીલોમાં ઠાલવી દેવામાં આવે છે જેમાં કેટલાક તત્વો સરકાર અને જંગલખાની આંખમાં ધૂળ નાખી પૈસા કમાવી લેવાની વૃત્તિ ધરાવે છે. તાલુકાના અનેક ગૌચરોમાં વૃક્ષોને કાપી નાખી પર્યાવરણને નુકસાન પહોંચાડવાની પ્રવૃત્તિનો ધમધમાટ ચાલુ હોવા છતાં જેના માથે આ પ્રવૃત્તિ અટકાવવાની જવાબદારી છે તે જંગલખાતા તરફથી પણ કોઈ જ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામા નહી આવતાં કેટલાક લોકોને છૂટો દોર મળી ગયો છે.
જો કે, છેલ્લા બે વર્ષમાં મામલતદાર દ્વારા ચેકિંગ કરવામાં આવતાં દસ ઈસમો સામે કડક કાર્યવાહી કરી તેમની પાસેથી રૃપિયા ૨૨ હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે તે પર્યાવરણ પ્રેમીઓ માટે સંતોષજનક બાબત છે પરંતુ, હજુ પણ અનેક વિસ્તારોમા બેરોકટોક વૃક્ષછેદનની પ્રવૃત્તિ ધમધમી રહી છે તેની અટકાવવી જરૃરી બની છે.

સૉ-મિલોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવાની જરૃર
પ્રાંતિજ,તા.૨૯
તાલુકાની અનેક સૉ-મિલોમાં તંત્ર દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવે તો લીલા વૃક્ષોના કારોબારનો ભાંડો ફૂટે તેમ છે પરંતુ, કેટલાક વનખાતાના અધિકારીઓની મિલીભગતના કારણે રાત્રિ દરમિયાન ટ્રેક્ટરો દ્વારા લીલા વૃક્ષો સૉ-મિલોમાં ઠાલવવામાં આવી રહ્યાં છે. સૌથી મોટુ આશ્ચર્ય તો એ વાતનું છે કે, તંત્ર આ બધું સારી રીતે જાણતું હોવા છતાં 'મગનું નામ મરી'પાડવા તૈયાર નથી તે ચિંતાનો વિષય છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકાએ સઈદના માથે ઈનામ જાહેર કર્યું જ નથી! ઃ અમેરિકી રાજદૂત

યુરોપના ટોચના અધિકારીઓને પ્રવાસ માટે એક કરોડ ડૉલરના ખાનગી જેટ માટે કરાર

સાર્કોજીએ ગદ્દાફી પાસેથી ૪૨૦ લાખ પાઉન્ડ લીધા હતા
એનઆરઆઈ પત્રકારના ટેબ્લોઈડને યુકેનો એવોર્ડ
આગાખાને આર્કિટેક્ટ એવોર્ડની રકમ બમણી કરી
મે મહિનો મોટી ઉથલપાથલવાળો બની રહેશે ઃ ત્રણથી પાંચ ગ્રહો એક રાશિમાં
ભરૃચ સરદાર બ્રિજ ખાતે ગુજરાતના સ્થાપના દિને નવા બ્રિજનું ખાતમુહૂર્ત
છત્તીસગઢમાંથી સાડાત્રણ હજાર માઓવાદી રાજ્યમાં દાખલ ઃ ઓપરેશન મહારાષ્ટ્રનો પ્લાન
ઉત્તર પ્રદેશમાં બે બસ ટકરાતાં ૧૮નાં મોત
હત્યાના કેસમાં ૧૨ અપરાધીને ૨૬ વરસ બાદ હાઈકોર્ટે છોડી મૂક્યા
રખેવાળ કે નોકર મિલકતના માલિક ન બની શકે ઃ સુપ્રીમ
કચ્છમાં રની તીવ્રતાના ત્રણ સહિત ભૂકંપના કુલ પાંચ આંચકા
દિલ્હી ડેરડેવિલ્સનો એક રનથી રાજસ્થાન સામે દિલધડક વિજય
આદિત્ય મેહતાએ એશિયન સ્નૂકર ચેમ્પિયનશીપ જીતી
બેડમિંટનમાં જ્વાલાનો રેકોર્ડ ઃલંડન ઓલિમ્પિકમાં બે ઇવેન્ટમાં ક્વોલિફાય
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved